________________
સ્યાદ્વાદરત્નાકરને સમુદ્રની ઉપમા
અસાધારણ બુદ્ધિ પ્રતિભા રૂપી મોટાં મોટાં વહાણોથી વ્યાપારો કરવામાં ઓતપ્રોત એવા પુરૂષો વડે પ્રાપ્ત કરાતાં છે જ્યારે પણ નહી મેળવેલાં રત્નવિશેષો જેમાં એવા સ્યાદ્વાદરત્નાકરમાં....
ભાવાર્થ એમ છે કે જેમ દરીયાઈ મોટાં વહાણો દ્વારા ઘણો મોટો વેપાર કરનારા પુરૂષો તે વેપાર દ્વારા પુષ્કળ ધન કમાઈને અપ્રાપ્તપૂર્વ રત્નો (હીરા-માણેક-મોતી-સુવર્ણ ઇત્યાદિ) મેળવે છે. તેમ અનુપમ બુદ્ધિની પ્રતિભા વડે આ ગ્રંથમાંથી અપ્રાપ્તપૂર્વ એવા અર્થો રૂપી રત્નો પુરૂષાર્થ કરનારા પુરૂષો મેળવે છે. અથવા વહાણોનો વ્યવસાય કરનાર દરીયાઈ પુરૂષો દરીયાના તળીયે પડેલાં રત્નો જેમ મેળવે છે. તેમ અસાધારણ બુધ્ધિપ્રતિભા વડે આ ગ્રંથના શબ્દોમાં રહેલા ગૂઢ અર્થોને તે પુરૂષો મેળવે છે.
૫) વવચન = ક્યાંક, ક્યાંક, વનરત્રના = શબ્દોની અલંકારિક મનોહર રચના, અનવદ્ય = નિર્દોષ, પરમ્પરા = ગદ્યમય શબ્દોની લાંબા સમાસવાળી પરંપરા રૂપી, પ્રવાહ્ન = પરવાળાંઓના, નાહ્ન = સમૂહથી, ત્રિ = ભરપૂર-વ્યાત એવા સ્યાદ્વાદરત્નાકરમાં... ...
કોઈ કોઈ સ્થળે અલંકારિક શબ્દોની રચના સ્વરૂપ નિર્દોષ ગદ્યમય લાંબા સમાસોની પરંપરા રૂપી પરવાળાંઓના સમૂહથી ભરપૂર. એટલે કે જેમ સમુદ્રમાં અનેક જગ્યાએ કિનારે કિનારે લાલ લાલ પરવાળાંઓની લતાઓ શોભે છે તેમ સરખે સરખા અક્ષરોની જોડણી રૂપ અલંકારિક ભાષા અને લાંબા લાંબા સમાસો રૂપી પરંપરાવાળા ગદ્યકાવ્યમય બનાવેલા એવા આ સ્યાદ્વાદરત્નાકરમાં..
(૬) વવવવ = કોઈ કોઈ જગ્યાએ, સુવુમર = અત્યંત સુકોમળ, વન્ત = મનોહર, માનીય = દર્શનીય-વારંવાર નજર ઠરે એવા, મતોલ = અનેક, રત્નો. = શ્લોકો રૂપી, પ્રિવર = મોતીઓના સમૂહથી, સ્વિતે = ભરપૂર-યુક્ત એવા સ્યાદ્વાદરત્નાકરમાં...
કોઈ કોઈ જગ્યાએ ઉચ્ચારમાં અત્યંત સુકોમળ, મનોહર અને આંખ ઠરે એવા અનેક પદ્ય શ્લોકો રૂપી મોતીઓના સમૂહથી ભરપૂર.
જેમ સમુદ્રમાં અનેક મોતીઓનો સમૂહ ભરેલો છે. તેમ આ ગ્રંથ ગદ્યમથી રચનાવાળો હોવા છતાં પણ કોઈ કોઈ સ્થાને ઉચ્ચારણમાં સુકોમળ, અર્થથી મનોહર, શબ્દ રચનાથી આંખ વારંવાર ત્યાં જ મીટ માંડે એવા અનેક શ્લોકોથી ભરેલો છે એવા આ સ્યાદ્વાદરત્નાકરમાં.... ... ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org