________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
કેવા છે ? નિરતિશય છે કે સાતિશય છે ? અર્થાત્ નિરતિશય એવા પરમાણુઓ સ્થૂલ એક કાર્યને કરે છે કે સાતિશય એવા પરમાણુઓ સ્થૂલ એવા એક કાર્યને કરે છે ? જો પ્રથમ નિરતિશયપક્ષ માનો તો પાતાલ, મર્ત્ય અને સ્વર્ગ, એમ ત્રણે લોકરૂપી કુવાના ખુણે ખુણે ઠાંસી ઠાંસીને ભરેલા છુટા છુટા એકેક પરમાણુઓ વડે હંમેશાં તે તે સ્થૂલકાર્ય ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે.
(વુદ્ઘ = કુવાના, ગુફાના, જો
=
विशकलितै
=
-
Jain Education International
ખુણે ખુણે, તિ ઠાંસી ઠાંસીને ભરેલા,
છુટા-છુટા એક એક પરમાણુઓ વડે)
૧૪૭
=
હવે જો બીજો પક્ષ માનશો તો, એટલે “સાતિશય” એવા પરમાણુઓ સ્થૂલ એક કાર્યને કરે છે એમ માનશો તો તે પરમાણુઓનો અતિશય શું ? પરમાણુઓમાં એવી તે શું વિશેષતા છે કે જેનાથી તે સ્થૂલકાર્ય કરે છે ? (૧) શું એકદેશમાં રહેવા રૂપ અતિશય છે ? કે (૨) પરસ્પર સંયોગવિશેષ એ અતિશય છે ? કે (૩) ક્રિયાવિશેષ એ અતિશય છે ? આ ત્રણ પક્ષોમાંથી જો પહેલો પક્ષ કહો તો આ પૃથ્વીમંડળના આલંબને રહેલા એવા પરમાણુઓ વડે (પૃથ્વીમંડળમાં રહેલા સર્વપરમાણુઓ સાથે મળીને) સ્થૂલ એવું એક મોટું કાર્ય થવાની તમને આપત્તિ આવશે. કારણ કે તે પૃથ્વીમંડળ પણ (સમસ્ત જગત્ત્ની અપેક્ષાએ) એકદેશરૂપ જ છે. અહીં ક્ષોણીમંડળ એટલે પૃથ્વીમંડળ મનુષ્યલોકવર્તી પૃથ્વીમંડળ સમજવું. તેથી ત્રિલોકવર્તી જગત્ની અપેક્ષાએ મનુષ્યલોકવર્તી પૃથ્વીમંડળ એકદેશ રૂપ જ છે. એટલે જો એકદેશમાં (એકભાગમાં) રહેલા પરમાણુઓ સાથે મળીને સ્થૂલ એવું એક કાર્ય કરે છે. એમ માનશો તો આ મનુષ્યલોકરૂપ પૃથ્વીમંડળ પણ સમસ્ત જગત્ની અપેક્ષાએ એકદેશરૂપ હોવાથી તે મનુષ્યલોકમાત્રવર્ણી સમસ્ત પરમાણુઓ વડે પણ સ્થૂલ એવા એકકાર્યની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે.
For Private & Personal Use Only
-
अथ यावति प्रदेशे कतिपयेऽपि परमाणवः कार्यमेकमर्जयन्ति तावानेवैकः प्रदेशः, न सकलमिलामण्डलम् इति चेत् - तर्हीतरेतराश्रयपिशाचप्रवेशः, सिद्धे हि कार्ये देशैक्यसिद्धिः, तत्सिद्धौ च तत्सिद्धिरिति । संयोगश्चेदतिशयः स किं नित्यः, अनित्यो वा ? यदि नित्यः, तदा सदाऽपि तदुत्पाद्यकार्योत्पादप्रसङ्गः । अनित्यश्चेत् किमन्यत एव, तेभ्योऽपि वा प्रादुःष्यात् ? नाऽद्यो भेदः तदाधारधर्मस्याऽन्यत एवोत्पत्तिविरोधात् । द्वितीये तु तदुत्पत्तावपि निरतिशयाः, सातिशया वा ते व्याप्रियेरन् ? प्राचि, प्राचीन एव दोषः, द्वितीये तु अतिशयोत्पत्तावप्यतिशयान्तरेण भाव्यम् । तत्रापि तेन इत्यनवस्था વર્ધનમ્ ॥
=
www.jainelibrary.org