________________
બ્રહ્મવાદીના મતનું ખંડન
હોતો નથી. કારણ કે આકાશપુષ્પાદિ જેવા અસત્ પદાર્થો કરતાં વિલક્ષણ હોવાથી, જે જે પદાર્થો આવા છે અર્થાત્ અસી વિલક્ષણ છે. તે તે પદાર્થો તેવા છે અર્થાત્ મિથ્યા નથી. જેમ કે આત્મા (તમારા મતે બ્રહ્માત્મા - અસી વિલક્ષણ પણ છે અને મિથ્યા નથી) તેની જેમ જ આ પ્રપંચ પણ અસવિલક્ષણ છે. તેથી તેવું જ છે અર્થાત્ અમિથ્યા જ છે. આવા પ્રકારના અનુમાનથી પણ તમારા અનુમાનનો પક્ષ બાધિત છે.
તથા વળી તમારા અનુમાનમાં કહેવાયેલો “પ્રતીયમાનત્વ” હેતુ પણ બ્રહ્માત્માની સાથે વ્યભિચારી છે. કારણ કે તે બ્રહ્માત્મા પ્રતીત થાય છે. એટલે કે બ્રહ્માત્મા જગમાં છે એમ જણાય છે. છતાં (તમારા મતે) તે મિથ્યારૂપ નથી એટલે પ્રતીયમાનત્વ હેતુ બ્રહ્માત્મામાં વર્તે છે અને મિથ્યા મતિ એ સાધ્ય વર્તતું નથી. તેથી સાધ્યાભાવવદ્ વૃત્તિ હેતુ થયો. જો તમે આ દોષથી બચવા માટે બ્રહ્માત્માને પણ અપ્રતીયમાન માનો તો તે બ્રહ્માત્મા વિષયક શબ્દોની જ અપ્રવૃત્તિ થવાથી તેનું કોઈ પણ પ્રકારે નિરૂપણ જ નહી કરી શકાય. તેથી આકાશપુષ્પ-વન્ધ્યાપુત્રાદિની બાબતમાં જેમ મૌનતા રાખવી પડે છે તેની જેમ બ્રહ્માત્માના વિષયમાં પણ તમારે મૌનતા રાખવી જ શ્રેયસ્કર થશે.
૧૭૫
તથા વળી ‘શુòિશને નૌતમ્' એવા પ્રકારનું જે દૃષ્ટાન્ત આપ્યું છે. તે દૃષ્ટાન્ત પણ સાધ્યવિકલ છે અને તેથી દૃષ્ટાન્નાભાસ દોષ પણ છે. કારણ કે શુક્તિશકલ, કલધૌત, અને શુક્તિશકલમાં થતું રજતનું જ્ઞાન, આ સર્વ વસ્તુઓ પ્રપંચની અંતર્ગત છે, અને પ્રપંચ મિથ્યા છે એ હજુ સધાય છે, સિધ્ધ થયેલ નથી. દૃષ્ટાન્ત હંમેશાં સિધ્ધનું જ અપાય. તમારા આપેલાં આ દૃષ્ટાન્તમાં અનિર્વચનીયતા (મિથ્યારૂપતા) હજુ સાધ્યમાન છે. માટે દૃષ્ટાન્ત પણ સિદ્ધ ન હોવાથી સાધ્ય વિકલતાના કારણે દોષિત છે.
વિશ્વ, રૂવમનુમાન ( પિ) પ્રપશ્ચાત્, મિત્ર અમિન્ને વા ? થતિ ભિન્નમ્ હિ સત્યમ્, असत्यम्, वा ? यदि सत्यम्, तर्हि तद्वदेव प्रपञ्चस्यापि सत्यत्वं स्यात् । अथाऽसत्यम् तत्राऽपि शून्यम्, अन्यथाख्यातम्, अनिर्वचनीयं वा ? आद्यपक्षद्वयेऽपि न साध्यसाधकत्वम्, नृशृङ्गवच्छुक्तिकलधौतवच्च । तृतीयपक्षोऽप्यक्षमः, अनिर्वचनीयस्यासम्भवित्वेनाभिहितत्वात् ।
व्यवहारसत्यमिदमनुमानम्, अतोऽसत्यत्वाभावात् स्वसाध्यसाधकमिति चेत् ? किमिदं व्यवहारसत्यं नाम ? व्यवहृतिर्व्यवहारो ज्ञानं, तेन चेत्सत्यम्, तर्हि पारमार्थिकमेव तत् । तत्र चोक्तो दोषः । अथ व्यवहारः शब्दस्तेन सत्यम् । ननु शब्दोऽपि सत्यस्वरूपः तदितरो वा ? यद्याद्य:, तर्हि तेन यत्सत्यं, तत्पारमार्थिकमेवेति तदेव दूषणम्,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org