________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
અને જો ગ્રાહ્ય એવો પદાર્થ સિદ્ધ ન થાય તો તે પદાર્થનો અભાવ હોતે છતે તેના ગ્રાહક તરીકે માનેલું જ્ઞાન પણ તેમ જ છે એમ સમજવું. અર્થાત્ અસિદ્ધ જાણવું. આ રીતે આ સંસારમાં ગ્રાહ્ય અને ગ્રાહક કોઈ તત્ત્વ છે જ નહીં.
किञ्च, एतदर्थसमकालम्, तद्भिन्नकालं वा तद्ग्राहकं कल्प्येत ? प्राक्कल्पनायाम्, त्रिलोकीतल्पोपगता अपि पदार्थास्तत्र प्रथेरन्, समकालत्वाविशेषात् । तदग्र्यप्रकारे तु, निराकारं साकारं वा तत् स्यात् । प्रथमे, प्रतिनियतपदार्थपरिच्छेदानुपपत्तिः । द्वितीये तु किमयमाकारो व्यतिरिक्तः, अव्यतिरिक्तो वा ज्ञानात् ? । अव्यतिरेके, न कश्चिदाकारो નામ, तथा च निराकारप्रकारप्रकाशित: परिहारः । व्यतिरेके चिद्रूपः, अचिद्स्पो वाऽयं भवेत् ? चिद्स्मश्चेत् - तदानीमाकारोऽपि वेदकः स्यात् । तथा चायमपि निराकारः साकारो वा तद्वेदको भवेत् । इत्यावर्तनेनानवस्था । अथाऽचिद्रूप किमज्ञातः ज्ञातो वा तज्ज्ञापकः स्यात् । प्राचीने, चैत्रस्येव मैत्रस्याऽप्यसौ तज्ज्ञापकः स्यात् । तदुत्तरे तु, "निराकारेण साकारेण वा ज्ञानेन तस्याऽपि ज्ञानं स्यात्" इत्याद्यावृत्तावनस्थै । इि न ज्ञानमपि किञ्चिच्चतुरचेतोगोचरे संचरति । ततः सर्वशून्यतैव परं तत्त्वमवास्थित । इति सर्वापलापिविकल्पसंक्षेपः ॥
૧૫૭
ઉપર કરેલી વિસ્તૃત ચર્ચાથી “પદાર્થ” જેવું કોઈ તત્ત્વ જ નથી, એમ સિદ્ધ થયું. હવે જો પદાર્થ જ ન હોય તો તે પદાર્થને જણાવનારૂં જ્ઞાન તો હોય જ ક્યાંથી ? તેથી ગ્રાહ્યના અભાવે ગ્રાહક એવા જ્ઞાનનું આપોઆપ ખંડન થઈ જ જાય છે, છતાં આ વાક્યપ્રબંધમાં જ્ઞાનનું ખંડન પણ યુક્તિથી સમજાવાય છે કે તંત્ = આ જ્ઞાન શું અર્થના સમકાલમાં તેનુ ગ્રાહક બને ? કે અર્થથી ભિન્નકાળમાં તેનું ગ્રાહક બને ? આ બે પક્ષોમાં તમારાવડે શું કલ્પાય છે ? જો પ્રથમપક્ષની કલ્પના કરો તો જેમ ઘટ-પટ પદાર્થો ચક્ષુ સામે વિદ્યમાન છે અને તેનું જ્ઞાન થાય છે. તે જ રીતે ત્રણે લોકરૂપી શય્યા ઉપર રહેલા એવા સઘળા પદાર્થો પણ તે જ્ઞાનમાં પ્રકાશિત થવા જોઈએ. કારણ કે “સમકાલત્વ’’ નિકટના પદાર્થોમાં જેવું છે તેવું જ દૂર-દૂરતર પદાર્થોમાં પણ “સમકાલત્વ’ અવિશેષ છે.
હવે જો તેના પછીનો બીજો પક્ષ કહેશો તો, એટલે કે પદાર્થથી ભિન્નકાલમાં જ્ઞાન તેનું ગ્રાહક થાય છે એમ જો કહેશો તો શું તે જ્ઞાન નિરાકાર હોતે છતે તે પદાર્થનું ગ્રાહક થાય છે કે સાકાર હોતે છતે તે પદાર્થનું ગ્રાહક થાય છે ? જો “નિરાકાર” વાળો પ્રથમ પક્ષ કહો તો પ્રતિનિયત (અમુક ચોક્કસ) પદાર્થના પરિચ્છેદની અનુપપત્તિ જ થશે કારણ કે નિરાકારતા હોવાથી અમુક ચોક્કસ આ ઘટ જ છે. આ પટ જ છે એવો પ્રતિનિયત પદાર્થનો બોધ તેના આકાર વિના કેમ સંભવે ? હવે જો “સાકાર' વાળો બીજો પક્ષ કહો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org