________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
પદાર્થ છે એમ વસ્તુસ્વરૂપને સ્વીકારે છે. ત્યારે અવશ્ય તે પ્રત્યક્ષપ્રમાણ ઈતરના પ્રતિષેધને પણ સ્વીકારે જ છે. એમ કહેવાઈ જ જાય છે. દાખલા તરોકે “આ ઘટ છે” એનો અર્થ જ એ છે કે આ પદાર્થ ઈતર એવા પટાદ નથી. “અયં ઘટ ડ્વ' એક ઘટની પાસે કહેલા વાર થી કેવલ ઘટાત્મક વસ્તુની જે પ્રતિપત્તિ થાય છે. જ અન્ય એવા પટાદિ ઈતર વસ્તુઓના પ્રતિષેધની પ્રતિપત્તિ રૂપ છે.
૧૭૪
તથા વળી પ્રત્યક્ષપ્રમાણ વિધાયક જ માત્ર છે એવો નિયમ અંગીકાર કરાયે છતે આ પ્રત્યક્ષપ્રમાણ જેમ વિદ્યાનું (બ્રહ્મનું - સત્ત્નું) વિધાન કરે છે. તેની જેમ જ (તમે નિષેધ ન માનતા હોવાથી) અવિદ્યાનું પણ વિધાન જ થવાનું તમને પ્રાપ્ત થશે. જેમ કે ઘટ પદાર્થ વિષયક પ્રત્યક્ષપ્રમાણ “આ ઘટ છે” એમ વિધાન કરે છે. તે જ રીતે તે જ ઘટમાં ઈતર એવા પટાદિનો નિષેધ પ્રત્યક્ષવડે ન થવાથી ઈતર એવા પટાદનું પણ વિધાન જ તમને પ્રાપ્ત થશે. જેથી ઘટ દેખતાં જ પ્રત્યક્ષપ્રમાણથી આ ઘટ છે એવું જેમ બોલાય છે તેમ જ આ પટ છે આ મઠ છે ઇત્યાદિ પણ તે ઘટમાં બોલવાનો તમને પ્રસંગ આવશે કારણ કે તે પ્રત્યક્ષપ્રમાણને ઈતરનું નિષેધક માન્યું નથી. માટે ઘટની જેમ ઈતરનું પણ વિધાન જ થવાનો દોષ તમને આવશે. તેથી તે આ બીચારો વેદાન્તિક અવિદ્યાનો વિવેક કરવા પૂર્વક (એટલે કે અવિદ્યાનો નિષેધ કરવા પૂર્વક) પ્રત્યક્ષપ્રમાણથી સત્તામાત્રને સ્વીકારતો અને છતાં “તે પ્રત્યક્ષપ્રમાણ નિષેધક હોતુ નથી” એમ બોલતો સ્વસ્થ (ડાહ્યોસમજુ-પ્રાજ્ઞ-સ્થિર) કેમ કહેવાશે ? કારણ કે પોતે જ વિદ્યાનું વિધાન જેમ માને છે. તેમ તે જ પદાર્થમાં અવિદ્યાનું વિધાન માની શકે નહી જો માને તો એક વસ્તુ સર્વજગરૂપ બની જાય, એટલે તેને અવિદ્યાનો નિષેધ માનવો જ પડે. હવે અવિદ્યાનો નિષેધ માનવો અને છતાં પ્રત્યક્ષ નિષેધક નથી હોતું એમ માનવું તે બન્ને પરસ્પર વિરૂદ્ધ હોવાથી આવું બોલતો તે ડાહ્યો કેમ કહેવાય ? અર્થાત્ ગાંડો-ખસી ગયેલા મગજવાળો જ જાણવો. માટે તે વેદાન્તિકનો પક્ષ પ્રત્યક્ષપ્રમાણવડે બાધિત છે એમ સિધ્ધ થયું.
अनुमानबाधितश्च – “प्रपञ्चो मिथ्या न भवति, असद्विलक्षणत्वात्, य एवं, स एवं, यथा आत्मा, तथा चायम् । तस्मात्तथेति । प्रतीयमानत्वं च हेतुर्ब्रह्मात्मना व्यभिचारी, स हि प्रतीयते,न च मिथ्या । अप्रतीयमानत्वे तु अस्य तद्गोचरवचनानामप्रवृत्तेर्मूकतैव तत्र वः श्रेयसी स्यात् । दृष्टान्तश्च साध्यविकलः शुक्तिशकलकलधौते -ऽपि प्रपञ्चान्तर्गतत्वेनानिर्वचनीयतायाः साध्यमानत्वात् ।
તથા વળી તમારા અનુમાનનો પક્ષ “પ્રતિસ્પર્ધી એવા અનુમાન વડે પણ બાધિત છે. તે પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે છે - ઘટ-પટાદિરૂપે દેખાતો આ પ્રપંચ મિથ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org