________________
બ્રહ્મવાદીના મતનું ખંડન
૧૭૭
હવે કદાચ તમે એમ કહો કે આ અનુમાન વ્યવહારમાત્રથી જ સત્ય છે. તેથી (સર્વથા) અસત્યરૂપ ન હોવાથી (અર્થાત્ વ્યવહારથી સત્ય હોવાથી) પોતાના સાધ્યનું સાધક અવશ્ય બનશે જ, જો સર્વથા અસત્ય હોત તો સ્વસાધ્યસાધક બનત નહી. પરંતુ આ અનુમાન સર્વથા તેવું (સર્વથા અસતુ) નથી. માટે સ્વસાધ્યનું સાધક બનશે. જો તમે આમ કહો તો હું તમને પુછું કે તે વ્યવહાર સત્ય શું છે? તમે વ્યવહાર સત્ય કોને માનો છો ? વ્યવહારસત્યનો અર્થ શું કરો છો ? જો એમ કહો કે “વ્યવતિઃ વ્યવહાર: જ્ઞાનમ = જે વ્યવહૃતિ તે વ્યવહાર એટલે કે જે વ્યવહાર તે જ જ્ઞાન, જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે કારણથી તે અનુમાનને અમે સત્ય કહીએ છીએ, વ્યવહારનો અર્થ જ્ઞાન થાય છે. જેના વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે વ્યવહારથી સત્ય કહેવાય છે. જો તમે આ પ્રમાણે કહેશો તો આ અનુમાન વડે જ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી તે પારમાર્થિક સત્ય જ થશે. કારણ કે જે યથાર્થજ્ઞાન કરાવે તે પારમાર્થિક જ સત્ય કહેવાય છે અને આ અનુમાનને જો પારમાર્થિક સત્ય માનશો તો ઉપરોક્ત દોષ આવશે જ, એટલે કે –
પારમાર્થિક સત્ય એવું આ અનુમાન પૂર્વના પ્રપંચથી ભિન્ન માનશો કે અભિન્ન? ભિન્ન માનશો તો સત્ય કે અસત્ય ? જો સત્ય માનશો તો બ્રહ્મથી ભિન્ન એવું આ અનુમાન સત્ય સિધ્ધ થવાથી વૈતવાદ થશે અને અસત્ય માનશો તો તે અસત્ય અનુમાનથી કંઈ સિધ્ધ થશે નહિ અને જો પ્રપંચથી અભિન્ન માનશો તો પ્રપંચ મિથ્યા હોવાથી આ અનુમાન પણ મિથ્યા થશે, ઈત્યાદિ પૂર્વોક્તની જેમ જ દોષો આવશે.
હવે જો વ્યવહારનો અર્થ શબ્દોચ્ચારણ-ભાષા-બોલવું-એવું કરશો તો, એટલે કે શબ્દાત્મકપણે આ અનુમાન સત્ય છે એમ જો કહેશો તો ઉચ્ચારણાત્મક એવો તે શબ્દ શું સત્ય છે? કે અસત્ય? જો આદ્યપક્ષ કહેશો તો શબ્દ પોતે સત્ય હોવાથી તે શબ્દવડે સિદ્ધ થતું જે સત્ય તે પણ પારમાર્થિક જ સત્ય થશે. એટલે આ અનુમાન પણ પારમાર્થિક જ સત્ય બનશે અને ત્યાં પણ પૂર્વોક્ત દોષ આવશે. એક બાજુ કહો છો કે એક માત્ર બ્રહ્મ સત્ય છે અને વળી આ શબ્દ સત્ય માન્યો એટલે દ્વૈતવાદ સિધ્ધ થશે. અદ્વૈતવાદ કેવી રીતે સિધ્ધ થશે ? તથા જો શબ્દને અસત્ય કહેશો તો અસત્ય એવા શબ્દથી ઉત્પન્ન થનારા તે અનુમાનને સત્ય ક્યાંથી કહેવાશે ? કારણ કે જે પોતે અસત્ય હોય તે અન્યની સત્યતાનો હેતુ બનતો નથી અને પોતે અસત્ય હોય તો પણ બીજાની સત્યતાનો હેતુ જો બને એમ માનશો તો અતિવ્યાપ્તિ આવશે. જેમ ઝાંઝવાનું જળ અસત્ય છે તે સત્યજળથી સાધ્ય સ્નાનપાનાદિ ક્રિયાનો હેતુ બનવાની આપત્તિ આવે. પણ તે બનતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org