________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
૧૪૯
થયા છતા વપરાય છે કે સાતિશય થયા છતા વપરાય છે? અર્થાત્ સ્થૂલકાર્યને કરતા આ પરમાણુઓ જેમ “સંયોગ” રૂપ અતિશયવાળા તમે કપ્યા છે, તેમ “સંયોગાત્મક” અતિશયને ઉત્પન્ન કરતા છતા આ જ પરમાણુઓ નિરતિશય કે સાતિશય? એટલે કે તે સંયોગતિશયની ઉત્પત્તિ કરવામાં વપરાતા આ પરમાણુઓ સંયોગતિશય આવ્યા પહેલાં નિરતિશય થયા છતા વપરાય છે કે સાતિશય થયા છતા વપરાય છે?
જો પ્રથમપણ કહેશો તો એટલે કે નિરતિશયવાળા એવા આ પરમાણુઓ “સંયોગતિશયને” ઉત્પન્ન કરે છે એમ જો માનશો તો પાતાલ-મૃત્યુલોક અને સ્વર્ગસ્થ એવા એકેકે પરમાણુમાંથી આ સંયોગ અતિશય ઉત્પન્ન થવો જોઈએ એવો પ્રાચીન જ દોષ આવશે. અને જો બીજો “સાતિશય” પક્ષ કહો તો એટલે કે “સંયોગ' નામના અતિશયને ઉત્પન્ન કરવામાં વપરાતા આ વિવક્ષિત પરમાણુઓ “સાતિશય” છે એમ જો કહેશો તો જેમ આ એક અતિશયને ઉત્પન્ન કરવામાં બીજા અતિશયની આવશ્યકતા માની, તેમ તે બીજા અતિશયની ઉત્પત્તિ કરવામાં ત્રીજા અતિશયની ઉત્પત્તિ માનવી પડશે, અને ત્રીજા અતિશયની ઉત્પત્તિ કરવામાં ચોથા અતિશયાતરની ઉત્પત્તિ સ્વીકારવી પડશે, એમ સ્વીકારવા જતાં કેવળ અનવસ્થાની કદર્થના જ આવી પડશે.
किञ्च, अयं संयोगस्तत्स्वभावभूतः, तत्पृथग्भूतो वा ? प्राच्ये, परमाणव एव, न कश्चित् संयोगो नाम । द्वितीये तु सर्वथा पृथग्भूतः, कथञ्चिद् वा ? कथञ्चित्पक्षस्तावद् विरोधबाधितः । सर्वथापक्षे तु, संबद्धः, असंबद्धो वा ? तत्राऽसौ स्यात् । असंबद्धविधायां तेषामेष इति सम्बन्धायोगः । संबद्धस्तु, संयोगेन, समवायेन, तादात्म्येन, तदुत्पत्त्या, अविष्वग्भावेन वा ? न संयोगेन, तस्य गुणरूपे संयोगे सम्भवाभावात्, "निर्गुणा गुणाः" इति वचनात् । न समवायेन, यतो यावदयमेकं संयोगमेकत्र सम्बन्धयति, तावदन्यत्राऽप्येनं किं न सम्बन्धयेत् ? अस्य सर्वत्रैक्यात् । न तादात्म्येन, भेदपक्षकक्षीकारात् । नापि तदुत्पत्त्या, परमाणुभ्यः संयोगोत्पादस्य प्रागेव व्यपास्तत्वात् । नाप्यविष्वग्भावेन, तस्य कथञ्चित् तादात्म्यस्त्यत्त्वात् । अत्र च कथञ्चिदित्यन्धपदम्, विरोधावरोधदुर्धरत्वात् ।
किञ्च, अयं संयोगः सर्वात्मना, एकदेशेन वाऽणूनां प्रणिगद्येत । प्रथमे, पिण्डोऽणुमात्रः स्यात् । द्वितीये, षट्केन युगपद्योगात् परमाणोः षडंशता स्यात् । इति परमाणुकथाऽप्यस्तमियात् । तन्न संयोगोऽतिशयः । एतेन क्रियात्पातिशयपक्षोऽपि પ્રતિક્ષપ્ત: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org