________________
જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા
=
હવે અહીં કુમારિલ ભટ્ટ (મીમાંસક દર્શનકાર)ના શિષ્યોની વિચારણા રજુ કરીએ છીએ. (ચટ્ટ શિષ્યોની, ઘટ્ટના એટલે વિચારણા) = જ્ઞાન પોતે પોતાને જણાવે છે અર્થાત્ વેદનનું (જ્ઞાનનું) સ્વસંવેદનપણું છે. જ્ઞાન સ્વસંવેદિત છે. એવું જૈનોનું જે કહેવું છે તે સુંદર નથી. જ્ઞાન સ્વયં સંવેદિત નથી. કારણ કે પોતાનામાં પોતાની ક્રિયાનો સદા વિરોધ જ હોય છે. જેમ કે અતિશય સુશિક્ષિત નટ ગમે તેટલો હોંશીયાર હોય તો પણ પોતાના ખભા ઉપર બીજાને ચડાવી શકે છે, પરંતુ પોતે પોતાની જાતને પોતાના ખભા ઉપર ચડાવી શકતો નથી. તેવી જ રીતે જ્ઞાન પણ ઘટ-પટ આદિ ઈતર પદાર્થોને પ્રકાશિત કરી શકે છે, પરંતુ જ્ઞાન પોતે પોતાને પ્રકાશિત કરી શકતું નથી. આ કારણથી આ જ્ઞાનનું પારોક્ષપણું (પરોક્ષપણું) જ માનવું, એ જ અભ્રૂણ (નિર્દોષ) છે, એમ સ્વીકારવું જોઈએ. સારાંશ કે ઘટપટાદ ઈતરપદાર્થોને જ્ઞાન પ્રકાશ કરે છે માટે પરપ્રકાશક છે, પરંતુ સ્વપ્રકાશક નથી, એમ કુમારિલ્લ ભટ્ટના શિષ્યોનું કહેવું છે.
તે આ ભટ્ટોનું કહેવું રમણીય (યુક્તિસંગત) નથી. કારણ કે તમે જે “સ્વાનિ યિાવિરોધાત્'' પદ કરીને પોતાનામાં પોતાની ક્રિયાનો જે વિરોધ જણાવો છો તે શું ઉત્પત્તિક્રિયાનો વિરોધ જણાવો છો કે જ્ઞતિક્રિયાનો વિરોધ જણાવો છો ? જો ઉત્પત્તિક્રિયાનો વિરોધ કહેતા હો તો તે ઉત્પત્તિક્રિયાનો તમારાવડે વિરોધ કરાઓ, અમને કંઈ દૂષણ આવતું નથી. કારણ કે જ્ઞાન પોતાને ઉત્પન્ન કરે છે. એમ અમે કહેતા નથી. જેમ તેલ-રૂકોડીયું-માચીસ આદિ અન્ય પદાર્થોથી દીપક ઉત્પન્ન થાય છે. પરંતુ દીપકને દીપક પોતે ઉત્પન્ન કરતો નથી. તેમ ઇન્દ્રિય, પ્રકાશ, ઉપયોગ અને યોગ્યદેશસ્થ વિષય, ઇત્યાદિ અન્ય કારણોથી જ આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. પરંતુ જ્ઞાન પોતે જ પોતાને ઉત્પન્ન કરતું હોય, એમ અમે કહેતા નથી. કે જેથી અમને વિરોધ આવે. માટે ઉત્પત્તિક્રિયાનો વિરોધ જો તમે કરતા હો તો ભલે કરો, એમ કરવામાં અમને કોઈ દોષ આવશે નહિ, કારણ કે અમે એમ માનતા નથી.
૧૮૧
.
હવે જો જ્ઞાનમાં “જ્ઞપ્તિ' = પ્રકાશાત્મકતારૂપ શતિક્રિયાનો વિરોધ કરતા હો તો તે જ્ઞપ્તિક્રિયા પોતાનામાં માનવામાં કોઈ વિરોધ આવતો નથી. કારણ કે પ્રદીપની કલિકા (જ્યોત) નો આલોક (પ્રકાશ) ભલે કૈલાદિ અન્ય કારણોથી ઉત્પન્ન થયેલો હોય તો પણ પ્રકાશાત્મક સ્વરૂપ પણાવડે જ જન્મેલો હોવાથી જેમ સ્વયં પોતાને પ્રકાશિત કરે છે, તેની જેમ જ પોતાનાં ઉત્પાદક એવાં ઇન્દ્રિયાદિ કારણોના કલાપથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન પણ तदात्मनैव તે પ્રકાશાત્મકભાવે જ ઉત્પન્ન થતું હોવાથી પોતે જ પોતાને જણાવે છે. પરંતુ પોતાનો પ્રકાશ કરવામાં બીજાની અપેક્ષા રાખતું નથી.
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org