________________
જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા
करिकलभकमिति प्रमेयस्य, अहमिति प्रमातुः जानामीति प्रमितेः प्रतिभासाः । तथा आत्मनेति प्रमाणत्वाऽभिमतज्ञानस्याप्यस्त्येवेति भावः ॥१७॥
સૂત્રાર્થ :- બાહ્યપદાર્થના અભિમુખપણે જ્ઞાન જેમ બાહ્ય પદાર્થનો વ્યવસાય કરાવે છે, તેમ તે જ જ્ઞાન સ્વપ્રત્યે અભિમુખપણે સ્વનો પણ વ્યવસાય કરાવે જ છે. જેમ કે હું મારી જાતે જ હાથીના બચ્ચાને જોઉં છું. ॥૧૭॥
બાહ્ય એવા ઘટપટાદિ પદાર્થોના અભિમુખપણે બાહ્ય એવા ઘટપટાદિ પદાર્થોનો અનુભવ કરાવવો એ જેમ જ્ઞાનનું પ્રકાશન કાર્ય છે. તે જ રીતે પોતાના અભિમુખપણે પોતાનો (જ્ઞાનનો) નિર્ણય કરાવવો તે પણ જ્ઞાનનું પ્રકાશન કાર્ય જ છે. જેમ દીપક બાહ્ય પદાર્થ એવા ઘટ-પટાદિનો પ્રકાશ કરે છે તે જ પ્રમાણે તે જ દીપક સ્વ અભિમુખપણે પોતાની પણ પ્રકાશક્રિયા કરે જ છે. દીપકાન્તરની અપેક્ષા રહેતી નથી.
સૂત્રકારશ્રી દુષ્ટાન્ત આપે છે કે “હું પોતે હાથીના બચ્ચાને પોતાના વડે જ જાણું છું અહીં “તિમ” એ પ્રમેય એવા કર્મને પ્રકાશિત કરે છે. અન્નુમ્ એ પ્રમાતા એવા કર્તાને પ્રકાશિત કરે છે. “જ્ઞાનામિ’” આ પદ પ્રમિતિ ક્રિયાને પ્રકાશિત કરે છે. તેવી જ રીતે ‘‘આત્મના’” એ પદથી પ્રમાણ તરીકે માનેલા જ્ઞાનનું પણ અવશ્ય પ્રકાશન થાય જ છે. જેમ જ્ઞાન વડે કર્મ-કર્તા અને ક્રિયા આ ત્રણનો પ્રતિભાસ થાય છે તે જ રીતે દીપકની જેમ કરણનો પણ અવશ્ય પ્રતિભાસ થાય છે. માટે જ્ઞાન સ્વયં અપ્રકાશક જ રહે છે કે જ્ઞાનાન્તરથી પ્રકાશિત થાય છે આવા પ્રકારના દર્શનાન્તરોના બન્ને મતો વ્યાજબી નથી. ।।૧૭।।
૧૭૯
स्वव्यवसायमेव स्पष्टदृष्टान्तप्रकटनेन निष्टङ्कयन्ति
જ્ઞાન સ્વનો પણ પ્રકાશ કરે જ છે આ વાત સ્પષ્ટ દૃષ્ટાન્ત કહેવા દ્વારા સિધ્ધ કરે
છે -
कः खलु ज्ञानस्याऽऽलम्बनं बाह्यं प्रतिभातमभिमन्यमानस्तदपि तत्प्रकारं नाभिमन्येत मिहिरालोकवत् ॥१८॥
"
Jain Education International
तदपीति ज्ञानमपि तत्प्रकारमिति स प्रतिभातत्वलक्षणः प्रकारः प्रतिनियतं स्वरूपं यस्य तत् तत्प्रकारं प्रतिभातमित्यर्थः यथैव हि गिरिनगरगहनादिकं मिहिरालोकस्य विषयं प्रतिभातमभिमन्यमानैर्मिहिरालोकोऽपि प्रतिभातोऽभिमन्यते लौकिकपरीक्षकैः, तद्वज्ज्ञानस्य विषयं कुम्भादिकं प्रतिभातमभिमन्यमानैस्तैर्ज्ञानमपि प्रतिभातं स्वीकर्तव्यમિતિ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org