________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
૧૩૯
અગૃહીત વ્યાપ્તિવાળું કહેશો ? જો અગૃહીત વ્યાપ્તિવાળું કહેશો તો અતિવ્યાપ્તિ, અને ગૃહતવ્યાપ્તિવાળું કહેશો તો તે જ અનુમાન વડે ગૃહીત વ્યાપ્તિ કે અનુમાનાત્તરવડે ગૃહીત વ્યાપ્તિ ઇત્યાદિ પક્ષોની પુનઃ આવૃત્તિ જ થયે છતે અનવસ્થા દોષનું ઉપસ્થાપન થશે = અનવસ્થા દોષ આવશે. તેથી અનુમાનથી પણ પરમાણુની સિદ્ધિ થતી નથી.
किञ्च अमी परमाणवो नित्या वा स्युः, अनित्या वा ? नित्याश्चेत् - किमर्थक्रियाकारिणः, अकिञ्चित्करा वा ? उदीचीनस्तावत् पक्षः क्षोदीयान्, अन्तरिक्षवृक्षवत् तेषामसत्त्वापत्तेः । अर्थक्रियाकारित्वं तु तेषां क्रमेण युगपद् वा ? क्रमेण चेत्, किं स्वभावाभेदेन, तभेदेन वा ? स्वभावाभेदभिदायाम् - ते येनैव स्वभावेन प्राच्यं कार्यमर्जयन्ति, तेनैवोत्तरमपि, यद्वा येनैवोत्तरं तेनैव प्राच्यमपि, प्रथमे - प्रथमकार्यकाले एवोत्तरस्याप्युत्पत्तिप्रसक्तिः, तद्वद् द्वितीये द्वितीयकार्यकाल एव प्रथमस्यापि प्रभवप्राप्तिः । तद्वदेव स्वभावभेदपक्षे क्षणिकत्वापत्तिः, तल्लक्षणत्वात् क्षणभङ्गरतायाः । युगपत्पक्षे, सकृदेव सकलस्वकार्यपुञ्जस्याऽर्जितत्वाद् द्वितीयादिक्षणे तेषामसत्त्वं स्यात् । तद् नाऽमी नित्याः ।
તથા વળી, આ પરમાણુઓ હે જૈનીઓ? શું નિત્ય છે કે અનિત્ય છે? જો નિત્ય હોય તો પણ શું તે પરમાણુઓ અર્થક્રિયાકારી છે કે અકિંચિત્કર છે? જો “અકિંચિત્કર” વાળો ઉદીચીન (બીજો) પક્ષ કહેશો તો તે પક્ષ (ક્ષોદીયાનું) દોષિત છે. જો પરમાણુઓ કંઈ કરતા જ નથી તો અન્તરિક્ષવૃક્ષની જેમ તે પરમાણુઓને અસત્ માનવાની આપત્તિ આવશે. જેમ અન્તરિક્ષમાં (આકાશમાં) વૃક્ષ અસત્ છે. તેમ પરમાણુઓ પણ અકિંચિત્કર માનવાથી “અસતુ” જ થશે. હવે જો તે પરમાણુઓ અર્થક્રિયાકારી છે તો તે પરમાણુઓનું અર્થક્રિયાકારિત્વ શું ક્રમસર છે કે યુગપદ્ છે? જો ક્રમસર અર્થક્રિયાકારિત્વ છે એમ કહો તો પ્રથમસમયના કાર્ય વખતે, અને દ્વિતીય-તૃતીય આદિ સમયોના કાર્ય વખતે તે તે કાર્ય કરવાના સ્વભાવોનો શું અભેદ હોય કે સ્વભાવોનો ભેદ હોય ?
હવે જો સ્વભાવોનો અભેદ હોય છે. (અર્થાતુ બન્ને કાર્યો કરતી વખતે એક જ સ્વભાવ હોય છે) એમ જ કહેશો તો તે પરમાણુઓ જે સ્વભાવવડે પૂર્વકાર્ય કરે છે. તે જ સ્વભાવવડે ઉત્તરકાર્ય પણ કરે છે ? કે જે સ્વભાવવડે ઉત્તરકાર્ય કરે છે તે જ સ્વભાવવડે પૂર્વકાર્ય કરે છે? અર્થાત્ ક્રમશઃ થનારા બન્ને કાર્યોમાં માત્ર પ્રથમસમયવર્તી સ્વભાવ વર્તે છે કે ઉત્તરસમયવર્તી સ્વભાવ વર્તે છે? જો પ્રથમ પક્ષ કહેશો તો પ્રથમ કાર્ય કરવાના કાલે જ (પ્રથમ સમયે જ) ઉત્તર સમયનું કાર્ય થઈ જવાની આપત્તિ આવશે કારણ કે પ્રથમ સમયનો સ્વભાવ પ્રથમ સમયના કાર્યની ઉત્પત્તિનો જેમ હેતુ છે, તેમ તે જ સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org