________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
તથા આદિ શબ્દથી વન્ધ્યાપુત્ર, આકાશપુત્ર, શશશ્ચંગ આદિ અસત્પદાર્થો રૂપ કાર્યોની ઉત્પત્તિનું પણ કારણ બનવું જોઈએ.
આ પરમાણુઓ જે કાર્ય કરે છે તે “સરૂપ' કાર્ય કરે છે એમ જો બીજો પક્ષ કહેશો તો જે કાર્ય સરૂપ છે જ, તેને વળી ઉત્પન્ન કરવાનું શું હોય ? એટલે કે જે કાર્ય સ્વયં સત્ જ છે. તેનું કારણ આ પરમાણુઓ બને એમ કહેવાનો કોઈ અર્થ જ નથી. કારણ કે જે કાર્ય સ્વયં સત્ હોય તેને જો કરવામાં આવે તો સત્પણું સદા અવિશેષ હોવાથી સદા કરાયા જ કરવું જોઈએ તેથી કેવી રીતે કોઈ પણ દિવસ આ ક્રિયાનો વિરામ થશે ? અર્થાત્ આ ક્રિયાનો વિરામ થશે જ નહિ. ત્રીજો “સદસ” પક્ષ, અને ચોથો “અનુભયસ્વભાવ” આ બન્ને પક્ષો તો પૂર્વે જણાવેલા “સદસ' પક્ષોની જેમ જ સ્વયં ખંડિત કરી લેવા. એટલે કે ‘“સદસ” રૂપ ત્રીજો પક્ષ દુર્નિરોધ એવા વિરોધના અનુબંધથી દુર્ઘર છે. કારણ કે જે કાર્ય ઉત્પન્ન થતું છતું જો સત્ હોય તો અસત્ કેમ હોય ? અને જો અસત્ હોય તો સત્ કેમ હોય ? માટે ઉભયપક્ષ દુર્ગન્ધ છે અને અનુભયસ્વભાવ વાળો પક્ષ ઉભયરૂપ જ છે. કારણ કે એકના નિષેધથી બીજાનું અવશ્ય વિધાન થાય જ છે. એટલે ચોથો પક્ષ ત્રીજા પક્ષના જેવો જ બનશે. તે કારણથી આ પ્રમાણે “અણુરૂપ” પદાર્થો
આ વાત કોઈ પણ રીતે સ્થેમાનમ્ = સિદ્ધિને, આàનિવાન્ = પામતી નથી.
૧૪૫
नापि स्थूलरूप:, यतस्तादृशोऽप्यसौ नित्यः, अनित्यो वा स्यात् ? न तावद् नित्य:, परमाणुनित्यतानिराकरणानुसारेणास्यापि व्यपासितुं शक्यत्वात् । नाप्यनित्य:, यतस्तस्य समुत्पादे स्थूलमेव किञ्चित् कारणम्, अणवो वा । प्राच्यः पक्षः स्थवीयान्, स्थूलाद्वैतवादस्य वावदूकानां वदितुमयुक्तत्वात् सूक्ष्मापेक्षयैव स्थूलस्य व्यवस्थानात्, कुवलापेक्षया कुवलयस्येव ।
अथाणवस्तत्कारणम्, तर्हि तदग्रेतनस्तदुभयस्वभावार्थपक्षः कक्षीकृतः स्यात् । अस्त्वयमेवेति चेत्, तर्हि ते निरतिशयाः सातिशया वा स्थूलमर्थं प्रथयेयुः ? आद्ये भेदे, भूर्भुवःस्वस्त्रयीकुहरकोणकुट्टितैकैकपरमाणुभिर्विशकलितैरपि सदैव तदुत्पादनप्रसङ्गः । દ્વિતીયે તુ, સ્તેષામતિશય:, દેશાવસ્થિતિ:, સંયોગ:, ક્રિયા વા ? પ્રથમપક્ષે, क्षोणीमण्डलालम्बिपरिमण्डलैः स्थूलैककार्यक्रियाप्रसक्तिः, तस्यैकदेशरूपत्त्वात् ।
જગતના પદાર્થો ‘સ્થૂલસ્વરૂપ” છે એમ જો તમે કહેશો તો તે પણ કહી શકશો નહી, કારણ કે તેવા પ્રકારનો સ્થૂલસ્વરૂપ આ પદાર્થ નિત્ય છે કે અનિત્ય છે ? નિત્ય તો તમે કહી શકશો જ નહી, કારણ કે જો નિત્ય કહેશો તો પરમાણુઓની નિત્યતાનું અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org