________________
૧૫૮
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલો આ આકાર શું જ્ઞાનથી ભિન્ન હોય કે જ્ઞાનથી અભિન્ન હોય ?
જો “અભિશ” પક્ષ કહો તો જેમ દૂધમાં નાખેલી સાકર દૂધમય જ બની જાય, સાકરરૂપે રહે નહી, તેમ જ્ઞાનમાં ભળેલો આકાર જ્ઞાનમય જ બની જાય. આકાર જેવો કોઈ જુદો પદાર્થ રહેશે જ નહી. અને તેથી આકાર જ્ઞાનમાં જ સમાપ્ત થઈ જવાથી જ આકાર જેવું કોઈ તત્ત્વ નહીં રહેવાથી જ્ઞાન તો નિરાકાર જ રહેશે, આ રીતે જ્ઞાન નિરાકાર જ બની જશે, અને નિરાકારજ્ઞાન સર્વ પદાર્થનું ગ્રાહક બનવું જોઈએ એવો નિરાકારવાળા પ્રકારમાં પ્રકાશિત કરેલો પરિહાર જ (ઉત્તર જ) આવશે. હવે જો તે આકાર જ્ઞાનથી વ્યતિરિક્ત અર્થાત્ ભિન્ન માનશો તો, તે આ આકાર શું ચિરૂપ (જ્ઞાનમય) માનશો કે અચિરૂપ (અજ્ઞાનમય-જડ સ્વરૂ૫) માનશો ? જો તે આકાર ચિરૂપ (જ્ઞાનમય) છે એમ માનશો તો જેમ જ્ઞાન પોતે ચિસ્વરૂપ હોવાથી પદાર્થનું વેદક બને છે, તેમ આ આકાર પણ ચિસ્વરૂપ માનવાથી તે આકાર પણ પદાર્થનો સ્વયં વેદક બનશે. અને તેમ થવાથી જેમ જ્ઞાનમાં બે પક્ષો કલ્પવામાં આવ્યા કે સાકારજ્ઞાન કે નિરાકારજ્ઞાન વિષયનું બોધક થાય? તેવી જ રીતે આ આકાર પણ જ્ઞાનથી ભિન્ન અને ચિરૂપ માનેલો હોવાથી નિરાકાર કે સાકાર થયો છતો તે ગ્રાહ્ય પદાર્થનો ગ્રાહક બને ? ઇત્યાદિ વિકલ્પોની જાળ પુનઃ આવર્તન પામવાથી અનવસ્થા આવશે.
હવે “અચિરૂપ” એવો આ આકાર જો કહેશો તો તે આકાર જ્ઞાનથી અજ્ઞાત રહા છતો પદાર્થનો બોધક બને? કે જ્ઞાત થયો છતો પદાર્થનો બોધક બને ? જો પ્રથમ પક્ષ કહો તો એટલે કે જ્ઞાનથી આકારને જાણવાની જરૂર નહી, એમને એમ અજ્ઞાત આકારવાળા જ્ઞાનથી પદાર્થ જણાય એમ જ કહેશો તો ચૈત્રની જેમ મૈત્રને પણ આ આકાર તે પદાર્થનો જ્ઞાપક બનવો જોઈએ. જેમ કોઈ ઘટ-પટ પદાર્થ દેખીને તેના આકારને જાણવાથી થોડ્યું, પડ્યું, એવું જ્ઞાન ચૈત્રને થયું, તેવું જ જ્ઞાન મૈત્રને ઘટ-પટના આકારને ન જાણે તો પણ થવું જોઈએ કારણ કે અજ્ઞાતપક્ષ સ્વીકાર્યો હોવાથી ચેત્રને પણ અજ્ઞાત આકારથી જ ઘટપટ જણાયા છે તો મૈત્રને પણ કેમ ન જણાય? એટલે કે મૈત્રને પણ આ આકાર તેનો જ્ઞાપક થશે. - હવે જો આ આકાર “જ્ઞાન” થયો છતો વિષયનો બોધક થાય એમ કહેશો તો આ આકારને જણાવનારૂં જે જ્ઞાન માન્યું તે જ્ઞાન નિરાકાર હોય તો આકારનું જ્ઞાન થાય કે સાકાર હોય તો તે આકારનું જ્ઞાન થાય ? અર્થાત્ આકારને જણાવનારૂં જ્ઞાન કેવું? શું નિરાકાર કે સાકાર? ઈત્યાદિ પુનઃ આવૃત્તિ થયે છતે અનવસ્થા આવશે. માટે જ્ઞાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org