________________
૧૮૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા
પરંતુ પર વડે પ્રકાશ્ય છે. તેવી જ રીતે આ પ્રદીપાલીકાત્મક અવયવી પણ પોતાના અવયવો વડે પ્રકાશિત થાય છે. એમ પરવડે જ પ્રકાશિત થાય છે. પરંતુ સ્વયં પ્રકાશિત થતો નથી માટે આ દીપક પણ અસ્વપ્રકાશક જ છે. એમ જો મીમાંસકો કહે તો અમે જૈનો તમને મીમાંસકને પુછીએ છીએ કે પ્રદીપાત્મક અવયવીને પ્રકાશિત કરનારા એવા જે પ્રદીપના અવયવો તમે માન્યા છે. તે અવયવો કોનાવડે પ્રકાશિત થયેલા માનશો?
જો અવયવી વડે તે અવયવો પ્રકાશિત થયેલા છે એમ માનશો તો પ્રથમ તમે એમ કહ્યું કે અવયવો વડે અવયવી પ્રકાશિત થાય છે અને હવે એમ કહો છો કે અવયવી વડે અવયવો પ્રકાશિત થાય છે, તેનો અર્થ એ થાય છે કે આ અવયવ - અવયવી પરસ્પર (એકબીજાના) વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરાવવામાં સહકારી કારણ બને છે. અને તે સહકારીકારણને જ પ્રકાશકતા કહેવાય છે. (જો આમ જ હોય તો એક તો પ્રથમ અન્યોન્યાશ્રય દોષ આવશે. કારણ કે અવયવીના પ્રકાશ વિના અવયવો પ્રકાશિત થશે નહિ અને અવયવોના પ્રકાશ વિના અવયવી પ્રકાશિત થશે નહી તથા વળી) અમે તમને પુછીએ કે તે અવયવો અજ્ઞાત (અપ્રકાશિત) રહ્યા છતા અવયવીના પ્રકાશક બને છે? કે તે અવયવો જ્ઞાત (પ્રકાશિત) થયા છતા અવયવીના પ્રકાશક બને છે ? અજ્ઞાત અવયવો અવયવીના પ્રકાશક થાય છે એમ જો કહેશો તો તે પક્ષ યથાર્થ નથી. કારણ કે જો એમ બનતું હોય તો જેમ અવયવો અજ્ઞાત હોવા છતાં અવયવીને (પ્રદીપને) જણાવે, તેમ અનલોકિત (એટલે કે અજ્ઞાત નહી જોયેલા, અર્થાત્ પ્રકાશિત નહી થયેલા) એવા પ્રદીપની જયોતનો પ્રકાશ પણ પર એવા કળશ અને કુલિશાદિને કોઈક વખતે પ્રકાશિત કરનાર બનવો જોઈએ. અર્થાત્ જેમ પ્રદીપના અવયવો અપ્રકાશિત હોવા છતાં અવયવી એવા પ્રદીપને પ્રકાશિત કરે છે, એમ તમે માનો છો તો તેની જેમ જ અપ્રકાશિત એવો અવયવી આ પ્રદીપ, કળશ આદિ પર પદાર્થોનો પ્રકાશક પણ બનવો જોઈએ, પરંતુ બનતો નથી માટે આ પક્ષ વ્યાજબી નથી.
હવે જ્ઞાત થયેલા (=પ્રકાશિત થયેલા) એવા અવયવો અવયવીનો પ્રકાશ કરે છે એમ જો કહેશો તો ઈતરેતરાશ્રય દોષ આવશે (જે પૂર્વે સમજાવ્યો છે.) કારણ કે અવયવો અવયવીને જ્ઞાત કરે અને તે અવયવી પણ જ્ઞાત થયો છતો જ તે અવયવોને જ્ઞાત કરશે, અર્થાત્ એક-બીજા ઉપર જ આધાર રાખતા હોવાથી અન્યોન્યાશ્રય દોષ આવશે. હવે કદાચ તમે એમ કહો કે અવયવીના માનેલા તે અવયવો પણ પેટા અવયવી હોવાથી તેના પોતાના અવયવો વડે તે અવયવોની જ્ઞપ્તિ થશે. એમ જો કહેશો તો અનવસ્થાદોષ આવશે, કારણ કે તેના અવયવો પણ પુનઃ અવયવી હોવાથી સ્વ અવયવવડે જ જ્ઞાત થશે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org