________________
૧ ૭૦
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
અનુભવ-સિધ્ધ છે. વૃક્ષો જોતાંની સાથે જ આ આમ્ર છે, આ નિંબ છે, આ ઘટ છે આ પટ છે, ઇત્યાદિ સંવેદન (જ્ઞાન) અનુભવસિદ્ધ છે. પદાર્થ જોતાંની સાથે જ તવાચક શબ્દોનું સ્મરણ થાય છે. તે તેના જ્ઞાન વડે જ થાય છે.
હવે જો બીજો પક્ષ કહેતા હો તો તે પણ બરાબર નથી. કારણ કે શબ્દના પ્રયોગમાં નિમિત્તભૂત એવો વિષય શું ભાવાત્મક પણે નથી કે અભાવાત્મક પણે નથી? ઘટ-પટાદિ શબ્દપ્રયોગમાં નિમિત્તભૂત એવા એ પદાર્થો ભાવાત્મકપણે નથી એમ જ કહેશો તો તેનો અર્થ એ થાય છે કે તે પદાર્થો ભાવરૂપે નથી અર્થાત્ અસત્ છે તેથી “અસતુખ્યાતિ થવાનો પ્રસંગ આવશે. સારાંશ કે જ્યાં ઘટ ન હોય ત્યાં જેમ ઘટ નથી, ઘટ અસત્ છે એમ કહેવાય છે, તેમ જ્યાં ઘટ વિદ્યમાન છે ત્યાં પણ તમારી દૃષ્ટિએ ભાવાત્મકપણે ઘટ ન હોવાથી આ ઘટ નથી, આ ઘટ નથી એમ ઘટના અસત્પણાની ખ્યાતિ થવી જોઈએ.
જ્યાં સરલ, સાલ આદિ વૃક્ષો નથી ત્યાં જેમ સરલ, સાલ નથી એમ કહેવાય છે. તેમ તે વૃક્ષો જ્યાં વિદ્યમાન છે ત્યાં પણ તમારી દૃષ્ટિએ ભાવાત્મકપણે ન હોવાથી સરલ-સાલ નથી, સરલ-સાલ નથી એમ તે તે વૃક્ષોના અસતુપણાની જ ખ્યાતિ થવી જોઈએ.
હવે નિમિત્તભૂત એવા વિષયો જો અભાવાત્મકપણે નથી એમ કહેશો તો અભાવપણે ન હોવાથી આ ઘટ પણ સત્ છે, પટ પણ સત્ છે, સરલ-સાલ પણ સત્ છે, એમ સત્ પણે ખ્યાતિ થવાનો પ્રસંગ આવશે, જે તમને માન્ય નહી થાય કારણ કે તમારી દૃષ્ટિએ તો એક બ્રહ્મ જ સત્ છે. એટલે બીજો કોઈ પણ પદાર્થોની સત્ તરીકે ખ્યાતિ થવી જોઈએ નહિ અને જો આ દોષના ભયથી અભાવરૂપે નથી એમ માનશો તો સત્ તરીકે ખ્યાતિ થઈ જશે.
ભાવરૂપે નથી એમ માનવામાં અસખ્યાતિ, અને અભાવરૂપે નથી એમ માનવામાં સખ્યાતિના દોષો દેખાતા હોવાથી આ બન્ને ભાવ-અભાવ ઉભય નથી એમ જો કહેશો તો અમે તમને પૂછીએ છીએ કે આ ભાવ-અભાવ શબ્દોવડે લોકમાં પ્રતીતિથી સિધ્ધ એવા તે બન્ને ભાવ-અભાવ તમને માન્ય છે કે કોઈ તેનાથી વિપરીત ભાવ-અભાવ તમને માન્ય છે ? જો લોકમાં પ્રતીતિસિધ્ધ હોવા રૂપ ભાવ, અને ન હોવા રૂપ અભાવ જે વર્તે છે તે માન્ય હોય તો જેમ એક જગ્યાએ ભાવ અને અભાવ નથી એમ કહો છો એટલે ભાવ પણ નથી (ભાવની વિધિ નથી) અને અભાવ પણ નથી (અભાવની વિધિ નથી) એમ ઉભય નથી એટલે ઉભયનું હોવાપણું નથી એમ કહો છો તો તેની જેમ જ ઉભયનો પ્રતિષેધ પણ નથી એમ જ સિધ્ધ થશે. કારણ કે ભાવ નથી એમ જ કહો છો તેનાથી અભાવનો પ્રતિષેધ નથી એવો અર્થ થાય જ છે. તેવી જ રીતે “અભાવ નથી” એમ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org