________________
૧૬૩
બૌદ્ધના શૂન્યવાદનું ખંડન જ અપેક્ષાએ પિતા-પુત્ર એમ બન્ને કહીએ તો વિરોધ જરૂર આવે. પરંતુ તે જ પુરૂષને તેના પિતાની અપેક્ષાએ પુત્ર, અને તેના પુત્રની અપેક્ષાએ પિતા એમ પિતા-પુત્ર બે કહેવામાં આવે તો કોઈ પણ જાતનો વિરોધ ન આવે. પરંતુ ઉલટો યથાર્થ સમન્વય થાય, તેમ અહીં અણુ-સંયોગ વચ્ચે પણ સમજવું.
તથા વળી “પ્રમાણ અને પ્રમેય જેવું કંઈ તત્ત્વ જ નથી” એવું તારાવડે જે બોલાય છે તે વચન એક જ છે, તો પણ તારા મતને સાધનાર હોવાથી સ્વની અપેક્ષાએ સાધક છે. અને તારાથી અન્યદર્શનકારો (જેમ કે અમે જૈનાદિ) તારા મતને તોડનાર હોવાથી પરની અપેક્ષાએ બાધક છે. એમ એક જ વચન સ્વ-પરની અપેક્ષાએ સાધક-બાધક એમ ઉભય ભાવવાળું- કથંચિહ્વાદ (અપેક્ષાવાદ-સ્યાવાદ) વાળું છે. એમ તારા વડે સ્વીકારાયું જ છે, માટે કથંચિહ્વાદ એ યથાર્થસમન્વય કરનાર વાદ છે. ____ याऽपि परमाणोः षडंशतापत्तिरुक्ता, साप्ययुक्ता, यतो अत्रांशशब्दस्य संबन्धनिबन्धनशक्तिस्वरूपोऽर्थो विवक्ष्येत, अवयवलक्षणो वा ? न प्राच्ये प्रसङ्गः संगतः । तथास्माभिस्तदभ्युपगमात् । द्वितीये तु, नास्त्यविनाभावः, तत्तच्छक्तिमात्रेणैव तत्तत्परमाणुसंबन्धस्य प्रतिषेधुमशक्यत्वात् ।
यदपि “निराधार" इत्यादि न्यगादि, तत्रापि कथञ्चिविरोध्यविरोध्यनेकावयवाविष्वग्भूतवृत्तिरवयव्यभिधीयते । तत्र च यद् विरोध्यनेकावयवाधारतायां विरुद्धधर्माध्यासनमभ्यधायि, तत् कथञ्चिदुपेयत एव तावत्, अवयवात्मकस्य तस्यापि कथञ्चिदनेकस्यत्वात् । यच्चोपन्यस्तम् - "सामस्त्येन एकदेशेन वा" इत्यादि, तत्रापि विकल्पद्वयानभ्युपगम एवोत्तरम्, अविष्वग्भावेनावयविनोऽवयवेषु वृत्तेः स्वीकारात् ॥
તથા વળી પરમાણુઓનો સંયોગ માનવાની બાબતમાં એક પરમાણુનો બીજા અન્ય પરમાણુઓની સાથે સર્વથા સંયોગ કે એકદેશથી સંયોગ? અને તેમાં પણ જો એકદેશથી સંયોગ માનીએ તો છએ દિશાના છ પરમાણુઓનો સંયોગ થવાથી એક પરમાણુની પતંશતા આવી જવાની જે આપત્તિ તમારાવડે અમને કહેવાઈ હતી તે પણ અયુક્ત જ છે. કારણ કે અહીં જે “અંશ” શબ્દ તમે વાપર્યો છે તે અંશ શબ્દનો અર્થ તમે શું કરો છો ? બે પરમાણુઓનો પરસ્પર સંબંધ થવામાં કારણભૂત એવી જે શક્તિ, તે શક્તિસ્વરૂપ અર્થ અંશનો કરો છો કે અવયવ રૂપે (એક ભાગે) પરસ્પર સ્પર્શવારૂપ અર્થ કરો છો ?
હવે જો પહેલો પક્ષ કહો તો, અંશનો શક્તિસ્વરૂપ અર્થ કરો તો, અમને કોઈ પણ જાતના દોષની આપત્તિનો પ્રસંગ આવતો નથી કારણ કે અમારા વડે તેવા પ્રકારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org