________________
૧ ૬૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
શકિતસ્વરૂપ તે અંશ સ્વીકારાયો છે. અર્થાત્ પરમાણુઓમાં પરસ્પર સંયોગ થવામાં નિમિત્તભૂત એવી તેવા પ્રકારની શક્તિ સ્વરૂપ અંશ અવશ્ય પ્રગટ થાય છે. અને તેના વડે જ દ્વયણુકાદિરૂપ સ્થૂલકાર્યની ઉત્પત્તિ થાય છે. આટલા માત્રથી પરમાણુને પડશતા આવી જતી નથી. કારણ કે આ અંશ શક્તિસ્વરૂપ છે, અવયવસ્વરૂપ નથી.
હવે જો બીજો પક્ષ કહો તો એટલે અંશનો અર્થ અવયવ કરો તો “અવિનાભાવ = વ્યાપ્તિ” ઘટતી નથી. એટલે કે જ્યાં જ્યાં સંયોગ થાય ત્યાં અવયવતા હોય એવો અવિનાભાવ નિયમ નથી. કારણ કે વિવક્ષિત એવા તે તે પરમાણુઓનો સંબંધ અન્ય પરમાણુઓની સાથે તેવા તેવા પ્રકારની અંદર પ્રગટ થયેલી શક્તિમાત્રથી જ થાય છે. તેને રોકવાને અશક્ય છે.
તથા વળી અવયવોમાં રહેનારો એવો આ અવયવી “નિરાધાર છે કે સાધાર” છે? અને સાધાર હોય તો પણ એકાવયવાધાર છે કે અને કાવયવાધાર છે ? અને અનેકાવયવાધાર હોય તો પણ પરસ્પર વિરોધી અનેક અવયવાધાર છે કે અવિરોધી અનેકાવયવાધાર છે? ઈત્યાદિ તમારા વડે જે કહેવાયું, ત્યાં પણ અમારાવડે આવો ઉત્તર અપાય છે કે કથંચિત્ વિરોધી, અને કથંચિ અવિરોધી એવા અનેક અવયવોમાં અવિષ્યમ્ભાવે વૃત્તિવાળો અવયવી છે એવું અમે માનીએ છીએ. જેથી તમારા આપેલા એક પણ દોષો અમને આવશે નહી કારણ કે તમારાવડે અપાયેલા દોષો એકાન્તવિરોધમાં અને એકાત્ત અવિરોધીમાં લાગે છે. પરંતુ અપેક્ષા ભેદે વિરોધી અને અવિરોધી એમ બન્ને સ્વીકારવામાં કોઈ પણ દોષો તો આવતા નથી પરંતુ એકાતવાદમાં આવતા દોષોનો આ અનેકાન્તવાદ માનવા વડે પરિહાર થાય છે. તથા તમારા વડે વિરોધી અનેક અવયવ આધારતા સ્વીકારવામાં પરસ્પર વિરૂદ્ધધર્મોનો યોગ થઈ જશે ઇત્યાદિ જે દોષો તમારા વડે અપાયા, તે સઘળા દોષો એકાત વિરોધી અવયવો સ્વીકારીએ તો આવે પરંતુ કથંચિ વિરૂદ્ધધર્મવાળો અવયવી અમારાવડે સ્વીકારાય છે. તેથી કોઈ દોષો આવતા નથી. કારણ કે અનેક અવયવોથી બનેલો એવો તે અવયવી પણ કથંચિત્ અનેકરૂપ છે જ. જો કે અવયવી અવયવીરૂપે એક છે, અને તેમાં અવયવો અનેક છે, તથાપિ તે બન્ને તાદામ્ય હોવાથી (અભિન્ન હોવાથી) અવયવો અનેક હોવાના કારણે અવયવી પણ અનેકરૂપ છે એમ માની શકાય છે.
જેમ કે “પટાત્મક” એક જ અવયવીમાં તસુ આત્મક અવયવો અનેક છે. તથા તે અવયવો કોઈ નીલા, (તનું સ્વરૂ૫) કોઈ પીળા, કોઈ શ્વેત, કોઈ લાલ અને કોઈ કાળા એમ ભિન્ન ભિન્ન વર્ણની અપેક્ષાએ પરસ્પર વિરોધી પણ છે, છતાં તસુભાવે અવિરોધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org