________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
अथासत्यस्वरूपः शब्दः, कथं ततस्तस्य सत्यत्वं नाम ? न हि स्वयमसत्यमन्यस्य सत्यत्वव्यवस्थाहेतु:, अतिप्रसङ्गात् । अथ कूटकार्षापणे सत्यकार्षापणोचितक्रयविक्रयव्यवहारजनकत्वेन सत्यकार्षापणव्यवहारवदसत्येऽप्यनुमाने सत्यव्यवहार इति चेत् ? तर्ह्यसत्यमेव तदनुमानम् । तत्र चोक्तो दोषः । अतो न प्रपञ्चाद् भिन्नमनुमानमुपपत्तिपदवीमापेदानम् ।।
૧૭૬
नाऽपि अभिन्नम्, प्रपञ्चस्वभावतया तस्यापि मिथ्यात्वप्रसक्तेः । मिथ्यास्रूपं च तत्कथं नाम स्वसाध्यं साधयेत् ? इत्युक्तमेव ? एवं च प्रपञ्चस्य मिथ्यात्वासिद्धेः कथं परमब्रह्मणस्तात्त्विकत्वं स्यात्, यतो बाह्यार्थाभावो भवेदिति ? ॥ १६ ॥
“પ્રપંચ મિથ્યા છે, પ્રતીયમાન હોવાથી” આવા પ્રકારનું જે અનુમાન તમારાવડે કહેવાયું છે. તે અનુમાન શું “પ્રપંચ” નામના પક્ષથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો આ તમારૂં અનુમાન પ્રપંચથી ભિન્ન હોય તો તે પ્રપંચ નામના પક્ષથી ભિન્ન એવું આ અનુમાન શું સત્ય છે કે મિથ્યા છે ? જો સત્ય હોય તો તે અનુમાનની જેમ જ પ્રપંચ પણ સત્યતાને જ પામશે. એટલે કે હકીકતથી તમે બ્રહ્મને જ સત્ય માનો છો. બ્રહ્મ સિવાય સર્વને મિથ્યા માનો છો. છતાં આ અનુમાનને પ્રપંચથી ભિન્ન પણ માન્યું અને સત્ય પણ માન્યું એટલે બ્રહ્મ સિવાય તેનાથી જુદુ એવું આ અનુમાન પણ સત્ય છે એમ સિધ્ધ થયું હવે જો બ્રહ્મ વિના બીજુ સત્ય હોઈ શકે છે તો પછી આ અનુમાનની જેમ ઘટ-પટ-મઠ ઇત્યાદિ સર્વ પદાર્થો રૂપ પ્રપંચ પણ સત્ય કેમ ન હોઈ શકે ?
હવે જો આ અનુમાનને અસત્ય કહો તો ત્યાં પણ હું તમને પુછું છું કે તે અનુમાન શું આકાશપુષ્પની જેમ સર્વથા અસત્ એવું શૂન્યરૂપ છે ? કે શક્તિશકલમાં કલધૌતની જેમ અન્યથાખ્યાત છે કે અનિર્વાચ્યતારૂપ છે ? પહેલા બે પક્ષો જો કહો તો તે વ્યાજબી નથી. કારણ કે જેમ નૃશ્રૃંગ = સર્વથા શૂન્ય હોવાથી કોઈપણ પ્રકારના સાધ્યનું સાધક બનતું નથી તેમ આ અનુમાન પણ જો આવા જ પ્રકારનું સર્વથા શૂન્ય હોય તો પોતાના સાધ્યનું સાધક બને નહી. તથા જેમ શુક્તિશકલમાં થતો રૂપાનો ભ્રમ એ ભ્રમજ્ઞાન હોવાથી કોઈપણ પ્રકારના સાધ્યનું સાધક બનતું નથી તેવી જ રીતે આ અનુમાન પણ અન્યથાખ્યાતિ હોવાથી સાધ્યસાધક બને નહી.
ત્રીજોપક્ષ જો કહો તો તે પણ અસમર્થ છે. કારણ કે આ અનિર્વચનીયતા શું નિરૂક્તિના વિરહરૂપ છે ? નિરૂક્તિના નિમિત્તના વિરહરૂપ છે ? કે શું નિઃસ્વભાવતા રૂપ છે ? ઇત્યાદિ ચર્ચા પૂર્વે હમણાં જ કરેલી છે અને તે ચર્ચા પ્રમાણે અનિર્વચનીયતાનું અસંભવિતપણું હમણાં જ પૂર્વે જણાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org