________________
જ્ઞાનની પ્રમાણતા અપ્રમાણતાનું નિરૂપણ
૧૯૯
જ્ઞાનમાં જો સ્વની અપેક્ષાએ વ્યભિચાર-અવ્યભિચારની વિચારણા કરીએ તો સર્વે પણ જ્ઞાનો સ્વની અપેક્ષાએ તો અવ્યભિચારી અર્થાત્ પ્રમાણ જ સિદ્ધ થાય છે. કોઈ પણ જ્ઞાન કદાપિ સ્વની અપેક્ષાએ પ્રમાણાભાસ થતું જ નથી પરંતુ બાહ્ય એવા ઘટ-પટાદિ શેયપદાર્થોની અપેક્ષાએ જ કોઈ જ્ઞાન યથાર્થ હોય તો પ્રમાણ બને છે, અને કોઈ જ્ઞાન અયથાર્થ હોય તો અપ્રમાણ બને છે. માટે સૂત્રમાં “પ્રમેયાપેક્ષયા” એમ સામાન્ય કહ્યું હોવા છતાં સ્વમાં વ્યભિચારનો અસંભવ હોવાથી પર એવા ઘટપટાદિ ગ્રાહ્યની અપેક્ષાએ જ પ્રામાણ્ય અને અપ્રામાણ્ય સમજવું. ૧૯-૨oll
अथोत्पत्तौ स्वनिश्चये च ज्ञानानां स्वत एव प्रामाण्यम्, अप्रामाण्यं तु परत एव यज्जैमिनीयाः जगुः, तद् निराकुर्वन्ति -
જ્ઞાન એ ધર્મી છે, અને તે જ્ઞાનમાં રહેલી પ્રમાણતા તથા અપ્રમાણતા એ બન્ને જ્ઞાનના ધર્મો છે. જો પ્રમાણતાધર્મવાળું જ્ઞાન હોય તો તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે, અને અપ્રમાણતાધર્મવાળું જો જ્ઞાન હોય તો તે જ્ઞાન અપ્રમાણ કહેવાય છે. એટલે હવે તે જાણવું આવશ્યક છે કે જ્ઞાનાત્મકધર્મીમાં પ્રમાણતા અને અપ્રમાણતારૂપ ધર્મો કોનાથી ઉત્પન્ન થાય છે ? અને કોનાથી જણાય છે? અર્થાત્ પ્રમાણતા અને અપ્રમાણતાની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ કોનાથી થાય ? શું સ્વથી જ થાય છે કે પરથી થાય છે? આ બાબતમાં વાદીઓના મતો ઘણા જુદા-જુદા છે, તેથી ગ્રન્થકારશ્રી આ સૂત્ર ૨૧ થી આ વાત વધારે સ્પષ્ટ કરવા માંગે છે -
જ્ઞાનાત્મકધર્મી
પ્રમાણતાધર્મ
અપ્રમાણતાધર્મી
ઉત્પત્તિ
ઉત્પત્તિ
શમિ
ઉત્પત્તિ
ઉત્પત્તિ
જ્ઞપ્તિ
મિ
સ્વથી ? કે
૧
પરથી ?
૨
સ્વથી ? કે
૩
પરથી ?
૪ - પરથી ?
સ્વથી ? કે
સ્વથી ? કે
પરથી ?
ઉપર કહેલા આઠ ભાંગાઓથી આ તત્ત્વનો આપણે વિચાર કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org