________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
૧૫૧
(૨) શું સમવાયવડે સંબંધ છે? (૩) શું તાદામ્યવડે સંબંધ છે? (૪) શું તદુત્પત્તિવડે સંબંધ છે ? કે (૫) શું અવિષ્યભાવપણા વડે સંબંધ છે? આ પાંચ પ્રકારના સંબંધોમાંથી તમે ક્યો સંબંધ કહેવા માગો છો ? તે કહો. (જે સંબંધ કહેશો તે તમામ પક્ષોમાં દોષો આવે છે તેથી એક પણ સંબંધ નિર્દોષપણે સંભવતો નથી, તે આ પ્રમાણે -
હવે “સંયોગતિશય અને પરમાણુઓ વચ્ચે” સંયોગ નામના સંબંધવડે સંબંધિતતા છે એમ જો પ્રથમપક્ષ કહેશો તો તે ઉચિત નથી કારણ કે આ બે પદાર્થોમાં પરમાણુઓ તો દ્રવ્ય છે પરંતુ સંયોગતિશય એ ગુણ છે. પણ દ્રવ્ય નથી તેથી ગુણસ્વરૂપ એવા આ સંયોગતિશયમાં તે સંયોગસંબંધના સંભવનો અભાવ છે. સંયોગસંબંધ સદા બે દ્રવ્યો વચ્ચે હોય છે. એક દ્રવ્ય હોય અને એક ગુણ હોય ત્યાં સંયોગસંબંધ હોતો નથી. અહીં એક દ્રવ્ય છે. અને એક ગુણ છે. માટે સંયોગસંબંધ ઘટે નહિ. તથા વળી ગુણો સદા “નિર્ગુણ” જ હોય છે. ગુણોમાં ગુણો વર્તતા નથી એવું શાસ્ત્રવચન પણ છે, માટે સંયોગતિશયમાં સંયોગસંબંધ ઘટી શકે નહિ.
હવે “સંયોગતિશય અને પરમાણુઓ વચ્ચે સમવાયવડે સંબંધ છે એમ બીજો પક્ષ માનો તો તે પણ ઉચિત નથી, કારણ કે સમવાયસંબંધ એક છે અને સર્વવ્યાપી છે. તેથી મયમ્ = આ સમવાયસંબંધ, ફ્રિ સંયોપામ્ = એક સંયોગતિશય, યાવિદ્ પત્ર = જેટલામાં એક જગ્યાએ સંબંધિત કરે છે. તાવત્ = તેટલામાં, નિમ્ = આ સંયોગતિશયને, અન્યત્રપિ = અન્ય પરમાણુઓની સાથે પણ કેમ સંબંધિત ન કરે ? આ સંયોગતિશયને અન્ય પરમાણુઓ સાથે પણ સંબંધિત કરવો જ જોઈએ કારણ કે અ = આ સમવાયસંબંધ સર્વત્ર = સર્વ સ્થાને વાત્ = એક જ છે.
હવે “સંયોગતિશય અને પરમાણુઓની વચ્ચે” તાદાભ્ય સંબંધવડે સંબંધિતતા છે એમ જો ત્રીજો પક્ષ કહેશો તો તે યુક્તિસંગત નથી. કારણ કે આ સંયોગતિશયને પરમાણુઓથી પૃથભૂત માનેલો છે. તાદાભ્યસંબંધ એટલે અભેદસંબંધ કહેવાય. હાલ તમે આ બન્ને વચ્ચે સર્વથા પૃથભૂતતા સ્વીકારી છે, માટે તેઓની વચ્ચે “તાદામ્યસંબંધ કહી જ ન શકો. અભેદસંબંધ મનાય જ નહિ.
તqત્ત સંબંધવડે “સંયોગતિશય અને પરમાણુઓનો” સંબંધ છે એમ જો ચોથો પક્ષ કહેશો તો તે પણ ઉચિત નથી. કારણ કે પરમાણુઓથી આ સંયોગતિશયના ઉત્પાદનું હમણાં પહેલાં જ ખંડન કરેલું છે (જો પરમાણુઓથી “સંયોગતિશયનો ઉત્પાદ” માનીએ તો તે પરમાણુઓ સાતિશય કે નિરતિશય ઇત્યાદિ પક્ષો દ્વારા હમણાં જ પૂર્વે ખંડન કરાયું છે. માટે તદુત્પત્તિ સંબંધ પણ અઘટિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org