________________
જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા
અન્તિમ અવયવ સુધી ચાલશે, છેલ્લે જે અન્તિમ અવયવો છે તે નિરવયવ છે અર્થાત્ જે અવયવીરૂપ નથી. કારણ કે તે અન્તિમ હોવાથી જે પોતે અવયવરૂપ છે પરંતુ તેને પુનઃ અવયવો નથી. તેવા અન્તિમ અવયવો જે કેટલાક હશે તેઓ તો સ્વયં પોતે જ પોતાને પ્રકાશિત કરે એમ જ માનવું પડશે, આ રીતે જો અન્તે રહેલા અવયવો સ્વયં પોતે જ પોતાને પ્રકાશિત કરતા હોય તો જ્ઞાન પણ એ જ રીતે સ્વયં પોતે જ પોતાને પ્રકાશિત કરે છે એમ સ્વીકારતા કેમ નથી ? અર્થાત્ છેવટે અન્તિમ અવયવો નિરવયવ હોવાથી સ્વ અવયવવડે જ્ઞાત ન થતાં પોતે જ પોતાનાથી જ્ઞાત થાય છે. એમ જો તમે સ્વીકારો છો તો “સ્વાત્મનિ ક્રિયાવિરોધ'' તો ન જ રહ્યો ! કારણ કે છેવટે અન્તિમ અવયવમાં પણ સ્વાત્મનિ ક્રિયા સ્વીકારવી પડી. તો પછી શા માટે જ્ઞાનને સ્વયં સંવેદિત તમે નથી માનતા ?
कथं च पारोक्ष्ये ज्ञानस्य ज्ञानं स्यात् ? अन्यथाऽनुपपद्यमानार्थ प्राकट्य - स्ख्पार्थसमुत्थापितार्थापत्तेरिति चेत् ? ननु तदर्थप्राकट्यमात्मधर्मः, ज्ञानधर्मः, अर्थधर्मो वा स्यात् ? नाद्यः प्रकारः, प्रभाकरकक्षापञ्जरप्रवेशात् । न द्वैतीयिकः, ज्ञानस्य क्षणिकत्वेन तत्क्षण एव क्षीणत्वादुपरितनक्षणोत्पदिष्णोस्तस्य तद्धर्मत्वविरोधात् । नाऽपि तातयिकः, तथात्वे हि चैत्रस्येव मैत्रस्यापि स पदार्थः प्रकटः स्यात् । अथ यस्यैव ज्ञानेन जनयाम्बभूवेऽसौ तस्यैव तत्प्रकटनम् । तद् दुर्घटम्, घटस्य प्रतिनियतप्रमातृप्रबोधितप्रदीपाङ्कुरप्रकटितस्याऽप्यनियतैर्दर्शनात् तन्नियमानुपपत्तेः ॥
7
૧૮૫
તથા વળી તમે જ્ઞાનને જો પરોક્ષ જ માનશો તો કહો કે તે જ્ઞાનનું જ્ઞાન કોનાવડે થાય ? અર્થાત્ જ્ઞાન પોતે ઘટ-પટાદિ પદાર્થને ભલે જણાવે પરંતુ તે સ્વયં પરોક્ષ છે. આ પ્રમાણે તમે માનેલું હોવાથી તે જ્ઞાનનું જ્ઞાન કહો કોના વડે થશે ?
=
મીમાંસક અમે જ્ઞાનને પરોક્ષ માનીશું અને તે જ્ઞાનનું જ્ઞાન “અર્થાપત્તિ” નામના પ્રમાણવડે કહીશું - સ્થૂલો તેવવત્તો વિવા ન મુદ્દે = જાડો દેવદત્ત દિવસે ખાતો નથી. હવે રાત્રિભોજન વિના સ્થૂલત્વ ન સંભવે એટલે અન્યથાનુપપત્તિથી રાત્રિભોજન સિધ્ધ થાય છે, તેમ અહીં પણ સમજવું. જો આ આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થયું ન હોત તો આ ઘટ છે આ પટ છે ઇત્યાદિ સ્વરૂપ જે અર્થાપ્રાકટ્ય (અર્થબોધ) દેખાય છે તે ઘટી શકે નહી.
આ પ્રમાણે અન્યથા (અંદર જ્ઞાન વિના) અનુપપદ્યમાન (નહી ઘટતી) એવી અર્થપ્રકટતારૂપ ઉત્પન્ન થયેલી એવી જે અર્થાપત્તિ થાય છે, તે અર્વાપત્તિથી જ્ઞાન પ્રકાશિત થાય છે એમ અમે માનીશું. જેમ પર્વતની ખીણમાં જો આગ ન હોય તો આ દેખાતો ધૂમ સંભવે નહી. એવી અર્થાપત્તિથી વહ્નિનું જ્ઞાન કરીએ છીએ તેવી જ રીતે ઘટપટાદિ પદાર્થનો બોધ થવા રૂપ અર્થ પ્રાકટ્ય જે થાય છે તે જ્ઞાન વિના સંભવી શકે નહી એમ અર્થાપત્તિથી અમે જ્ઞાનને પ્રકાશિત માનીશું -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org