________________
બૌદ્ધના શૂન્યવાદનું ખંડન
૧૬ ૧
શૂન્યતાને સ્વીકારતો એવો આ બૌધ્ધ હે સ્વામિનું! દુઃશક્ય એવાં સાહસો કરવામાં જ એકરસિક હોય એમ હું કલ્પ છું (માનું છું).
શૂન્યવાદી - મેં ઉપર મુજબ જે જે પક્ષો બતાવ્યા, અને તે તે પક્ષોમાંના કોઈપણ પક્ષો સ્વીકારો તો શું શું દોષો આવે છે તે પણ મેં ઉપર જણાવ્યું છે. તેથી આ પ્રમાણે વિચારણા કરતાં જ્યારે કોઈ પણ પદાર્થ છે એમ માનવાની વાત કોઈ પણ (રીતે યુકિતની) સંગતિને પામતી નથી ત્યારે “સર્વશૂન્ય માનવું એ જ એક તત્ત્વ” છે એમ સ્થિર થાય છે. માટે શૂન્યતા જ શ્રેયસ્કર છે.
જૈનાચાર્ય :- તમારું આ સઘળું કથન, પ્રબળ સાંકળથી જકડાયેલા છે પગ જેના એવા પુરૂષને, કૂદવાના ઉત્સાહના અભ્યાસ તુલ્ય છે. અર્થાત્ જકડાયેલા પગવાળો જેમ કૂદવાની ઈચ્છા કરે પરંતુ તે મનોરથ માત્ર છે, તેમ તારી ઉપરોક્ત સર્વ વાત મનોરથમાત્ર છે. બોલવા માત્રથી કંઈ તારી વાત સિદ્ધ થઈ જતી નથી. તે આ પ્રમાણે -
તે જે એમ કહ્યું કે “વિચાર કરતાં” પદાર્થ ઘટતો નથી. ત્યાં અમે તને પુછીએ છીએ કે “વિચાર” એ કોઈ વસ્તુ છે કે શૂન્યરૂપ છે? જો વિચાર વસ્તુરૂપ છે, તો વિચાર એ પણ એક પદાર્થ છે. આમ માન્ય કરવાથી) તારી માનેલી સર્વશૂન્યતા કેમ સિદ્ધ થશે? અને જો વિચાર અવસુસ્વરૂપ મિથ્યા છે તો પણ (જેમ આકાશપુષ્પથી કંઈ સિદ્ધ ન થાય તેમ) સર્વથા અસતુ એવા તે વિચારથી પણ સર્વશૂન્યતા કેમ સિદ્ધ થશે ? માટે ઉભયથા તારી વાત અનુચિત છે.
न च तवामून्यर्थज्ञानदूषणान्यपि सूपपादानि, यस्मादुभयस्वभाव एवार्थ, इति नः पक्षः । न चाणुभ्यः स्थूलोत्पादः सर्वत्र स्वीक्रियते, यतस्तत्कार्यकारणभावमात्रवित्रासनेनार्थकथा विश्राम्येत् । स्थूलादपि सूत्रपटलादेः स्थूलस्य पटादेः प्रादुर्भावविभावनात् । आत्माऽऽकाशादेरपुद्गलकार्यत्वकक्षीकाराच्च । यत्र पुनरणुभ्यस्तदुत्यत्तिः, तत्र तत्तत्कालादिसामग्रीसव्यपेक्षक्रियावशात् प्रादुर्भूतं कथञ्चित्पृथग्भूतं संयोगातिशयमपेक्ष्येयमविरुद्धैव ।
केवलं कथञ्चिदिति किञ्चन त्वच्चेतस्तुदति । तत्रेयं प्रतिक्रिया- एकेनैव हि रूपेण भेदाभेदयोरभिधाने विरोधनिरोध: स्यात् । न चैवमिह, पयार्यपतया भेदस्य, द्रव्यरूपतया चाभेदस्य भणनात् । त्वयापि च "प्रमाणप्रमेयतत्त्वं नास्त्येव" इत्येकमेव वचनं स्वपरपक्षावपेक्ष्य साधकं बाधकं वा कक्षीकृतमेव ।
તથા વળી પદાર્થ અને જ્ઞાનને માનવા સંબંધી તમારા દ્વારા રજુ કરાયેલાં દૂષણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org