________________
જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા
કર્તાથી ભિન્ન કર્મરૂપે પ્રકાશિત કરતો નથી. માટે અસ્વપ્રકાશક અમે કહીએ છીએ. પરંતુ તે પ્રદીપાલોક પોતે સ્વયં પ્રકાશ સ્વરૂપે જ ઉત્પન્ન થયેલો હોવાથી પોતે સ્વતઃ સ્વયં प्रकाश व જાતે સ્વયં પ્રકાશિત થાય જ છે. માટે આવી વ્યુત્પત્તિ પ્રમાણે સ્વપ્રકાશક છે એમ અમે માનીએ છીએ. અર્થાત્ કર્મ પણે સ્વપ્રકાશક નથી. પરંતુ અકર્મપણે સ્વપ્રકાશક ભલે હો. આવું જો મીમાંસક માને તો - અનેશૈવ આવુ માનવા વડે સુધાદ્ધિ = તમારા મુખમાં અમૃતનું ભોજન હો અર્થાત્ તમે અમૃતનું ભોજન કરનારા હો, સુખી થાઓ, ચિરંજીવી થાઓ. (આવી ગ્રન્થકાર આશિષ આપે છે) કારણ કે અમે જૈનો પણ જ્ઞાનને કર્મપણાવડે પ્રતિભાસિત થતું છતું સ્વસંવેદ્ય જણાવતા નથી. પરંતુ જ્ઞાન પોતે જ પ્રકાશાત્મક ભાવે ઉત્પન્ન થયેલું હોવાથી સ્વયં પ્રકાશિત થાય છે એમ જ અમે માનીએ છીએ. ‘“યથા અહં જ્ઞાન જ્ઞાનામિ'' - હું જ્ઞાનને જાણું છું ઇત્યાદિ વાક્ય પ્રયોગમાં જેમ જ્ઞાન કર્મ તરીકે પ્રકાશિત થાય છે. તેમ “દીપક પોતાને જણાવે છે’” એ પ્રમાણે આ પ્રયોગ પણ અનુભવમાં પ્રસિધ્ધ જ છે. અર્થાત્ દીપક એક જ હોવા છતાં વિવક્ષાના વશથી તેને જ કર્તારૂપે અને કર્મરૂપે વિવક્ષી શકાય છે. તેમ જ્ઞાન પણ અપેક્ષાવશથી ભિન્ન ભિન્ન કર્તા-કર્મરૂપે વિવક્ષી શકાય છે. બાકી પરમાર્થથી તો દીપકની જેમ જ્ઞાન સ્વયં જ પ્રકાશિત થાય છે, એ જ વાત યથાર્થ છે.
=
अथावयवैराऽऽलोकावयवी प्रकाश्यत इत्यस्वप्रकाशक एवायमिति चेत् - ननु तेऽपि केन प्रकाशनीया: ? अवयविनेति चेत् - नन्वमीषां परस्परगोचरज्ञानजनने सहकारित्वमेव तावत्प्रकाशकत्वमुच्यते । तच्चामीषामज्ञातानाम्, ज्ञातानां वा स्यात् ? नाऽज्ञातानाम्, एवं ह्यनालोकित एव प्रदीपकु मलाऽऽलोकोऽपि कदाचित् कलशकुलिशादीन् ज्ञापयेत् । ज्ञातानां चेत् - इतरेतराश्रयापत्तिः - ज्ञाता खलु अवयवा अवयविनं ज्ञापयेयुः सोऽपि च ज्ञात एव तान् ज्ञापयेदिति । अथ तेषामप्यवयवानामवयवित्वाद् निजावयवैर्ज्ञाप्तिः करिष्यते, तदानीमनवस्था । अथ पर्यन्ते केचिदवयवाः स्वयमेवात्मानं ज्ञापयेयुः तर्हि ज्ञानमपि स्वयमेवात्मानं निश्चिनोतीति किं न कक्षीकुरुषे ?
Jain Education International
૧૮૩
હવે કદાચ મીમાંસક એમ કહે કે - જે આ પ્રદીપાલોક સ્વયં પ્રકાશિત થતો દેખાય છે તે ખરેખર સ્વયં પ્રકાશક નથી, પરંતુ કપાલ નામના અવયવો વડે જેમ ઘટ અવયવી બને છે. તન્તુ નામના અવયવ વડે જેમ પટાત્મક અવયવી બને છે તે જ રીતે દીપકના અવયવોવડે આ દીપકાત્મક અવયવી બનેલો છે. તેથી દીપકવડે જ્યાં ઘટ જણાય છે ત્યાં ઘટ સ્વયં ન જણાતો હોવાથી અને પર એવા દીપકવડે જણાતો હોવાથી સ્વપ્રકાશક નથી
For Private & Personal Use Only
www.jainelibrary.org