________________
૧૩૮
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
અવધારણ “આ પદાર્થો અણુરૂપ છે” એવું જ્ઞાન કોનાથી કર્યું? શું પ્રત્યક્ષપ્રમાણથી કર્યું કે અનુમાનપ્રમાણથી કર્યું? જો પ્રથમપક્ષ કહો તો પણ શું યોગીઓના પ્રત્યક્ષથી અણુઓનો નિર્ણય કર્યો ? કે આપણા જેવા સામાન્ય માણસોના પ્રત્યક્ષથી અણુઓનો નિર્ણય કર્યો ? જો ધૂર્ય (પ્રથમ પક્ષ = યોગીપ્રત્યક્ષવાળો) પક્ષ કહો તો તે શ્રદ્ધામાત્રથી અવધાર્ય છે. (અર્થાત્ યુક્તિ પ્રસંગોમાં શ્રદ્ધાની વાત ઉચિત નથી.) જો બીજો પક્ષ કહો તો અનુભવથી વિરૂદ્ધ છે. (બીજો પક્ષ અનુભવથી પરાભવ પામે છે.) કારણ કે અમે સ્વપ્નમાં પણ “આ પરમાણુ છે આ પરમાણુ છે” એવું પ્રતીત કરતા નથી. સદા આ સ્તંભ છે આ કુંભ છે ઇત્યાદિ જ અમને સંવેદન (અનુભવ) થાય છે. હવે અનુમાનથી પરમાણુ જણાય છે એમ જો કહો તો “સાધ્ય-સાધનના સંબંધનો નિશ્ચય” કરીને અનુમાનથી પરમાણુનું પ્રવેદન થાય છે કે તેનાથી ઈતર “સાધ્ય સાધનનો નિશ્ચય કર્યા વિનાના” અનુમાનથી પરમાણુનું પ્રવેદન થાય છે ?
આ બે પક્ષોમાંથી “વિતર ” = એવા બીજા પક્ષવાળા અનુમાનથી તો પરમાણુનું પ્રવેદન તમે નહિ કહી શકો, કારણ કે જ્યાં વ્યાતિજ્ઞાન ન હોય ત્યાં સાધ્યની સિદ્ધિ માનીએ તો અતિવ્યાપ્તિ આવે, અર્થાત્ વ્યભિચારી હેતુથી પણ સાધ્યસિદ્ધિ થવા લાગે. જેમ કે પર્વત: ઘૂમવાન્ દ્વત્ત્વાન્ = અહીં વહ્નિ હેતુથી પણ સાધ્ય એવા ધૂમની સિદ્ધિ થવા લાગશે. હવે જો પહેલો પક્ષ કહો તો સાધ્ય અને સાધનનો સંબંધ શું પ્રત્યક્ષવડે કરશો કે અનુમાનવડે કરશો ? જો પ્રત્યક્ષવડે “સાધ્ય-સાધનના સંબંધનો નિશ્ચય” કહેશો તો તે વાત વ્યાજબી નથી. કારણ કે અણુ ઓ અતીન્દ્રિય હોવાથી તેની સાથેનો અવિનાભાવસંબંધ ક્યાંય પણ હેતુમાં ગ્રહણ થવો શક્ય નથી. હવે અનુમાન વડે સાધ્યસાધનનો સંબંધ જણાય એમ જો કહો તો શું તે જ અનુમાન વડે જણાય કે બીજા અનુમાન વડે સાધ્ય-સાધનનો સંબંધ જણાય ? તે જ અનુમાનવડે વ્યાપ્તિ જણાય એમ કહેશો તો પરસ્પરાશ્રય (અન્યોન્યાશ્રય) દોષ આવશે, તે આ પ્રમાણે - પટપટાય: સા : સૂક્ષ્મત્વાન્ ધારો કે આવું એક અનુમાન બનાવ્યું. પરંતુ હેતુ અને સાધ્યના સંબંધનું અવધારણ પ્રથમ યથાર્થ સિદ્ધ થયે છતે જ પછી આ અનુમાનની સિદ્ધિ થશે. અને “ક્ષત્તિ વાસ્મિતત્વથારVમિતિ” = આ અનુમાન યથાર્થ સિદ્ધ થયે છતે જ તે અવધારણ સિદ્ધ થશે. એટલે અવધારણની સિદ્ધિ અનુમાન ઉપર આધાર રાખશે, અને અનુમાનની સિદ્ધિ અવધારણ ઉપર આધાર રાખશે. એટલે પરસ્પર આધાર (આશ્રય) રાખતા હોવાથી એકે વડે એકેની સિદ્ધિ થશે નહિ.
હવે જો “અનુમાનાન્તર” કહેશો તો તે અનુમાનાન્તર પણ ગૃહતવ્યાપ્તિવાળું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org