________________
૧૫ ૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
અવિષ્યભાવ સંબંધ વડે આ બન્નેનો સંબંધ છે. એમ કહેવું પણ ઉચિત નથી. કારણ કે આ અવિષ્યભાવ સંબંધ થંચિત્ તાદાભ્યસ્વરૂપ છે. એટલે કે “અભેદસંબંધ રૂપ” છે. અને આ સંયોગતિશયને પરમાણુઓથી સર્વથા પૃથભૂત રૂપે હાલ માનેલો છે. માટે અવિધ્વભાવસંબંધ પણ તમે કહી શકશો નહિ. વળી આ અવિષ્યભાવ સંબંધને “કથંચિતું તાદામ્ય” રૂ૫ માનો તો તે પણ ઉચિત નથી, કારણ કે “આ કથંચિત્ શબ્દ” જ અંધકારમય પદ છે. જૈનોમાં વારંવાર બોલાતો આ કથંચિત્ શબ્દ છટકબારી જેવો હોવાથી અજ્ઞાનરૂપ અંધકારનું જ સ્થાન છે. ભેદાભેદ - નિત્યાનિત્ય - સામાન્ય - વિશેષ વિગેરે પરસ્પર વિરોધી બે ધર્મોને સ્વીકારવારૂપ જૈનોનો આ કથંચિત્ શબ્દ છે. પરંતુ ભિન્ન હોય તે અભિન્ન કેમ હોય અને અભિન્ન હોય તે ભિન્ન કેમ હોય? તેવી જ રીતે નિત્ય હોય તે અનિત્ય કેમ હોય ? અને અનિત્ય હોય તે નિત્ય કેમ હોય ? માટે પરસ્પર વિરોધી ધર્મોને સાથે માનનારો જૈનોનો આ કથંચિહ્વાદ એકલા વિરોધથી જ ભરેલો છે. માટે કથંચિત્ અવિષ્યભાવ માનવો એ વિરોધોના અવરોધોથી ઘણો દુર્ધર છે. (મિથ્યા છે).
તથા વળી આ “સંયોગ” રૂપ અતિશય જે જે પરમાણુઓમાં થાય છે, તે તે પરમાણુઓમાં સર્વાત્મના સંયોગ થાય છે કે એકદેશથી સંયોગ થાય છે ? અર્થાત્ એક પરમાણુ બીજા પરમાણુની સાથે સર્વથા જોડાય છે? કે એક બાજુના ભાગથી જોડાય છે? જો “સર્વાત્મના” રૂપ પહેલો પક્ષ કહો તો એટલે કે પરમાણુઓ અરસપરસ લોહ અને અગ્નિની જેમ સર્વથા એકમેક થાય છે એમ જો કહો તો પરમાણુઓ અંદર અંદર એકમેક થઈ જવાથી, અંદર અંદર સમાઈ જવાથી અણુઓનો પિંડ હોય (સમૂહ હોય) તો પણ તે એક અણુરૂપ જ બની જશે. બે પરમાણુઓનો પિંડ પણ એક પરમાણુ રૂપ બની જશે, ત્રણ-ચાર-પાંચ ઇત્યાદિ પરમાણુઓનો પિંડ પણ અણુમાત્રરૂપ બની જશે. સ્થૂલકાર્ય તો થશે જ નહીં.
- હવે જો “એકદેશથી” સંયોગ થાય છે એમ કહો તો કોઈ પણ એક પરમાણુ છે દિશાઓથી બીજા છ પરમાણુઓની સાથે એકી સાથે સંયોગ પામવાથી એક પરમાણુની પણ પડશતા માનવી પડશે. બોરથી ભરેલા ડબ્બામાં જેમ એક બોર આજુ-બાજુના ચારે દિશાના ચાર, ઉપર અને નીચે એકેક એમ છ બોરને સ્પર્શેલું છે તેની જેમ એક પરમાણુ ચાર દિશાના ચાર, તથા ઉપર-નીચે એકેક એમ છ દિશાના છ પરમાણુઓને તે તે ભાગથી સ્પર્શેલો-સંયોગ પામેલો કહેવાય તેથી એક પરમાણુની ષડંતા થાય. અને જો આ રીતે પરમાણુના પણ છ ભાગો થાય તો તે પરમાણુને પરમાણુ પણ કહેવાય નહિ પરંતુ સ્કંધ જ કહેવો પડે જેથી પરમાણુની તો કથા જ આથમી જાય. તેથી ઉપરોક્ત ચર્ચાના અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org