________________
૧૭૨
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા એટલે “અસતુની ખ્યાતિ” થાય અને અભાવનો નિષેધ કરો એટલે વસ્તુ સત્ છે એમ ખ્યાતિ થાય આ રીતે ઉભયથા દોષ છે.
હવે નિ:સ્વમવત્વ નો અર્થ “પ્રતીત્યોરરત્વ" એવો જો કરશો તો જે પ્રતીતિનો અવિષય હોય, અર્થાત્ પ્રતીત ન થાય, પ્રતીયમાન ન હોય તે જ નિઃસ્વભાવત્વ કહેવાય એવો અર્થ થયો. જો એમ થાય તો તમે અનુમાનમાં “પ્રપંચ” ને ધર્મરૂપે (પક્ષરૂપે), અને “પ્રતીય માનત્વ” ને હેતુરૂપે કેવી રીતે કહ્યો ? અર્થાતુ જે આ સરલ-સાલ-આદિ વૃક્ષો અને ઘટ-પટ આદિ પદાર્થો જગતુમાં દેખાય છે, તે તમામ પદાર્થો જો નિઃસ્વભાવ છે એટલે અપ્રતીયમાન જ છે. તો પ્રતીય માનત્વ હેતુ કેમ ઘટશે? તથા “જે આ પ્રપંચ છે તે મિથ્યા છે. એ પ્રમાણે “પ્રપંચ” ને ધર્મી તરીકે કેમ કહી શકાય ? અને જો “આ પ્રપંચ છે” ઇત્યાદિપણે પ્રપંચનું, અને પ્રતીય માનત્વ રૂપે હેતુનું ઉપાદાન કરો છો તો તે “નથી પ્રતીત થતાં, = અપ્રતીયમાન છે = નિઃસ્વભાવત્વ છે એમ કેમ કહો છો ?
હવે કદાચ તમે એમ કહો કે જેમ પ્રતીત થાય છે તેમ નથી અર્થાતુ પ્રતીત તો થાય છે, પરંતુ યથાર્થપણે પ્રતીત થતાં નથી. એમ કહો તો “વિપરીતખ્યાતિ” માનવાનો પ્રસંગ આવશે.
તથા વળી પ્રપંચની તમે જે અનિર્વાચ્યતા કહો છો, તે પ્રત્યક્ષ પ્રમાણવડે ખંડિત થયેલી છે. કારણ કે “આ સરલ છે, આ સાલ છે, ઇત્યાદિ આકારવાળું પ્રત્યક્ષજ્ઞાન પ્રપંચની સત્યતાને જ પ્રકાશિત કરે છે. કારણ કે “આ સરલ જ છે. ઈતરવૃક્ષ નથી” આવા પ્રકારના પ્રતિનિયત પદાર્થના જ બોધ સ્વરૂપ આવું તે પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે. જો પ્રપંચ મિથ્યા જ હોત તો સરલવૃક્ષને જોઈને સરલનું જ અને સાલવૃક્ષને જોઈને સાલનું જ જ્ઞાન કેમ થાય? ગમે તે વિષયનું થવું જોઈએ. પરંતુ ગમે તે વિષયનું થતું નથી. માટે પ્રપંચ મિથ્યા નથી. તથા અરસ-પરસ ભિન્ન-ભિન્ન વસ્તુઓજ “પ્રપંચ” શબ્દથી વાચ્ય છે. માટે પણ પ્રપંચ મિથ્યા નથી. જે આ સરલ વૃક્ષ દેખાય છે તે જ ઈતરપદાર્થોથી ભિન્ન છે. જે સાલવૃક્ષ છે તે સાલથી ઈતરપદાર્થોથી ભિન્ન છે. જો મિથ્યા હોત તો જેમ ઈતરરૂપે નથી તેમ સ્વરૂપે પણ ન દેખાવું જોઈએ, માટે પ્રપંચ મિથ્યા નથી. _अथ कथमेतत्प्रत्यक्षं पक्षप्रतिक्षेपकम् ? तद्धि विधायकमेवेति तथा तथा ब्रह्मैव विदधाति, न पुनः प्रपञ्चसत्यतां प्ररूपयति । सा हि तदा प्रपिता स्याद् यदीतरस्मिन्नितरेषां प्रतिषेधः कृतः स्यात् ? न चैवम्, निषेधे कुण्ठत्वात् प्रत्यक्षस्येति चेत् ? तदयुक्तम्, यतो विधायकमिति कोऽर्थः ? इदमिति वस्तुस्वख्यं गृह्णाति, नान्यस्वयं प्रतिषेधति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org