________________
૧૮૮
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા
તથા વળી આ પ્રમાણે અર્થપ્રાકટ્યને જડ સ્વરૂપ માનતાં જ્ઞાન અને પ્રમાણ શબ્દોનું સમાનાધિકરણપણું પણ કેમ સંભવી શકે? સારી રીતે સમાનાધિકરણતા કેમ ઉપપાદન કરી શકાય ? અર્થાત્ સમાનાધિકરણતા ઘટશે નહી. કારણ કે સ્વપરવ્યવસાયિ એવું જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે તે પદથી જે જ્ઞાન છે તેને જ પ્રમાણ કહેવાય એટલે જ્ઞાનપણું જેમાં હોય તેમાં જ પ્રમાણતા મનાય. અહીં તો તેથી ઉલટું છે. કારણ કે જે જણાય, અર્થાત્ જે બોધ થાય, તે બોધને જ્ઞપ્તિ કહેવાય છે. અને આવી જ્ઞપ્તિ = બોધ જેનાથી ઉત્પન્ન થાય તેને જ્ઞાન (અને પ્રમાણ) કહેવાય છે. જેમ પ્રકાશને ઉત્પન્ન કરે તેને દીપક કહેવાય છે તેમ બોધ-જ્ઞપ્તિ જેનાથી ઉત્પન્ન થાય તેને જ દીપકની જેમ જ્ઞાન (પ્રમાણ) કહેવાય છે. અહીં અર્થપ્રાકટ્ય જડ હોવાના કારણે અજ્ઞપ્તિસ્વરૂપ છે, અબોધસ્વરૂપ છે, માટે અજ્ઞપ્તિસ્વરૂપ = અબોધ સ્વરૂપ એવા તે અર્થપ્રાકટ્યને ઉત્પન્ન કરનારૂં જે પ્રમાણ છે તેને જ્ઞાન કેમ કહી શકાય? પ્રકાશને ઉત્પન્ન કરતો હોય તેને દીપક કહી શકાય, પરંતુ અંધકારને ઉત્પન્ન કરે તેવાને દીપક કેમ કહેવાય? એવી રીતે જ્ઞપ્તિ-બોધરૂપ અર્થપ્રાકટ્યને ઉત્પન્ન કરનાર પ્રમાણ હોત તો તેને જ્ઞાન કહેવાત. પરંતુ જો અર્થપ્રાકટ્ય જડાત્મક છે તો જડાત્મક એવા તેને ઉત્પન્ન કરનારા જ્ઞાનને પ્રમાણ કેમ કહી શકાય. માટે પ્રમાણતા અને જ્ઞાન એકાધિકરણ કેવી રીતે થશે?
અને જો આ અર્થપ્રાકટ્ય ચિરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, બોધાત્મક છે. તો તે ચિરૂપ એવું આ અર્થપ્રાકટ્ય સ્વયં સંવેદ્ય છે? કે જ્ઞાનાન્તરથી સંવેદ્ય છે? જો સ્વયં સંવેદ્ય છે એમ કહેશો તો “કોઈ સ્ત્રીએ કામવાસનાને આધીન થઈને શીલનો વિધ્વંસ કર્યો, પરંતુ પુરૂષમાં શક્તિહીનતા હોવાથી અથવા પોતાનામાં કામવાસનાની અધિકતા હોવાથી કામવાસના શાન્તિને પામી નહી.” એવો ન્યાય તમને પ્રાપ્ત થયો કારણ કે “વીન ક્રિયાવિરોધાત્' આ હેતુ મુકીને સુશિક્ષિત નટબટુનુ દેખાત આપીને જ્ઞાનમાં સ્વયં સંવેદનતા (ખરેખર હોવા છતાં તે)નું ખંડન કરવા રૂપ શીલધ્વંસ જેવું મહાપાપ કર્યું. છતાં છેવટે આગળ જતાં અર્થપ્રાકટ્યમાં સ્વયં સંવેદનતા તમે પોતે જાતે જ સ્વીકારી. તો આ અર્થપ્રાકટ્યને સ્વયં સંવેદિત માનવામાં શું “વાન ક્રિયાવિરોધ' ન દેખાયો ? માટે કામાધસ્ત્રીના જેવી તમારી દશા થઈ.
- હવે જો આ અર્થપ્રાકટ્યનું વેદનાન્તરથી (જ્ઞાનાતરથી) સંવેદ્યપણું કહેશો તો તે પણ કેમ ઘટશે? કારણ કે આ અર્થપ્રાકટ્યરૂપ અર્થધર્મ શું અર્થ રહે ત્યાં સુધી રહે ? કે શું ઇન્દ્રિયોનો વ્યાપાર ચાલુ રહે ત્યાં સુધી રહે? કે જ્ઞાનની જેમ ક્ષણિકમાત્ર જ હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org