________________
૧૪૬
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
પૂર્વે ખંડન કર્યું છે તેને અનુસારે જ આ સ્કૂલનું પણ ખંડન કરવું શક્ય છે. (નિત્ય હોય તો અકિંચિકર છે કે અર્થક્રિયાકારી છે ? ક્રમે અર્થક્રિયા કરે કે યુગપ૬ અર્થક્રિયા કરે ઇત્યાદિ પક્ષો દ્વારા જેમ પરમાણુનું ખંડન કર્યું છે. તે જ રીતે સ્થૂલનું પણ ખંડન શક્ય છે)
હવે અનિત્ય કહેશો તો તે પણ બરાબર નથી. કારણ કે જો આ સ્થૂલસ્વરૂપકાર્ય અનિત્ય છે એમ કહેશો તો તે સ્થૂલરૂપકાર્ય અનિત્ય હોવાથી ઉત્પત્તિવાળું થયું. જો ઉત્પત્તિવાળું હોય તો સ્થૂલસ્વરૂપ તે કાર્યની ઉત્પત્તિમાં શું પૂલ જ કારણ હોય ? કે પરમાણુઓ કારણ હોય? જે કાર્ય ઉત્પન્ન થાય તેમાં કોઈને કોઈ કારણ તો હોય જ, તો આ સ્થૂલકાર્યમાં પણ કારણ તમે કેવું માનશો? પહેલો પક્ષ જો કહેશો તો તે પક્ષ અત્યંત સ્થૂલ છે, તુચ્છ છે અર્થાત્ અસાર છે કારણ કે કાર્ય પણ સ્કૂલ માનેલું છે તેને ઉત્પન્ન કરનારૂં એવું કારણ પણ સ્કૂલ જ હોય તો કાર્ય-કારણ બધું સ્થૂલ જ માન્યું. અર્થાત્ સ્કૂલ વિના બીજું કંઈ જ નથી એવો પૂલાદ્વૈતવાદ જ સિદ્ધ થયો, પરંતુ સ્થૂલાદ્વૈતવાદનું કથન કરનારાઓનું બોલવું યુક્તિસંગત નથી, કારણ કે જો આખું જગત્ સ્થૂલ જ છે સૂક્ષ્મ કોઈ જ નથી, તો સૂક્ષ્મ વિના સ્થૂલ કોની અપેક્ષાએ કહેવાય? સ્કૂલશબ્દ સાપેક્ષવાચી છે. સૂક્ષ્મની અપેક્ષાએ જ શૂલપણું સંભવી શકે, જેમ કુવલ (બોર)ની અપેક્ષાએ કુવલય (કમળ) પૂલ છે. હંમેશાં સૂક્ષ્મ હોય તો જ તેની અપેક્ષાએ ઈતરવસ્તુ સ્થૂલ કહેવાય, માટે તમે સૂક્ષ્મ ન માનતા હોવાથી સ્થૂલાદ્વૈતવાદ પણ યુક્તિસંગત નથી.
હવે પૂલસ્વરૂપ એવા કાર્યની ઉત્પત્તિમાં કારણ “પરમાણુઓ” છે, એમ જો કહેશો તો કાર્ય પૂલસ્વરૂપ તમે કહ્યું અને તેનું કારણ પરમાણુઓ તમે માન્યા એનો અર્થ એ થયો કે આ સંસારમાં પદાર્થ સ્થૂલ પણ છે અને સૂક્ષ્મ પણ છે. અર્થાત્ ઉભયરૂપ જગતું છે. એમ માનવાથી જે “પૂલસ્વરૂપ જગતુ છે એમ માનશો તો - “એ તમે માનેલા પક્ષનું અમે ખંડન કરી રહ્યા છીએ (તેને તમે છોડી દીધો ગણાય અને) તેની અપેક્ષાએ આગળનો “તઉભય સ્વભાવવાળો પદાર્થ છે” એવો મૂળ ત્રીજો પક્ષ સ્વીકારેલો થશે, એટલે “યૂલસ્વરૂપ આ જગતુ છે” એવો તમે જે બીજો પક્ષ સ્વીકાર્યો હતો તે રહેશે નહી. ત્રીજા પક્ષમાં ગયા કહેવાશો. એમ થવાથી પક્ષાન્તર થયાનો દોષ આવશે.
હવે કદાચ તમે એમ માનો કે “આ સંસાર સૂક્ષ્મ અને પૂલ એમ ઉભયરૂપ પદાર્થવાળો છે” એવો આ ત્રીજો પક્ષ જ ભલે હો, એમ અમે કહીશું તો હું તમને પૂછું છું કે તમે સંસારના પદાર્થો જે ઉભયરૂ૫ માન્યા, તેમાં કાર્ય પૂલરૂપ સ્વીકાર્યું અને કારણ સૂક્ષ્મરૂપ સ્વીકાર્યું - અણુરૂપ સ્વીકાર્યું. તો અણુરૂપ માનેલા તે કારણમાં તે પરમાણુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org