________________
બ્રહ્મવાદીના મતનું ખંડન
કહો છો તેનાથી “ભાવનો પ્રતિષેધ નથી” એમ અર્થ સિધ્ધ થાય જ છે. પરસ્પર વિરૂધ્ધ એવા બે ધર્મોની મધ્યે કોઈ પણ એક ધર્મનું વિધાન અથવા નિષેધ કરાયે છતે તેનાથી ઈતર એવા અન્યતર ધર્મનો નિષેધ અથવા વિધિ (નાન્તરીયક=) અવિનાભાવિપણે હોય જ છે.
હવે જો લોકપ્રતીતિથી વિપરીત, કોઈ અલૌકિક એવા ભાવ-અભાવ ત્યાં નથી એમ જો બીજો પક્ષ કહો તો અમને કંઈ પણ દોષ નથી. કારણ કે અલૌકિક વિષયો હજારો નિવૃત્ત થાય તો પણ લૌકિક જ્ઞાનના વિષયની નિવૃત્તિ કે તેના વાચક શબ્દની નિવૃત્તિ થતી નથી. જેમ કોઈ માનવમાં અલૌકિક એવા ભૂત-પ્રેતાદિ દૈવનો પ્રવેશ થયો હોય, તો મંત્ર-તંત્રાદિથી અલૌકિક દૈવનો પ્રવેશ દૂર થાય તો પણ તે મૂળભૂત દેવદત્તાદિના વિષયભૂત પુરૂષ, કે તેનો વાચક દેવદત્તાદિ શબ્દ કંઈ નિવૃત્તિ પામતા નથી. તેમ અહીં સમજવું માટે આ પક્ષ પણ બરાબર નથી.
૧૭૧
नि:स्वभावत्वपक्षेऽपि निसः प्रतिषेधार्थत्वे स्वभावशब्दस्यापि भावाभावयोरन्यतरार्थत्वे पूर्ववत् प्रसङ्गः । प्रतीत्यगोचरत्वं निःस्वभावत्वमिति चेत् - अत्र विरोध: प्रपञ्चो न प्रतीयते चेत् - कथं धर्मितया, प्रतीयमानत्वं च हेतुतयोपाददे ? तथोपादाने वा कथं न प्रतीयते ? यथा प्रतीयते न तथेति चेत् ? तर्हि विपरीतख्यातेरभ्युपगमः स्यात् ।
किञ्च, इयमनिर्वाच्यता प्रपञ्चस्य प्रत्यक्षेण प्रत्यक्षेपि "सरलोऽयम्" इत्याद्याकारं हि प्रत्यक्षं प्रपञ्चस्य सत्यतामेव व्यवस्यति । सरलादिप्रतिनियतपदार्थपरिच्छेदात्मनस्तस्योत्पादात्, इतरेतरविविक्तवस्तूनामेव च प्रपञ्चवचोवाच्यत्वेन सम्मतत्वात् ।
=
હવે “અનિર્વાચ્યત્વ” નો અર્થ નિઃસ્વભાવત્વ કરો તો પણ બરાબર નથી, કારણ કે “નિઃસ્વભાવત્વ” શબ્દમાં પ્રથમ જે “નિસ્' ઉપસર્ગ છે, તે પ્રતિષેધ અર્થવાળો છે. અને “સ્વભાવ” શબ્દ ભાવ અને અભાવ એમ બેમાંથી ગમે તે એક અર્થવાળો હોતે છતે પૂર્વની જેમ અસખ્યાતિ અથવા સખ્યાતિ દોષો આવશે - સારાંશ એ છે કે “સ્વભાવ” = પોતાનું સ્વરૂપ, પોતાના પણે વિધમાનતા તે સ્વભાવ કહેવાય છે. હવે જો આ સ્વભાવ એ ભાવરૂપ છે ઘટ-પટની જેમ વસ્તુસ્વરૂપ છે એમ માનશો તો તેની આગળ નિસ્ ઉપસર્ગ પ્રતિષેધાર્થક આવવાથી સ્વભાવનું નહિ હોવાપણું એવો અર્થ થશે. તેમ થવાથી પૂર્વોક્તની જેમ “અસત્ ખ્યાતિ” દોષ આવશે. અને જો સ્વભાવનો અર્થ “અભાવાત્મક” કરશો તો તેની આગળ “નિર્’ઉપસર્ગ પ્રતિષેધાત્મક આવવાથી “અભાવાત્મકપણે નહી હોવું” એવો અર્થ થશે એમ થવાથી “સખ્યાતિ' દોષ આવશે. કારણ કે ભાવનો નિષેધ કરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org