________________
બ્રહ્મવાદીના મતનું ખંડન
प्रत्यक्षमिति चेत् ? मैवम् - अन्यरूपनिषेधमन्तरेण तत्स्वरूपपरिच्छेदस्याप्यसंपत्तेः, पीतादिव्यवच्छिन्नं हि नीलं नीलमिति गृहीतं भवति, नेतरथा ? यदेदमिति वस्तु स्वरूपमेव गृह्णाति प्रत्यक्षमित्युच्यते, तदावश्यमपरस्य प्रतिषेधमपि तत् प्रतिपद्यत इत्यभिहितमेव भवति । केवलवस्तुस्वरूपप्रतिपत्तेरेवान्यप्रतिषेधप्रतिपत्तिरूपत्वात् ।
अपि च, विधायकमेव प्रत्यक्षमिति नियमस्याङ्गीकारे विद्यावदविद्याया अपि विधानं तवानुषज्यते । सोऽयमविद्याविवेकेन सन्मात्रं प्रत्यक्षात् प्रतियन्नेव "न निषेधकं तत् " इति ब्रुवाणः कथं स्वस्थः ? इति सिद्धं प्रत्यक्षबाधितः पक्ष इति ।
કદાચ હવે અહીં આ બ્રહ્મવાદી વેદાન્તિકો આ પ્રમાણે કહે કે પ્રત્યક્ષ એવું પ્રમાણ ‘‘પ્રપંચ’’ એવા પક્ષનું પ્રતિક્ષેપક નિષેધક કેમ હોઈ શકે ? કારણ કે તે પ્રત્યક્ષપ્રમાણ તો સદા વિધાયક જ હોય છે. જ્યાં ત્યાં “બ્રહ્મ (અસ્તિ) છે, આ અસ્તિ છે. એમ તેવું તેવું વિધાન જ માત્ર કરે છે પરંતુ “પ્રપંચ સત્ય છે” એવું નિરૂપણ કરી શકતું નથી, કારણ કે પ્રપંચની તે સત્યતા ત્યારે સિધ્ધ કરી કહેવાય કે જો ઈતર વસ્તુમાં ઈતરવસ્તુઓનો પ્રતિષેધ કરાયો હોય તો, પરંતુ એમ થવાનું જ નથી, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ (વિધાયક માત્ર હોવાથી) નિષેધની બાબતમાં કુષ્ઠિત છે. સારાંશ કે પ્રત્યક્ષ પ્રમાણ સદા “આ છે, આ છે” આ પ્રમાણે વિધાયક જ માત્ર હોય છે. નિષેધક હોતું નથી. અને વિવક્ષિત ઈતર વસ્તુમાં તેનાથી ઈતરનો નિષેધ જણાવ્યા વિના સત્યતા સિધ્ધ થતી નથી. જેમ ઘટમાં આ પટ નથી આ મઠ નથી ઇત્યાદિ ઈતરપદાર્થોનો નિષેધ બતાવીએ તો જ ‘આ ઘટ છે' એ સત્ય સાબિત થાય. પરંતુ પ્રત્યક્ષપ્રમાણ વિધાયક જ માત્ર હોવાથી ઈતરનો નિષેધ જણાવતું નથી. અને ઈતરના નિષેધ વિના સત્યતા સિધ્ધ થતી નથી. માટે પ્રત્યક્ષપ્રમાણ અમારા “પ્રપંચ” પક્ષનું નિષેધ કરનારું (ખંડન કરનારું) કેવી રીતે બનશે ?
૧૭૩
=
Jain Education International
આ પ્રમાણે બ્રહ્મવાદી વેદાન્તઓનું કહેવું તે અયુક્ત છે. કારણ કે “વિધાયક” છે. એવા પદનો અર્થ શું છે ? તમે વિધાયકપદનો અર્થ શું કરો છો ? “આ ઘટ છે આ પટ છે” એમ વસ્તુસ્વરૂપને (અસ્તિત્વને) જણાવે પરંતુ ઈતરવસ્તુના સ્વરૂપનો પ્રતિષેધ આ પ્રત્યક્ષપ્રમાણ કરી શકતું નથી. એમ અમે વેદાન્તિઓ “વિધાયક' પદનો અર્થ કરીએ છીએ, એમ જો કહેશો તો - મૈવમ્ = એમ કહેવું નહીં, કારણ કે અન્યવસ્તુઓના સ્વરૂપનો નિષેધ કર્યા વિના તે વિવક્ષિત વસ્તુના સ્વરૂપનો બોધ પણ અપ્રાપ્ત જ થાય છે. જેમ કે એક નીલવસ્તુને નીલાવર્ણવાળી ત્યારે જ જાણી કહેવાય કે તે વસ્તુ પીતાદિ ઈતર વર્ણોથી વ્યવચ્છિન્ન છે. એમ જાણી હોય તો. અન્યથા = પીતાદિ ઈતર વર્ણોથી વ્યવચ્છિન્ન કર્યા વિના નીલને નીલરૂપે ગ્રહણ કરી શકાતી નથી. જ્યારે પ્રત્યક્ષપ્રમાણ આ અમુક (ઘટપટ)
For Private & Personal Use Only
www.jainelibrary.org