________________
૧૪૦
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
દ્વિતીય સમયના કાર્યની ઉત્પત્તિના પણ હેતુ છે. તેથી બન્ને કાર્યનું કારણ એક જ સ્વભાવ હોવાથી અને તે સ્વભાવ પ્રથમ સમયમાં વિદ્યમાન હોવાથી પ્રથમ સમયમાં જ બન્ને સમયનાં બન્ને કાર્યો થવાં જોઈએ. તેવી જ રીતે દ્વિતીય સમયવર્તી સ્વભાવવડે બન્ને કાર્યો થાય છે. એવો બીજો પક્ષ જો સ્વીકારો તો બીજા સમયના કાર્યકાલે જ પ્રથમ સમયનું કાર્ય પણ થવું જોઈએ એવી આપત્તિ આવશે. કારણ કે દ્વિતીયસમયવર્તી સ્વભાવવડે જેમ દ્વિતીય સમયનું કાર્ય થાય છે. તેમ તે જ સ્વભાવ પ્રથમ સમયના કાર્યનું પણ કારણ હોવાથી દ્વિતીય સમયે પ્રથમ સમયનું કાર્ય પણ થવું જોઈએ.
હવે બન્ને સમયોમાં ક્રમશઃ થનારા કાર્યોમાં કારણભૂત એવા સ્વભાવોનો જો ભેદ માનો તો સ્વભાવભેદ માને છતે તેની જેમ જ પરમાણુઓને ક્ષણિક માનવાની આપત્તિ આવશે; કારણ કે સ્વભાવભેદ થવો એ જ ક્ષણભંગુરતાનું લક્ષણ છે. અને હાલ તમે પરમાણુઓને તો નિત્ય માન્યા છે, માટે સ્વભાવભેદ પક્ષ પણ ઉચિત નથી. (અહીં તત્વ શબ્દનો અર્થ જેમ સ્વભાવના અભેદમાં દોષ છે, તેની જેમ સ્વભાવભેદમાં પણ દોષ આવશે. આ પક્ષ પણ નિર્દોષ નથી. એવો અર્થ સમજવો.) આ પ્રમાણે સ્વભાવ અભેદ કે સ્વભાવભેદમાં ક્રમશઃ અર્થક્રિયાકારિત્વ ન સંભવતું હોવાથી હવે “યુગપદ્” પક્ષ જો સ્વીકારશો તો સર્વ સમયોમાં ક્રમશઃ પોતાને કરવા લાયક કાર્યોના પુંજને માત્ર પ્રથમ એકસમયમાં જ એકવારમાં જ કરી લેવાથી દ્વિતીયાદિ સમયોમાં હવે કંઈ કરવાનું બાકી ન હોવાથી “અર્થક્રિયાકારિત્વ” લક્ષણ ન ઘટવાથી “અસત્ત્વ”ની આપત્તિ આવશે, કારણ કે અર્થક્રિયા ન ઘટવી એ જ અસત્ત્વનું લક્ષણ છે. તેથી આ પરમાણુઓ કોઈ પણ પક્ષે નિત્ય સિદ્ધ થતા નથી.
अनित्याश्चेत् - क्षणिकाः कालान्तरस्थायिनो वा ? क्षणिकाश्चेत् किमकस्माद् भवन्ति, कारणाद् वा कुतोऽपि ? अकस्माच्चेत् ? ननु किमिह कारणप्रतिषेधमात्रम्, भवनप्रतिषेधः, स्वात्महेतुकत्वम् निरुपाख्यहेतुकत्वं वा विवक्षितम् । आद्ये - भवनस्यानपेक्षत्वेन सदा सत्त्वस्यासत्त्वस्य वा प्रसक्तिः । “नित्यं सत्त्वमसत्त्वं वाऽ हेतोरन्यानपेक्षणाद् (प्रमाण - वार्तिक - १-८२) इत्युक्तेः । द्वितीये प्रागिव पश्चादपि नामी भवेयुः, तृतीये कथमुत्पत्तिस्तेषाम् ? स्वयमसतां स्वोत्पत्तौ व्यापारव्याहतेः । तुरीये प्रागपि सत्त्वापत्तेस्तेषां सनातनत्वं स्यात् । - હવે પરમાણુઓ અનિત્ય છે, એમ જો કહેશો તો તે પરમાણુઓ કેવા અનિત્ય છે. શું ક્ષણિક અનિત્ય છે? કે કાલાન્તરસ્થાયિ એવા અનિત્ય છે? જો ક્ષણિક અનિત્ય હોય તો પણ શું તે અકસ્માતુ (આપમેળે = સ્વયં) ક્ષણિક અનિત્ય બને છે ? કે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org