________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
૧૫૫
તેથી અવયવી પણ અનેકઅંશવાળો થયો તેથી સાંશ થઈ જશે પરંતુ નિરંશ રહેશે નહી. અથવા હવે કદાચ તમે એમ કહેશો કે સારૂં, અમે અવયવીને નિરંશ ન માનતાં સાંશ માની લઈશું. તો તો અમને આ દોષ નહી આવે ને? જો આવું કહેશો તો એટલે અવયવીને સાંશ માનશો તો નક્કી થાય છે કે અવયવોમાં વર્તનારો અવયવી પોતે અંશોવાળો છે. તે અંશો પણ તે અવયવીથી શું ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન માનશો તો ફરીથી પૂર્વની જેમ જ પક્ષો થવાથી અનવસ્થા દોષ આવશે ? જેમ આ અવયવોમાં વર્તનારો અવયવી ભિન્ન માનો તો એકેક અવયવમાં આ અવયવી સામત્યેન વર્તે છે? કે એકદેશેન વર્તે છે ? ઇત્યાદિ વિકલ્પો ઉપર બતાવ્યા તેવી જ રીતે સાંશ માનેલો તે અવયવી અનેકઅંશમાં વૃત્તિવાળો થયો, તેવા પ્રકારના અનેક અંશોમાં વર્તતો એવો એક અવયવી શું સામત્યેન વર્તે છે ? કે એકદેશથી વર્તે છે ? ઇત્યાદિ પૂર્વોક્ત જ વિકલ્પોનું અનતિક્રમણ થવાથી અર્થાત્ તે જ વિકલ્પો ફરીથી લાગવાથી અનવસ્થાદોષ આવશે, અને જો અંશોમાંથી અંશી અભિન્ન માનશો તો અંશો જેવું કોઈ તત્ત્વ જ નહી રહે. - અભિન્ન માનવાથી બન્ને એક જ થઈ જશે. આ પ્રમાણે પૂલ - અને સૂક્ષ્મ (કાર્યસ્થૂલ અને તેનું કારણ સૂક્ષ્મ-અણુ) એવા પ્રકારના ઉભયસ્વભાવવાળો પદાર્થ છે એ ત્રીજો પક્ષ પણ સંગતિના શિખરના સંગને પામતો નથી, અર્થાત્ નિર્દોષ નથી.
अनुभयस्वभावभेदोऽप्युपेक्षाक्षेत्रं प्रेक्षाणाम् । परमाणुस्थूलयोः परस्परप्रतिषेधात्मकत्वेनान्यतरप्रतिषेधे तदितरविधेरवश्यं भावात् । इति नार्थः कश्चिद्, विचारचूलामालम्बते ॥ तदभावे तद् ग्राहकतया सम्मतं ज्ञानमपि तथैव ॥
અનુભયસ્વભાવવાળો ચોથો પક્ષ પણ પંડિતપુરૂષોને સદા ઉપેક્ષાનો જ વિષય છે, કારણ કે પરમાણુપણું અને શૂલપણું પરસ્પર એકબીજાના પ્રતિષેધાત્મકપણે હોવાથી બેમાંથી ગમે તે એકનો પ્રતિષેધ કરો ત્યારે તેનાથી ઇતરનું વિધાન અવશ્ય થતું હોવાથી આ પક્ષ પણ સ્વીકાર યોગ્ય નથી. અર્થાત્ અનુભય એટલે બન્ને નહી, ત્યાં બન્નેના નિષેધમાં પરમાણુનો નિષેધ થયો એટલે સ્કૂલ છે એમ નક્કી થાય છે. અને સ્કૂલના નિષેધથી સૂક્ષ્મ છે એમ નક્કી થાય છે તેથી આ જગતું સૂક્ષ્મ-સ્કૂલ એમ ઉભયાત્મક છે એમ સાબિત થાય છે. અને આ ઉભયાત્મક પક્ષનું ખંડન હમણાં જ ઉપર કર્યું છે, માટે ચોથો પક્ષ પણ નિર્દોષ નથી. આ પ્રમાણે (૧) અણુરૂપ, (૨) સ્થૂલરૂપ, (૩) ઉભયરૂપ, કે (૪) અનુભયરૂપ એમ ચારે પક્ષોમાંના કોઈ પણ પક્ષથી પદાર્થ જેવી કોઈ વસ્તુ વિચારની ચતુરાઈને પામતી નથી. પદાર્થ જેવું કોઈ તત્ત્વ સિદ્ધ થતું જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org