________________
૧૪૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
હવે કદાચ તમે એમ કહો કે જેટલા પ્રદેશમાં રહેલા કેટલાક પણ પરમાણુઓ સાથે મળીને એકકાર્યને ઉત્પન્ન કરે છે તેટલો જ પ્રદેશ (તેટલો જ ભાગ) એક પ્રદેશ કહેવાય છે. પરંતુ આખું સમસ્ત પૃથ્વીમંડળ તે એકપ્રદેશ (એકભાગ) કહેવાતો નથી. જો આવું કહેશો તો તમોને અન્યોન્યાશ્રય (ઈતરેતરાશ્રય) દોષ આવશે. આ દોષરૂપી પિશાચનો (ભૂતનો) પ્રવેશ તમને લાગશે, તે આ પ્રમાણે -
- જો પૂલ એવું કાર્ય સિદ્ધ થાય તો જ તેના કારણભૂત પરમાણુઓમાં “એકદેશત્વ” રૂપ અતિશય સિદ્ધ થાય, અને “એકદેશત્વ” રૂપ અતિશય જો સિદ્ધ થાય તો જ સ્થૂલકાર્ય સિદ્ધ થાય. તમે જે એમ જણાવો છો કે “અમુક પ્રદેશમાં રહેલા પરમાણુઓથી” જ કાર્ય સિદ્ધ થાય, પરંતુ જ્યારે કાર્ય સિદ્ધ થાય ત્યારે જ ખ્યાલ આવે છે કે તે કાર્ય “અમુકદેશમાંથી જ” બનેલ છે. અર્થાત્ કાર્યસિદ્ધિ થાય તો જ “એકદેશાવસ્થિતિ” રૂપ અતિશય સિદ્ધ થાય. અને “એકદેશાવસ્થિતિ” રૂપ અતિશય પરમાણુઓમાં હોય તો જ કાર્યસિદ્ધિ થાય. આ પ્રમાણે કાર્ય અને કારણ એક બીજા ઉપર આધાર રાખતા હોવાથી અન્યોન્યાશ્રય દોષ આવશે.
હવે “સંયોગ” નામનો પરમાણુઓમાં બીજો અતિશય જો જણાવો તો પરમાણુઓમાં રહેલો તે “સંયોગ” અતિશય નિત્ય માનશો કે અનિત્ય ? જો નિત્ય સંયોગ છે એમ કહેશો તો જે સંયોગતિશયવાળા પરમાણુઓથી કાર્ય થાય છે તે સંયોગતિશય નિત્ય હોવાથી તે સંયોગથી ઉત્પાદ્ય એવું કાર્ય પણ સદાકાળ થયા કરવું જોઈએ. જો “સંયોગતિશય” અનિત્ય છે એમ કહેશો તો તે “સંયોગતિશય” અનિત્ય હોવાથી ઉત્પત્તિ વાળો થયો, ત્યાં હવે અમે તમને પૂછીએ છીએ કે ભૂલકાર્યને ઉત્પન્ન કરનારા પરમાણુઓમાં ઉત્પન્ન થનારો આ “સંયોગતિશય” શું અન્ય કોઈ કારણથી ઉત્પન્ન થાય છે કે તે પરમાણુઓમાંથી જ ઉત્પન્ન થાય છે ? જો પ્રથમ ભેદ કહેશો તો એટલે આ “સંયોગતિશય” તેના આધારભૂત પરમાણુઓને ત્યજીને કોઈ અન્યથી ઉત્પન્ન થાય છે. એમ જો કહેશો તો તે વ્યાજબી નથી. કારણ કે તે વિવક્ષિત પરમાણુઓ જ છે આધાર જેનો એવો આ “સંયોગતિશય” રૂપ ધર્મ, અન્યથી ઉત્પન્ન ન થઈ શકે, અન્યથી ઉત્પન્ન થાય છે એમ માનવામાં વિરોધ આવે. કારણ કે જે ધર્મ ધર્મીનો હોય તે ધર્મ તે ધર્મીમાંથી પ્રગટ થાય, અન્યથી પ્રગટ ન થાય.
હવે આ “સંયોગતિશય” ની ઉત્પત્તિ જો વિવક્ષિત પરમાણુથી જ માનો તો આ સંયોગતિશયને ઉત્પન્ન કરતા એવા તેના જ આધારભૂત વિવક્ષિતપરમાણુઓ શું નિરતિશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org