________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
૧૪૩
પરમાણુઓની ઉત્પત્તિ જ ઉત્તરની ઉત્પત્તિમાં કારણતા બનશે એવો જો બચાવ કરશો તો ઉત્પદ્યમાન એક સમયમાં જ રહેલા રૂપાણુઓ રસાણુઓની ઉત્પત્તિમાં, અને તે રસાણુઓ રૂપાણુઓની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ બનવા જોઈએ, કારણ કે બન્ને જગ્યાએ “ઉત્પત્તિ” રૂપ ક્રિયા એકસરખી અવિશેષ છે. જેમ કારણભૂત પરમાણુઓની ઉત્પત્તિક્રિયા સ્વકાર્યભૂત પરમાણુઓનું ઉપાદાન કારણ તમે ઘટાવો છો કારણ કે સ્વકાર્યભૂત પરમાણુઓમાં પણ ઉત્પત્તિક્રિયા છે, તો તેની જેમ જ રૂપાણુઓની ઉત્પત્તિક્રિયા સ્વની અપેક્ષાએ ઉત્પદ્યમાનતારૂપ ક્રિયા હોવા છતાં, પર એવા રસાણુઓની ઉત્પત્તિમા ઉપાદાન કારણ બનવા જોઈએ. અને એજ પ્રમાણે રસાણુઓની ઉત્પત્તિક્રિયા સ્વની અપેક્ષાએ ઉત્પદ્યમાનતા રૂપ ક્રિયા હોવા છતાં પર એવા રૂપાણુઓની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ બનવા જોઈએ, પરંતુ બનતા નથી. માટે “સતુ” નો પ્રથમસમયવર્તી પક્ષ વ્યાજબી નથી.
હવે દ્વિતીયસમયવર્તીરૂપ બીજો પક્ષ જો કહો તો કારણભૂત પરમાણુઓ પ્રથમસમયમાં સ્વઉત્પત્તિમાં વ્યગ્ર હોય છે. અને તેઓ પરિપૂર્ણ ઉત્પન્ન થયા પછી દ્વિતીયસમયવર્તી તેઓ બને ત્યારે દ્વિતીયસમયમાં વર્તતા એવા આ કારણભૂતપરમાણુઓ સ્વકાર્યભૂતપરમાણુઓને ઉત્પન્ન કરે છે એમ જ કહેશો તો કારણભૂતપરમાણુઓ પ્રથમ અને દ્વિતીય એમ બે સમયવર્તી થઈ જવાથી આ પરમાણુઓ ક્ષણિકમાત્ર જ છે એવો જે ક્ષણક્ષય વાદનો પક્ષ હતો તેનો જ ક્ષય થવાનો પ્રસંગ આવશે. - હવે “અસ” એવા કારણભૂતપરમાણુઓ તેના (સ્વકાર્યના) ઉત્પાદક છે. એમ જો કહેશો તો જે પ્રથમસમયમાં કારણભૂતપરમાણુઓની ઉત્પત્તિ માની છે, તે પ્રથમસમયમાં તેઓ ઉત્પદ્યમાન હોવાથી તેઓની સત્તા (વિદ્યમાનતા) છે. પરંતુ તે પ્રથમસમયવર્તી સત્તાણને ત્યજીને દ્વિતીયાણાદિ સર્વકાળમાં તે પ્રથમસમયવર્તી પરમાણુઓ “અસતુ” હોવાથી સ્વકાર્યભૂતપરમાણુઓના સર્વદા ઉત્પાદક થવાનો પ્રસંગ આવશે. કારણ કે માત્ર પ્રથમક્ષણને છોડીને તમવનસ્ય = તેનું અર્થાત્ અસત્તાનું હોવાપણું સર્વકાલે એકસરખું જ છે.
હવે “સ' વાળો ત્રીજો પક્ષ જો કહો તો મુશ્કેલીથી રોકી શકાય એવા વિરોધના સંબંધથી દુર્ધર છે. કારણ કે જો તે પરમાણુઓ સત્ છે, તો અસત્ કેમ હોઈ શકે? અને જો તથા છે (અસત્ છે) તો તે પરમાણુ સત્ કેમ હોઈ શકે ? અર્થાત્ એકના એક પરમાણુઓને સત્ અને અસતુ એમ બન્ને કેમ કહી શકાય? સત્ અને અસત્ બન્નેને સાથે માનવા તે વિરોધથી જ ભરેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org