________________
બૌદ્ધના શૂન્યવાદનું ખંડન
ચતુર માણસોના ચિત્તના વિષયમાં કંઈ બેસતું નથી. એટલે કે જેમ પદાર્થ સિદ્ધ થતો નથી તેમ પદાર્થને જણાવનારૂં જ્ઞાન પણ સિદ્ધ થતું નથી. તેથી જ્ઞાન અને જ્ઞેય એમ બન્ને ન હોવાથી સર્વશૂન્યતા જ છે એમ માનવું જોઈએ. એ જ સાચું પારમાર્થિક તત્ત્વ છે, એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જ્ઞાતા-શેય-જ્ઞાન અને જ્ઞપ્તિ આદિ સર્વ વસ્તુઓનો અપલાપ કરનારા સર્વશૂન્યવાદીબૌદ્ધે કલ્પેલા વિકલ્પોનો સંક્ષેપ પૂર્ણ થયો. હવે જૈનાચાર્યશ્રી તે વાદીના વિકલ્પોનો પ્રત્યુત્તર આપે છે.
तदेतदखिलमनल्पपलालपूलकूटकल्पमप्रतिमोत्तरकृशानुकणमात्रसाध्यम्, तथाहि इदं प्रमाणमूल-मालप्येत अन्यथा वा ? अन्यथा चेत् ? उत्तिष्ठोत्तिष्ठ, तर्हि कथमकृथाः प्रामाणिकपर्षदीह प्रवेशम् । प्रमाणमूलं चेत्, तत् प्रमाणमर्थस्पं, ज्ञानरूपं वा भवेत् । इत्यादिस्वमार्गणैरेव मर्माविद्भिर्विद्धः कथमुछ्वसितुमपि शक्रोषि ? कथं च प्रमाणमभ्युपगमे शून्यसिद्धिः । शून्यरूपमेव प्रमाणमिति चेत् तर्हि शून्यतासिद्धिरपि शून्यैव । इति न शून्यसिद्धिः स्यात् । अभ्यधिष्महि च
शून्ये मानमुपैति चेद् ननु तदा शून्यात्मता दुःस्थिता । नो चेत् तर्हि तथाऽपि किं न सुतरां शून्यात्मता दुःस्थिता ॥ वन्ध्या मे जननीत्यमुष्य सदृशीमप्याश्रयन् शून्यतां । શઠ્ઠું દુઃશમા સૈસિર્વા: સ્વામિન્ ! સૌ સૌવત: પ્રા अथेत्थमेव विचारयतां यदा न किञ्चित् संगतिं गाते, तदा शून्यमेव तत्त्वमवतिष्टत इति चेत् - तदेतत् प्रबल शृङ्खलस्खलितांड्रेरुत्प्लवनप्रागल्भ्याभ्यसनम् । यतः विचारो वस्तुरूपचेत् किं सिध्येत् सर्वशून्यता । विचारोऽवस्तुरूपश्चेत् किं सिध्येत् सर्वशून्यता ॥ १ ॥
૧૫૯
Jain Education International
-
સર્વ અપલાપી શૂન્યવાદી એવા બૌધ્ધનું તે આ સઘળું કથન ઘણા ઘાસના પૂળાઓના રાશિ સમાન છે કે જે અનુપમ ઉત્તર રૂપી અગ્નિના કણમાત્રથી જ સાધ્ય છે. અર્થાત્ ઘાસના પૂળાઓનો સમૂહ ભલે લાખોનો હોય તો પણ તેમાં ચંપાયેલા એક નાના આગના કણમાત્રથી તે લાખો પૂળા બળીને ભસ્મ થઈ જાય છે. તેવી જ રીતે તે બૌધ્ધના કરાયેલા વિકલ્પો ગમે તેટલા ઘણાં છે અર્થાત્ લાખોની સંખ્યામાં બહુ છે. તો પણ હવે અમારા વડે અપાતો આ અનુપમ ઉત્તર રૂપી આગનો એક કણીઓ પણ તેને બાળીને ભસ્મ કરી નાખે છે. તે આ પ્રમાણે -
હે બૌધ્ધ ! તમારા વડે જે કંઈ આ બોલાયું તે આ સઘળું કથન શું પ્રમાણપૂર્વક
For Private & Personal Use Only
www.jainelibrary.org