________________
૧૬૦
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
કલ્પાયું છે કે અન્યથા ? જો અન્યથા કલ્પાયું છે એટલે કે પ્રમાણ વિના (ગમે તેમ ઈચ્છામુજબ) કલ્પાયું છે તો તે બૌધ્ધ ! ઉભો થા, ઉભો થા, અહીંથી બહાર જા, કારણ કે જો પ્રમાણ જ ન માનતો હોય તો પ્રામાણિકપુરૂષોની પર્ષદામાં તે પ્રવેશ કેમ કર્યો છે? આ સભા જ પ્રામાણિક પુરૂષોની છે. જે વાદી પ્રમાણપૂર્વક વાત રજુ કરે તેની ચર્ચા હોઈ શકે, વિના પ્રમાણે મન ફાવે તેમ બબડાટ કરે તેનાં બોલાયેલાં વાક્યોની ચર્ચા જ ગાંડા માણસના બોલાયેલા વાક્યોની જેમ હોઈ ન શકે માટે પ્રમાણ ન માને તો તું અહીંથી ઉભો થા.
હવે જો આ બધુ તારૂં વચનોચ્ચારણ પ્રમાણપૂર્વક છે, એમ જ કહેશો તો તે પ્રમાણ શું અર્થસ્વરૂપ માનશો કે જ્ઞાનસ્વરૂપ માનશો ? (અર્થસ્વરૂપ માનશો તો અણુરૂપ માનશો કે સ્થૂલ માનશો કે ઉભય માનશો કે અનુભય માનશો ? જ્ઞાનરૂપ માનશો તો પણ અર્થસમકાલ માનશો કે ભિન્નકાલવર્તી માનશો?) ઈત્યાદિ તારાવડે જે વિકલ્પો અમારી સામે રજુ કરીને અમારી વાતનો ઘાત કરાયો. તેવી જ રીતે મર્મને ચોતરફથી વિંધનારા તારા પોતાના જ (વિકલ્પોરૂપી) બાણો વડે વિંધાયો છતો તું શ્વાસ લેવાને પણ શક્તિમાનું રહીશ નહીં. તથા વળી પ્રમાણનો સ્વીકાર કરાયે છતે જો પ્રમાણ અર્થસ્વરૂપ હોય તો અર્થની શૂન્યતા ઉડી જાય છે. અને જો પ્રમાણ જ્ઞાનસ્વરૂપ હોય તો જ્ઞાનની શૂન્યતા ઉડી જાય છે. એટલે તારી માનેલી શૂન્યતાની સિદ્ધિ કેમ થશે ? અર્થાત્ શૂન્યતાની સિદ્ધિ થશે
નહીં.
- હવે કદાચ તું એમ કહે કે મારૂ માનેલું આ પ્રમાણ પણ શૂન્યરૂપ જ છે એમ જો કહીશ તો તારી માનેલી આ શૂન્યતાની સિદ્ધિ પણ શૂન્ય જ થશે. અર્થાત્ શૂન્યતા પણ શૂન્યરૂપ જ બનશે. એટલે હકીકતથી શૂન્યતા નથી જ એમ પણ કેમ ન મનાય ! તેથી શૂન્યતાની સિદ્ધિ થતી નથી.
ટીકાકાર શ્રીરત્નપ્રભાચાર્યજી પોતે જ જણાવે છે કે અમે જ અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે
શૂન્યતા સિદ્ધ કરવામાં જો માનને (પ્રમાણને) શૂન્યવાદી સ્વીકારે તો (પ્રમાણ નામનો પદાર્થ સ્વીકારેલો હોવાથી) શૂન્યાત્મતા સિદ્ધ થવી દુષ્કર બનશે, અને જો માનને (પ્રમાણને) ન સ્વીકારે તો (પ્રમાણ વિનાની વાત વિદ્વાનોને મૂર્ખવાણીની જેમ અમાન્ય હોવાથી) શૂન્યતાત્મતા સિદ્ધ થવી વધારે દુષ્કર કેમ ન બને ? અર્થાત્ શૂન્યતા સિદ્ધ થવી વધારે જ દુષ્કર બનશે, માટે “મારી માતા વધ્યા છે “ઇત્યાદિ અસંભવિત વાક્યરચના સરખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org