________________
૧૫૦
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
તથા વળી આ “સંયોગ” નામનો જે અતિશય પરમાણુમાં પ્રગટ થાય છે, અને તે સંયોગતિશયથી સ્થૂલ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ તમે જે કહો છો, ત્યાં હું તમને પૂછું છું કે આ સંયોગ નામનો અતિશય તે પરમાણુઓના સ્વભાવભૂત છે કે તે પરમાણુઓથી પૃથભૂત છે? જો પ્રથમ પક્ષ કહેશો તો તે પરમાણુઓ જ કહેવાશે, સંયોગ નામનો કોઈ અતિશયવિશેષ કહેવાશે જ નહિ. કારણ કે જે આ સંયોગ નામનો અતિશય છે તે જો પરમાણુઓના સ્વભાવભૂત જ છે, તો સ્વભાવ અને સ્વભાવવાનું ભિન્ન ન હોવાથી એક જ હોવાથી તે પરમાણુસ્વરૂપ જ થયો. પરંતુ તે પરમાણુઓથી અતિરિક્ત સંયોગ જેવો કોઈ અતિશય રહેતો નથી, સિદ્ધ થતો નથી. હવે જો બીજો પક્ષ કહો તો, એટલે કે જો આ “સંયોગ” નામનો અતિશય તે પરમાણુઓથી પૃથભૂત (ભિન્ન) છે, એમ જો કહેશો તો શું તે સંયોગ તે પરમાણુઓથી સર્વથા પૃથભૂત છે કે કથંચિત્ પૃથભૂત છે ?
- હવે “કથંચિત પ્રથભૂત” વાળો બીજો પક્ષ જો કહો તો તે પક્ષ વિરોધથી બાધિત છે. એટલે કે જો કથંચિતું હોય તો તે પૃથભૂત ન કહેવાય અને જો પૃથભૂત (ભિન્ન) હોય તો તે કથંચિત્ ન કહેવાય કારણ કે કોઈ પણ એક વસ્તુ ઈતરવસ્તુથી કાં તો પૃથભૂત (ભિન્ન) હોય અથવા કાં તો અપૃથભૂત (અભિન્ન) હોય. આ બન્ને પક્ષો પરસ્પર જુદા હોવાથી બેમાંથી ગમે તે એક પક્ષ હોય પરંતુ કથંચિત્ એ તો કોઈ પક્ષ જ નથી. માટે કથંચિતું માનવું અને પૃથભૂત માનવું એ બન્ને પદો “જે માતા વચ્યા' ની જેમ વિરોધથી ભરેલું છે. માટે બાધિત છે.
હવે જો “સર્વથા પૃથભૂત” વાળો પ્રથમપક્ષ કહો તો તે સર્વથા પૃથભૂત એવો “સંયોગ” નામનો આ અતિશય શું પરમાણુઓની સાથે સંબંધવાળો છે? કે સંબંધ વિનાનો છે? એટલે કે તત્ર = ત્યાં પરમાણુઓમાં, સૌ = આ સંયોગતિશય શું સંબધ્ધ હોય કે અસંબદ્ધ હોય ? જો “અસંબંધિત” એવો આ સંયોગાતિશય છે એમ જો કહેશો તો સંયોગ નામનો આ અતિશય, અને તેના આધારભૂત પરમાણુઓને પરસ્પર કોઈ સંબંધ ન હોવાથી તેષા = તે પરમાણુઓનો ઉપ: = આ સંયોગતિશય છે, એમ કહેવાશે નહીં, એવા પ્રકારના સંબંધનો અયોગ થશે. તેવી જ રીતે આ સંયોગતિશયના સંબંધવાળા પરમાણુઓ છે એમ પણ કહેવાશે નહી. કારણ કે આ સંયોગ પરમાણુઓથી સર્વથા પૃથભૂત માન્યો હોવાથી પરમાણુઓની જેમ ઘટ પટ-સહ્યાચલ-
વિધ્યાચલનો પણ કેમ ન કહેવાય? માટે સંયોગ અને પરમાણુઓના સંબંધનો અયોગ થશે.
હવે જો “સંબંધિત” કહેશો તો, એટલે સંયોગ અને પરમાણુઓ વચ્ચે સંબંધ છે, એમ જ કહેશો તો તે બે વચ્ચે કહો, કયો સંબંધ છે ? (૧) શું સંયોગવડે સંબંધ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org