________________
૧૮૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા
(તથા વળી સ્વાત્મનિ બ્રિયવિરોથાત્ હેતુ સમજાવવામાં નટનું જે દાન આપ્યું તે પણ વ્યાજબી નથી. કારણ કે વ્યભિચારી છે. સર્પ પોતે જ પોતાના શરીરથી જ પોતાના શરીરને વીંટે છે માટે સર્વત્ર સ્વાત્મનિ ક્રિયાવિરોધ હોય એવો નિયમ નથી).
હવે કદાચ મીમાંસક એમ કહે કે આ પ્રદીપાલોક (પ્રદીપનો પ્રકાશ) પ્રકાશાત્મક ભાવે જ ઉત્પન્ન થયો છે, એટલે કે જ્યારથી પ્રગટ થયો ત્યારથી પ્રકાશભાવે જ ઉદયને પામ્યો છે, માટે પરનો પ્રકાશક ભલે હો, પરંતુ એટલા માત્રથી જ પોતાની જાતને પણ તે પ્રદીપાલોક પ્રકાશિત કરે છે. એવો ન્યાય ક્યાંથી લાગે ? એટલે કે પ્રકાશાત્મક હોવાથી પરપ્રકાશક ભલે હો. પરંતુ પરપ્રકાશક હોય તેટલા માત્રથી કંઈ સ્વનો પણ પ્રકાશ કરે જ એવો ન્યાય ક્યાંથી આવે ? આ ન્યાય વ્યાજબી નથી. જો મીમાંસકો ઉપર મુજબ કહે તો અમે તેમને પુછીએ છીએ કે ઘટપટાદિ ઈતર પદાર્થોને પ્રકાશિત કરનારા એવા આ બીચારા પ્રદીપાલોકવડે શું અપ્રકાશિત થઈને રહેવાય કે પ્રદીપકાન્તરથી આ વિવક્ષિત પ્રદીપાલોકનું પ્રકાશિતપણું થાય? આ બે જ રસ્તા છે. ઘટપટાદિને જણાવનાર એવો આ પ્રદીપાલીક કાં તો અપ્રકાશિત રહે છે = નથી જણાતો એમ માનો અથવા અન્યપ્રદીપથી જણાય છે એમ માનો, આ બેમાંથી કહો- કયો પક્ષ તમને માન્ય છે ? જો પ્રથમ પક્ષ કહો તો પ્રત્યક્ષબાધા છે કારણ કે જેમ ઘટપટ જણાય છે તેમ પ્રદીપાલોક પણ જણાય તો છે જ. અપ્રકાશિત કંઈ છે નહિ. હવે જો બીજો પક્ષ કહો તો તે જ પ્રત્યક્ષ બાધા તથા અનવસ્થાની આપત્તિ પણ આવશે. કારણ કે આ પ્રદીપને પ્રકાશિત કરનાર બીજો પ્રદીપ હોતો નથી એટલે અહી પણ પ્રત્યક્ષબાધા તો આવશે જ, તદુપરાંત અન્ય દીપક માને છતે તેને પ્રકાશિત કરવા તૃતીયદીપક અને તેને પ્રકાશિત કરવા ચતુર્થદીપક માનતાં પરંપરા ચાલવાથી અનવસ્થા પણ આવશે. અનવસ્થાપત્ત = શબ્દમાં લખેલા ર શબ્દથી બીજા પક્ષમાં બન્ને દોષો સમજી લેવા. પ્રત્યક્ષ અનુભવાય છે કે પ્રદીપાલોક અન્ય પ્રદીપાલોક વિના જ પ્રકાશિત થાય છે, માટે પ્રત્યક્ષ પણ બાધા છે અને અન્ય અન્ય દીપકની પરંપરા માને છતે અનવસ્થા પણ આવશે.
હવે કદાચ મીમાંસક અહીં એમ કહે કે આ પ્રદીપાલોક (તથા જ્ઞાન) સ્વની અપેક્ષાએ કર્મપણાનડે પ્રકાશિત થતો નથી, એટલે અમે તે પ્રદીપાલોકને (અને જ્ઞાનને) અસ્વપ્રકાશક માનીએ છીએ - સારાંશ કે જેમ “દીપક ઘટને જણાવે છે” આ વાક્યમાં કર્તા અને કર્મ ભિન્ન છે. કર્તા એવો દીપક પોતાનાથી ભિન્ન એવા કર્મરૂપે રહેલા ઘટને જણાવે છે તેવી રીતે “દીપક દીપકને જણાવે છે” આ વાક્યમાં પણ કર્તા એવા દીપકથી ભિન્ન પણે પોતાને કર્મરૂપે પ્રકાશિત કરે છે, એવું અમે માનતા નથી. માટે જ વં પ્રજાતિ પુતિ સ્વને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org