________________
૧૬ ૨
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
પણ સૂપપાદ નથી. અર્થાત્ યુક્તિસંગત નથી, કારણ કે તમે જે પ્રથમ અણુરૂપ, સ્થૂલરૂપ, ઉભયરૂપ, અને અનુભયરૂપ એમ ચાર પક્ષો અમારા ખંડન માટે પાડેલા, તેમાંથી ઉભય સ્વભાવવાળો જ પદાર્થ છે. એમ અમારો (જૈનોનો) પક્ષ છે. એટલે ઉપરોકત ચાર પક્ષોમાંથી ત્રીજો પક્ષ જ અમને માન્ય હોવાથી શેષ ત્રણ પક્ષોને માનવામાં આપેલા દૂષણોનો ઉત્તર અમારે હવે આપવાનો રહેતો જ નથી, કારણ કે એ ત્રણ પક્ષો અમને માન્ય નથી. સંસારના તમામ પદાર્થો અણુરૂપ પણ છે અને સ્કૂલરૂપ પણ છે અર્થાત્ ઉભયાત્મક છે એમ અમે માનીએ છીએ.
ઉભયાત્મક જગતુ છે એમ માનવામાં પણ માત્ર અણુઓથી જ સ્થૂલ કાર્ય ઉત્પન્ન થાય છે એવું અમારૂં સર્વત્ર માનવું નથી કે જેથી તે અણુ અને સ્કૂલની વચ્ચે તમારા વડે કરાયેલા કાર્ય-કારણભાવના ખંડન માત્રવડે પદાર્થની કથા સમાપ્ત થઈ જાય. અમે જૈનો અણુઓથી કયણુકાદિ કાર્ય ઉત્પન્ન થાય એમ પણ માનીએ છીએ, અને સ્થૂલ એવા સૂત્ર પટલાદિ (તતુસમૂહ) થી સ્થૂલ એવા પટાદિ કાર્ય ઉત્પન્ન થાય એમ પણ માનીએ છીએ તથા આત્મા અને આકાશાદિ પદાર્થો પુદ્ગલના કાર્યરૂપી નથી એમ પણ માનીએ છીએ. વળી જ્યાં અણુઓના સમૂહથી કયણુકાદિ તે તે સ્થૂલકાર્યની ઉત્પત્તિ માનેલી છે ત્યાં પણ તે તે કાલાદિ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવાદિ અથવા કાળ-સ્વભાવ-નિયતિ પુરૂષાર્થ વિગેરે) સામગ્રીની અપેક્ષાપૂર્વકની ક્રિયાના વશથી પ્રગટ થયેલો, અને અણુઓથી કથંચિત્ ભિન્ન એવો, જે “સંયોગ” નામનો અતિશય વિશેષ છે તેની અપેક્ષાએ આ ઉત્પત્તિ અવિરૂદ્ધ જ છે. તમારા કલ્પાયેલા પક્ષોમાંથી ઉભયરૂપ - કારણભૂતપરમાણુ - સાતિશય - સંયોગપૃથભૂત-કથંચિ-સંબદ્ધ - તાદાભ્ય નામનો પક્ષ અમને જૈનોને માન્ય છે. સંયોગ નામનો અતિશય દ્રવ્ય-ક્ષેત્રાદિથી ઉત્પન્ન થાય છે. અને ગુણ હોવાથી અણુઓથી કથંચિત્ ભિન્ન છે. એકાન્તભિન્ન નથી. ગુણ-ગુણી વચ્ચે તાદામ્ય સંબંધ હોય છે. જેને કથંચિત્ ભિન્ન સંબંધ કહેવાય છે. એક દ્રવ્ય અને બીજો ગુણ હોવાથી ભિન્ન પણ છે અને ગુણો ગુણીમાં વ્યાપીને જ રહે છે માટે કથંચિદ્ અભિન્ન પણ છે. સાપેક્ષભાવે ઉભય માનવામાં કંઈ દોષ નથી.
પરંતુ અમે “કથંચિ” શબ્દનો પ્રયોગ જ્યારે કરીએ ત્યારે તેટલા માત્રથી ફક્ત તારા ચિત્તમાં કંઈ પણ ખેદ થતો હોય = તારૂં ચિત્ત દુભાતુ હોય તો તેની આ પ્રતિક્રિયા છે (તેનો અમે આ ઉપાય સમજાવીએ છીએ) કે જો એક જ રૂપે ભેદ અને અભેદ સમજાવાય તો જ વિરોધ રૂ૫ બાધક દોષ આવે, પરંતુ અમે એમ કહેતા નથી, પર્યાયરૂપે ભેદ કહીએ છીએ, અને દ્રવ્યરૂપે અભેદ કહીએ છીએ. જેમ એક પુરૂષને તેના પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org