________________
૧૭૮
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૭
રત્નાકરાવતારિકા
હવે કદાચ તમે એક કહો કે જેમ ખોટા નાણામાં આ નાણું ખોટું છે એમ જાણવા છતાં પણ (તે નાણું લેનાર વેપારીના અજાણપણા નીચે) સાચા નાણાને ઉચિત માલની લેવડ-દેવડ કરવાના વ્યવહારની ઉત્પત્તિની જનકતા દેખાય છે. અર્થાતુ ખોટા નાણાથી પણ સાચા નાણાની જેમ જ વસ્તુનો ક્રયવિક્રયનો વ્યવહાર થતો દેખાય છે. તેની જેમ જ આ અનુમાન અસત્ય હોવા છતાં પણ સત્યવ્યવહારનું સાધન બનશે આ પ્રમાણે જો તમે કહેશો તો હકીકતથી તે અનુમાન ખોટા નાણા જેવું જ થવાથી પારમાર્થિક અસત્ય જ થયું. અને ત્યાં પૂર્વોક્ત દોષ આવશે કે ઝાંઝવાનું જળ જેમ અસત્ય છે. તેનાથી સત્યજલસાધ્ય વ્યવહાર ન થાય તેમ આ અનુમાન પણ મિથ્યા હોવાથી તેનાથી પ્રપંચની મિથ્યાત્વતા સિધ્ધ થશે નહી. આ પ્રમાણે આ અનુમાન પ્રપંચથી ભિન્ન હોય તે વાત યુક્તિસંગત નથી.
(અહીં ફૂટ = ખોટુ, વાપUT = નાણું, ૩૫પત્તિ = યુક્તિના, પવીત્ = સ્થાનને, આપેદાન = પામતું. આ ઉપસર્ગ પદ્ ધાતુનું પરોક્ષ ભૂતકૃદન્ત છે, એમ શબ્દાર્થ જાણવો).
હવે જો આ અનુમાનને પ્રમાણથી અભિન્ન કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે એમ માનવાથી પ્રપંચ જે સ્વભાવવાળો છે તે જ સ્વભાવવાળું આ અનુમાન થયું. પ્રપંચ મિથ્યાસ્વભાવવાળો તમે કહો જ છો. તેથી તેનાથી અભિન્ન એવું આ અનુમાન પણ મિથ્યાત્વસ્વભાવવાળું થવાની જ પ્રાપ્તિ આવશે અને મિથ્યા સ્વરૂપ - વાળું બનેલું એવું આ અનુમાન સ્વસાધ્યને કેવી રીતે સાધી શકશે ? આ વાત પૂર્વે વારંવાર કહેલી જ છે. આ પ્રમાણે ઘટ-પટાદિ પદાર્થરૂપ આ પ્રપંચ મિથ્થારૂપ છે આવી તમારી વાત સિધ્ધ ન થવાથી પરમબ્રહ્મ એ જ એક સત્ય તત્ત્વ છે, એમ કેમ કહેવાય? અને એક પરમબ્રહ્મ જ સત્ય છે એ સિધ્ધ ન થાય તો ઘટપટાદિ ઈતરપદાર્થ રૂપ પ્રપંચનો અભાવ કેમ કહેવાય ? સારાંશ કે પ્રપંચ એ મિથ્યા સિધ્ધ ન થવાથી પરમબ્રહ્મમાત્રની જ સત્યતા કેમ કહેવાય ? કે જેથી બાહ્યપદાર્થનો અભાવ કહેવાય. ૧૬ll
પ્રમUત્વિામતિજ્ઞાની સ્વવ્યવસાયીતિ વિષdi ચારણ્યત્તિ - પ્રમાણ તરીકે માનેલા જ્ઞાનમાં “સ્વવ્યવસાયી” એવું જે વિશેષણ છે તેની વ્યાખ્યા સમજાવે છે -
स्वस्य व्यवसायः स्वाभिमुख्येन प्रकाशनम्, बाह्यस्येव तदाभिमुख्येन, करिकलभकमहमात्मना जानामि ॥१७॥
यथा बाह्याभिमुख्येन बाह्यानुभवनेन प्रकाशनं बाह्यव्यवसायो ज्ञानस्य, तथा स्वाभिमुख्येन प्रकाशनं स्वव्यवसायः । अत्रोल्लेखः करिकलभकमित्यादि । यथा -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org