________________
બ્રહ્મવાદીના મતનું ખંડન
૧૬ ૭
આ પ્રમાણે શૂન્યવાદી બૌધ્ધની સાથેની ચર્ચા સમાપ્ત કરી ઘટ-પટાદિ ણેય પદાર્થો અને તેનું ગ્રાહક જ્ઞાન સત્ છે એમ સિધ્ધ કર્યું.
अथ ब्रह्मवादिवावदूका वदन्ति - युक्तं यदेषः सकलापलापी पापीयानपासे, आत्मબ્રહUતાત્ત્વિવચ સત્તાત્ | ર ર-નરત્ન-સાત-સાત-પ્રિયાત્મ-દિત્તાત્ર-તાત્ર-તત્રप्रवाल-प्रमुखपदार्थसार्थेऽप्यहमहमिकया प्रतीयमानः कथं न पारमार्थिकः स्यात् ? इति वक्तव्यम् । तस्य मिथ्यारूपत्वात् । तथाहि - प्रपञ्चो मिथ्या, प्रतीयमानत्वात् । यदेवं तदेवं, यथा शुक्तिशकले कलधौतम् । तथा चायम्, तस्मात् तथा ॥
સત્યં બ્રા નર્ભિથ્થા” બ્રહ્મ એ જ સત્ય છે અને સમસ્ત જગતું મિથ્યા છે, એવું માનનારા વાવતૂ = બોલકા-અર્થાત્ વાચાળ એટલે કે વાયડા એવા બ્રહ્મવાદીઓ હવે કહે છે કે હે જૈનો! જે આ સકલવસ્તુનો અપલાપ કરનારો અને તે જ કારણથી પાપિઇ એવો બૌધ્ધ દૂર કરાયો તે ઘણું જ સારું થયું છે. કારણ કે ઘટપટાદિની સાથે તે સર્વનો અપલાપ કરતો હોવાથી સત્ય એવા બ્રહ્મનો પણ અપલાપ કરતો હતો. માટે તમે તેનું ખંડન કર્યું તે બહુ જ યોગ્ય કર્યું છે. (વાપીવાન્ = પાપિ અને અપાશે = દૂર કરાયો
પ = ઉપસર્ગ મામ્ = ધાતુ પરોક્ષભૂતકાળ કર્મણિ). ખરેખર પારમાર્થિક એવું આત્મબ્રહ્મ જગતુમાં અવશ્ય વિદ્યમાન છે. (માટે સર્વશૂન્યતા નથી.)
સરલ, સાલ, રસાલ, પ્રિયાલ, હિનતાલ, તાલ, તમાલ, પ્રવાલ વિગેરે (આ બધાં જુદી જુદી જાતનાં વૃક્ષો છે) પદાર્થોનો સમૂહ- હું પણ જગતમાં છું, હું પણ જગતમાં છું, ઇત્યાદિ પોત પોતાના સ્વરૂપને પ્રદર્શિત કરવા વડે જે પ્રત્યક્ષ પ્રતીયમાન છે. તે સરલાદિ વૃક્ષાત્મક પદાર્થો પારમાર્થિક સત્ય પદાર્થ નથી - મિથ્થારૂપ છે એમ કેમ કહી શકાય? આવી શંકા કરવી નહીં. કારણ કે ત = તે પદાર્થસાર્થ મિથ્થારૂપ છે. આ વાત હવે પછી જણાવાતા અનુમાનથી સાબિત થાય છે.
તે અનુમાન આ પ્રમાણે છે - પ્રપંચ (જગતના ઘટપટાદિ પદાર્થો-), મિથ્થારૂપ છે (સાધ્ય), પ્રતીયમાન હોવાથી (હેતુ), જે જે આવા પ્રકારના છે (પ્રતીયમાન છે) તે તે મિથ્યારૂપ જ હોય છે. (આ અન્વયેવ્યાપ્તિ છે), જેમ કે શક્તિના ટુકડામાં રૂપાનું જ્ઞાન (આ અન્વય દૃષ્ટાત), આ ઘટ-પટાદિ પદાર્થોનો પ્રપંચ પણ તેવો છે (પ્રતીયમાન છે) આ ઉપનય સમજવો. તેથી આ પ્રપંચ પણ તેવો છે અર્થાત્ મિથ્યા રૂપ છે આ નિગમને જાણવું. આ પ્રમાણે પંચાવનાત્મક પરાથનુમાનથી જગતું મિથ્યા છે તે સિધ્ધ થાય છે, તેથી આત્મબ્રહ્મ એ જ તાત્ત્વિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org