________________
બૌદ્ધના શૂન્યવાદનું ખંડન
૧૬૫
(સમાન) પણ છે. તથા તખ્તભાવે અનેક છે તેથી તેનાથી અભિન્ન એવો પટ અવયવી કથંચિત્ અનેક પણ કહેવાય છે. આ પ્રમાણે સ્યાદ્વાદ દષ્ટિએ બન્ને વિરોધી-અવિરોધી - એક-અનેક માનવામાં કોઈ દોષ નથી.
વળી તમારા વડે એવું જ કહેવાયું કે અનેક અવયવોમાં રહેતો એવો આ અવયવી એકેક અવયવમાં સામાન્યથી વર્તે છે કે એક દેશથી વર્તે છે ? ઇત્યાદિ, ત્યાં પણ તમારા વડે રજુ કરાયેલા ઉપરોક્ત બન્ને વિકલ્પોનો (એકાન્તવાદ હોવાથી) અસ્વીકાર કરવો. એ જ અમારો ઉત્તર છે, અર્થાતુ તમારા પાડેલા આ વિકલ્પો એકાન્તરૂપ હોવાથી તે માનવામાં અવશ્ય દોષો આવે જ, આ કારણથી તમારા વડે કલ્પાયેલા તમામ વિકલ્પો એકાન્તરૂપ હોવાથી ન સ્વીકારવા એ જ અમારો જવાબ છે. જેથી અમને કોઈ પણ જાતના દોષો આવતા નથી. તેથી બીજો કોઈ ઉત્તર આપવાનો રહેતો પણ નથી. આવા એકાન્તપક્ષોનો અસ્વીકાર કરવો એ જ તેનો ઉત્તર છે. અમે જૈનોએ અવયવોમાં અવિધ્વભાવે (અભેદભાવે) અવયવીની વૃત્તિ સ્વીકારેલી છે, માટે કોઈ પણ દોષ અમને આવતો નથી.
यच्च "अर्थसमकालम्" इत्याद्युक्तम्, तत्रापि विकल्पद्वयमपि स्वीक्रियत एव, अस्मदादिप्रत्यक्षं हि योग्यसमकालार्थाकलनकुशलम्, स्मरणमतीतस्य शाब्दानुमाने त्रैकालिकस्याप्यर्थस्य परिच्छेदके । निराकारं चैतद् द्वयमपि । न चातिप्रसङ्गः । तद्ग्रहणपरिणामश्चेदाकारः, तदभ्युपगच्छामः । स्वज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेषवशादेवास्य नैयत्येन प्रवृत्तेः । शेषविकल्पनिकुरुम्बडम्बरेऽस्वीकार एव तिरस्कारः ।
निरस्ता शून्यता सेयमाशाः शाक्य ! वसन्त्यमः ।
उन्मीलय चिराद् नेत्रे, कौतुकालोकनोत्सुके ॥१॥ તથા વળી તમે જે પૂર્વે એમ કહ્યું કે ઉત્પન્ન થતું આ જ્ઞાન શું અર્થના સમકાલમાં થાય છે કે અર્થથી ભિન્નકાળમાં થાય છે? ત્યાં પણ અમારાવડે બન્ને વિકલ્પોનો સ્વીકાર કરાય છે. ગ્રાહક એવું જ્ઞાન અર્થના સમકાળમાં પણ થાય છે અને અસમાનકાળમાં પણ થાય છે. કારણ કે અમારા જેવા છઘસ્થ આત્માઓનું પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયજન્ય સશિકર્ષના સહાયવાળું હોવાથી (૧) યોગ્ય મર્યાદિત દેશમાં રહેલા, અને (૨) જ્ઞાનના સમકાલમાં રહેલા એવા પદાર્થને જાણવામાં કુશળ છે. કારણ કે ઇન્દ્રિયો દૂર-દૂરના વિષયોને જાણી શકતી નથી. માટે પદાર્થ યોગ્યદેશમાં હોય તો જ જણાય છે, તથા ચક્ષુ વિના બાલ્વેન્દ્રિયો સજ્ઞિકર્ષવાળી હોવાથી પદાર્થ સામે હાજર હોવો જોઈએ. ચક્ષુ અપ્રાપ્યકારી હોવાથી ભલે સશિકર્ષ પામતી નથી તથાપિ પદાર્થ સામે હાજર હોય તો જ દેખી શકે છે. તેથી યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org