________________
૧૯૦
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા
બીચારો હારી ગયો છે તો પણ અમે મૈયાયિકો તમારું ખંડન કરવાના જ છીએ. સારાંશ કે બીચારા મીમાંસકની હાર થઈ તેથી તમે જૈનો તમારા મતની સિદ્ધિ થઈ ગઈ છે. આમ ન સમજી લેશો. અમે મૈયાયિકો તમારી વાતને તોડવા સમર્થ છીએ. જ્ઞાન સ્વયં પ્રકાશિત થતું જ નથી. તે જ્ઞાન સદા સ્વથી અન્ય વડે જ પ્રકાશ્ય છે. તેની સિધ્ધિ માટે અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે - જ્ઞાન (પક્ષ), સ્વથી અન્ય વડે જ પ્રકાશ્ય છે (સાધ્ય), કારણ કે ઈશ્વરીયજ્ઞાનથી અન્ય હોતે છતે પ્રમેય હોવાથી (હેતુ), જે જે આવું છે (ઈશ્વરીયજ્ઞાનથી અન્ય હોતે છતે પ્રમેય છે) તે તે તેવું છે (સ્વથી અન્યદ્વારા જ પ્રકાશ્ય છે) જેમ કે ઘટ, = જેમ ઘટ ઈશ્વરીય જ્ઞાનથી અન્ય અને પ્રમેય છે માટે સ્વથી અન્ય એવા પ્રદીપાદિવડે જ પ્રકાશ્ય છે. તેવી જ રીતે હૈં = આ જ્ઞાન પણ તથા = તેવું છે અર્થાત્ ઈશ્વરીયજ્ઞાનથી અન્ય અને પ્રમેય છે, તાત્ = તેથી = ઈશ્વરીયજ્ઞાનથી અન્ય અને પ્રમેય હોવાથી તથા = તેવું છે. અર્થાત્ સ્વથી અન્ય વડે જ પ્રકાશ્ય છે.
આ અનુમાનથી જ્ઞાન સ્વયં સંવેદિત નથી એ સિધ્ધ થાય છે. કારણ કે ઉત્પન્ન થયેલું એવું આ જ્ઞાન એકના એક તે જ આત્મામાં સમવાય સંબંધથી તુરતના બીજા જ ક્ષણે ઉત્પન્ન થયેલા માનસપ્રત્યક્ષશાનવડે જ જણાય છે, પરંતુ ઉત્પન્ન થયેલું તે પ્રથમસમયવર્તી જ્ઞાન સ્વયં પોતાનાવડે જણાતું નથી. પ્રથમ સમયવર્તી જ્ઞાન અનત્તર દ્વિતીય સમયવર્તી જ્ઞાનવડે સંવેદિત થાય છે એમ માનવામાં અનવસ્થારૂપી વેલડીની ઉત્પત્તિ ઉલ્લાસ પામતી નથી. કારણ કે પ્રમાતાને તો ઘટ-પટાદિ પદાર્થો જ જાણવા હોય છે. તેથી ઘટ-પટાદિ પદાર્થોને જેમ દીપક જણાવે છે. એટલે પ્રમાતાનું કામ પૂર્ણ થઈ જાય છે. તે પ્રમાતાને દીપકને જાણવાની પ્રાય: ઈચ્છા પણ થતી નથી. તેની જેમ પદાર્થનો નિર્ણય કરાવનારા જ્ઞાનને ઉત્પન્ન માત્ર કરવાથી જ અર્થની સિધ્ધિ થઈ જાય જ છે. (પ્રમાતાને જે પદાર્થ જાણવો હતો તે પદાર્થ જણાઈ જ ગયો) કારણ કે ઉત્પન્ન થતો દીપક જેમ પદાર્થને પ્રકાશિત કરવાના સ્વભાવવાળો જ જન્મે છે. તેવી જ રીતે તે પ્રથમ જ્ઞાન પણ પદાર્થના સ્વરૂપને જણાવવાના સ્વભાવવાળું જ જન્મે છે, તેથી ઉત્પન્ન થતાંની સાથે જ, ઉત્પત્તિમાત્રથી જ, પદાર્થોની પ્રથા (=પ્રકાશ થવા)ના મનોરથરૂપી રથમાં બેઠેલા પ્રમાતાને તે જ્ઞાન કૃતાર્થ કરી લે છે. અર્થાત્ આ જ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ પ્રમાતાને જે ઘટપટાદિ પરપદાર્થો જાણવાના મનોરથ હતા તે દીપકની જેમ પૂર્ણ કરી આપે છે. એટલે દીપકથી જેમ ઘટપટ જણાય છે. એટલે પ્રમાતા પોતાના કાર્યમાં લાગી જાય છે, દીપકનું જ્ઞાન કરવા ઉભો રહેતો નથી, તેવી જ રીતે આ જ્ઞાનથી ઘટ-પટાદિ પરપદાર્થો જણાઈ જતાં પ્રમાતા કૃતાર્થ થઈ જાય છે, તેને જ્ઞાનનું જ્ઞાન કરવાની અપેક્ષા જ હોતી નથી. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org