________________
૧૯૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા
તથા વળી તમારા અનુમાનમાં મુકાયેલો “શ્વરજ્ઞાનાન્યત્વે સત પ્રયત્ન' એવો જે તમારો હેતુ છે. તે અપ્રયોજક છે એટલે કે આ હેતુ સાધ્યનો અસાધક છે. કારણ કે તે હેતુ ઉપાધિવાળો છે. જે જે હેતુ ઉપાધિવાળા હોય છે તે તે હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ હેત્વાભાસ કહેવાય છે માટે વ્યભિચારી હોવાથી સાધ્યનો અસાધક એટલે અપ્રયોજક બને છે.
પ્રશ્ન - ઉપાધિ એટલે શું? ઉપાધિનું લક્ષણ શું? અમારા હેતુમાં કઈ ઉપાધિ છે કે જે ઉપાધિથી આ હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ અને અપ્રયોજક બને છે ?
ઉત્તર :- સાધનની સાથે જે અવ્યાપક હોય અને સાધ્યની સાથે જે સમવ્યાપક હોય તે ખરેખર ઉપાધિ કહેવાય છે. ન્યાયદર્શનના તર્કસંગ્રહમાં પણ તેનું લક્ષણ કહ્યું છે કે સાધ્યવ્યાપલ્વે સતિ સાધના વ્યાપાર્વે ૩૫fધઃ મિયિત્તે . કોઈ પણ અનુમાનમાં પક્ષ-સાધ્ય-હેતુ અને દષ્ટાન્ન આ ચાર અંગો હોય છે. તે ચાર ઉપરાંત પાંચમી વસ્તુ તેના ખંડન માટે જો મળી આવે કે જે વસ્તુ સાધ્યની સાથે સર્વત્ર વ્યાપક હોય અને સાધનની સાથે હોય અને ન પણ હોય અર્થાત્ અવ્યાપક હોય તો તે પાંચમી વસ્તુ તે મળી આવી તે ઉપાધિ કહેવાય છે. જો આવી પાંચમી વસ્તુરૂપ ઉપાધિ મળતી હોય તો હેતુ ઉપાધિવાળો બનવાથી હેત્વાભાસ કહેવાય છે. જેમ કે મિત્રા નામની એક સ્ત્રી છે. જે સ્ત્રીને કુલ આઠ પુત્રો છે. તેમાંના સાત પુત્રો કૃષ્ણવર્ણવાળા (શ્યામ) છે. અને આઠમો પુત્ર શ્વેતવર્ણવાળો ગૌર છે. છતાં સાત પુત્રના દષ્ટાન્તથી આઠમાને શ્યામપણાની સિધ્ધિ કરનારું અનુમાન આ પ્રમાણે છે. સ: અષ્ટમ: પુત્રઃ (પક્ષ), શ્યામ: = (સાધ્ય), તપુત્રત્વાન્ હેતુ, પપુત્રવત્ (દાત) તે આઠમો પુત્ર શ્યામ છે, કારણ કે તે મિત્રાનો પુત્ર હોવાથી, શેષપુત્રોની જેમ ઇત્યાદિ અનુમાનમાં તપુત્રત્વ વિગેરે હેતુવડે શ્યામવ સાધ્ય સાધવામાં “શાકાદિઆહાર પરિણામ” જેમ ઉપાધિ કહેવાય છે, તેમ અહીં પણ તમારો હેતુ ઉપાધિવાળો છે.
અહીં તપુત્રત્વ રૂપ સાધનત્વધર્મથી અવચ્છિન્ન એવું શ્યામત્વસાધ્ય જ્યાં જ્યાં (સાતપુત્રોમાં) છે ત્યાં ત્યાં શાકાદિઆહાર પરિણામ સ્વરૂપ ઉપાધિ છે જ, કારણ કે તેવા પ્રકારના શાકાદિના આહારો કર્યા છે. તો જ તે સાત પુત્રો શ્યામ થયા છે. તેથી આ ઉપાધિ સાધનાવચ્ચિન્નસાધ્યવ્યાપક બની. તથા જ્યાં જ્યાં તપુત્રત્વ સાધન વર્તે છે ત્યાં ત્યાં સર્વત્ર શાકાદિ આહાર પરિણામ હોય જ એવો નિયમ નથી. કારણ કે સાત પુત્રોમાં તપુત્રત્વ પણ છે અને શાકાદિ આહારપરિણામ પણ છે. જ્યારે આઠમા પુત્રમાં તપુત્રત્વ છે પરંતુ શાકાદિ આહાર પરિણામનો વિરહ છે. માટે આ ઉપાધિ સાધનની સાથે અવ્યાપક પણ બની. તેથી હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ થવાથી હેત્વાભાસ થયો. તેવી જ રીતે જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org