________________
૧ ૬૬
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
મર્યાદિત ક્ષેત્રમાં રહેલા, અને સમકાલમાં રહેલા પદાર્થને જ જાણવાવાળું અમારૂં પ્રત્યક્ષ જ્ઞાન છે. તથા અમારું સ્મરણાત્મક જે જ્ઞાન થાય છે તે જ્ઞાન અતીતકાળનું થાય છે, તેથી તે જ્ઞાન પદાર્થના અસમકાલભાવી છે. વળી શબ્દજ્ઞાન (આગમજ્ઞાન) અને અનુમાનજ્ઞાન સૈકાલિક અર્થનું પણ થાય છે. એટલે વર્તમાનકાલવિષયક આ બે જ્ઞાનો અર્થના સમકાલીન છે, અને ભૂત-ભાવિવિષયક આ બે જ્ઞાનો અર્થના અસમકાલીન પણ છે.
તથા વળી “આ જ્ઞાન સાકાર માનશો કે નિરાકાર” ઇત્યાદિ તમે જે પક્ષો રજુ કર્યા હતા, ત્યાં પણ અમે બન્ને પક્ષો સ્વીકારીએ છીએ, છતાં અમને અતિવ્યાપ્તિ આવતી નથી, કારણ કે એકલું નિરાકાર જ્ઞાન માનીએ તો સમસ્ત જ્ઞય સમાન હોવાથી સમસ્તત્તેયને જણાવવાની અતિવ્યાપ્તિની આપત્તિ આવે, પરંતુ અમે જૈનો એકલું નિરાકારજ્ઞાન કહેતા નથી. સાકાર પણ માનીએ છીએ તથા સાકાર માનવા છતાં ઘટ-પટ આદિ શેય પદાર્થોમાં જે આકૃતિ છે તે આકૃતિ ઘટ-પટમાંથી ઉડીને જ્ઞાનમાં આવે એવું અમે માનતા નથી કે જેથી અમને તમે આપેલા દોષો આવે ! જો અમે એમ માનીએ તો ઘટ-પટાદિ શેયપદાર્થો નિરાકાર-અમૂર્ત બની જાય, અને જ્ઞાન સાકાર-મૂર્તિ બની જાય. આવી આપત્તિ આવે. પરંતુ એવું અમે સાકારપણુ કહેતા નથી. ફક્ત તે તે શેયવસ્તુને ગ્રહણ કરવાના (જાણવાના) પરિણામરૂપ જે શક્તિસ્વરૂપે આકાર જ્ઞાનમાં છે તેને અમે સ્વીકારીએ છીએ. જેમ નેત્રમાં તથા દર્પણમાં શેયનું પ્રતિબિંબ માત્ર પડે છે, તેની જેમ જ્ઞાનમાં શેયનું પ્રતિબિંબ માત્ર પડે છે. તેથી જ્ઞાન તે તે શેયને જાણવામાં માત્ર પ્રવર્તે છે, તે પ્રતિબિંબ શક્તિસ્વરૂપ આકારમાત્ર અમે સ્વીકારીએ છીએ.
આવા પ્રકારનો આ શક્તિસ્વરૂપ આકાર પોતાના જ્ઞાનાવરણીયકર્મ, અને વર્યાન્તર કર્મના ક્ષયોપશમ વિશેષના વશથી નિયતપણે જ પ્રવર્તે છે. બાકીના તમારા વડે કહેવાયેલા વિકલ્પોના, (નિકુટુંબ) સમૂહ રૂ૫, (મ્બરે) આડંબરની બાબતમાં તે વિકલ્પોનો અસ્વીકાર (તિરસ્કાર=) કરવો એ જ અમારો ઉત્તર છે.
હે બૌધ્ધ ! તે આ શૂન્યતા ખંડિત થઈ ગઈ છે અને આ ચારે દિશાઓ (અને દિશાઓના ઉપલક્ષણથી ઘટ-પટ આદિ સમસ્ત જ્ઞયપદાર્થો) જગતમાં અસ્તિત્વરૂપે વસે છે, વિદ્યમાન છે, સતું છે. અત્યાર સુધી જગત્ શૂન્ય છે એમ માનીને બંધ રાખેલી તારી બન્ને આંખો હવે જગત્ના પદાર્થો સત્ છે એમ સિદ્ધ થવાથી લાંબા કાળથી કૌતુકને જોવા ઉત્સુક છે. તે બન્ને નેત્રોને તું જલ્દી ખોલ, નેત્રોને ઉઘાડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org