________________
જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં તૈયાયિકની સાથે ચર્ચા
૧૮૯
જો પ્રથમ પક્ષ કહો તો તે બરાબર નથી. કારણ કે જ્યાં સુધી પદાર્થ રહે ત્યાં સુધી જો અર્થપ્રાકટ્યરૂપ અર્થધર્મ રહેવાવાળો હોય તો પદાર્થને જોઈને તુરત જ બંધ કર્યું છે નેત્રકમલનું યુગલ જેણે એવા પુરૂષને સાક્ષાત્ પણે તે પદાર્થની પ્રતીતિ થવી જોઈએ. કારણ કે નેત્રયુગલ બંધ થવા છતાં અર્થપ્રાકટ્ય રૂપ જે અર્થધર્મ છે તે તો યાવદર્થભાવિ (જ્યાં સુધી અર્થ રહે ત્યાં સુધી રહેવાવાળો) છે. માટે તે અર્થધર્મ વિદ્યમાન હોવાથી તેના બલથી પુરૂષને અર્થબોધ થવો જોઈએ, પરંતુ થતો નથી, માટે આ પક્ષ ઉચિત નથી.
જો બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે ઇન્દ્રિયાદિનો વ્યાપાર તો જ્ઞાનની ઉત્પત્તિમા કરાવવામાં ચરિતાર્થ છે. તેથી અર્થપ્રાકટ્યને તે ઇન્દ્રિયાદિના વ્યાપારની અપેક્ષા ઘટી શકતી નથી, હવે જો ત્રીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. જેમ જ્ઞાન ક્ષણિક હોવાથી ઉત્પન્ન થતાંની સાથે જ નષ્ટ થાય છે. તેમ આ અર્થપ્રાકટ્ય પણ એક ક્ષણમાત્રમાં જ ઉત્પન્ન થઈ નાશ પામતું હોવાથી જ્ઞાનાતર વડે જાણવું અશક્ય છે અને જો જ્ઞાનાન્તરવડે જણાય એમ માનશો તો બે-ત્રણ ક્ષણની અવસ્થિતિ (સ્થિરતા) માનવાનો પ્રસંગ આવશે જેથી ક્ષણિકતા ઘટી શકશે નહી. તેથી ઉપરોક્ત ત્રણે પક્ષો દૂષિત હોવાથી તે અર્થપ્રાકટ્યરૂ૫ અર્થધર્મનું વેદન જ્ઞાનાન્તરવડે માનવું પણ નિર્દોષ નથી. આ રીતે અર્થપ્રાકટ્યનું વેદના કોઈ પણ રીતે યુક્તિસિધ્ધ સાબિત થતું નથી કે જેથી અર્થાપત્તિ નામનું પ્રમાણ (જ્ઞાનનો બોધ કરાવવામાં) ઉલ્લસિત થાય, માટે અર્થપત્તિ પ્રમાણ વડે જ્ઞાન સંવેદિત થાય છે આવા પ્રકારનો મીમાંસકનો આ પક્ષ ઉચિત નથી. પરંતુ જ્ઞાન સ્વયં સંવેદિત છે એ જ પક્ષ ઉચિત છે. ____ अथ यौगाः संगिरन्ते - अहो ! आर्हता: ! नास्मिन् मीमांसके वराके व्यपाकृतेऽपि संवेदने स्वसंवेदनदोहदः पूरयितुं पार्यते । तथाहि - मानं, स्वान्यप्रकाश्यम्, ईश्वरज्ञानान्यत्वे सति प्रमेयत्वाद् । यदेवं तदेवं, यथा घटः । तथा चेदम् । तस्मात्तथा ।
समुत्पन्नं हि ज्ञानमेकात्मसमवेतानन्तरसमयसमुत्पदिष्णुमानसप्रत्यक्षेणैव लक्ष्यते, न पुनः स्वेन, न चैवमनवस्थावल्लेरुल्लासः । अर्थावसायिवेदनोत्पादमात्रेणैवार्थसिद्धेः । तद्धि पदार्थपरमार्शस्वभावमेवेत्युत्पन्न-मात्रमेव पदार्थप्रथामनोरथरथस्थितं कृतार्थयति प्रमातारम् ? अर्थज्ञानजिज्ञासायां तु तत्राऽपि ज्ञानमुत्पद्यत एवेति ॥
હવે તૈયાયિકો કહે છે કે હે જેનો ? આ બીચારા મીમાંસકને દૂર કરાયે છતે સંવેદનમાં (જ્ઞાનમાં) સ્વયં સંવેદિતા છે. એ વાતનો તમારો મનોરથ પૂર્ણ કરવાને તમારા વડે સમર્થ થવાશે નહી. કારણ કે મીમાંસકનું ખંડન તમારા વડે ભલે કરાયું. પરંતુ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org