________________
શબ્દ અને અર્થના સંબંધમાં કોઈ પણ સંબંધનો અસંભવ
તથા વળી જો વાચ્ય-વાચકભાવના સંબંધનો આધાર સામાન્ય માનીએ તો શબ્દ સાંભળવાથી પદાર્થમાં પ્રવૃત્તિ થશે નહિ, કારણ કે સામાન્યની અર્થ ક્રિયા માત્ર તેનુ જ્ઞાન કરાવવું. તેટલી જ છે અને જ્ઞાન કરાવવા રૂપ તે અર્થક્રિયા તો તે જોતાં જ ઉત્પન્ન થઈ ચુકી છે. ભાવાર્થ એમ છે કે સામાન્યનું કાર્ય માત્ર જ્ઞાન કરાવવું તે જ છે. પદાર્થ જોતાં જ જ્ઞાન તો નીપજી ગયું. માટે પદાર્થમાં પ્રવૃત્તિ તો વિશેષથી જ થાય છે સામાન્યથી પ્રવૃત્તિ થતી નથી માટે સામાન્ય નથી.
अथापि सामान्यविशेषोभयाधारोऽसौ स्यात्, तदापि तदेव दूषणम्, 'प्रत्येकं यो भवेद् दोषो द्वयोर्भावे कथं न सः ?' इति वचनात् ।
अथ कथमिदं भवेत् ? न हि स्वतन्त्रौ सामान्यविशेषौ तदधिकरणमभिदध्महे, किन्तु तदुभयात्मकत्वेन जात्यन्तरख्यं प्रत्यक्षप्रतीतिसिद्धं कथञ्चिदनुगमव्यावृत्तिमद् वस्तुइति चेत्-तदिदमपूर्वं किमपि कपटनाटक- पाटवप्रकटनम्, सामान्यविशेषोभयात्मकत्वस्य दुर्धरविरोधानुबन्धदुर्गन्धत्वात् ।
एतेनैव च कथञ्चिद्भेदनित्यानित्यत्वपक्षावपि प्रतिक्षिप्तौ लक्षयितव्यौ ।
૩૫
પ્રશ્ન :- જો અમે (જૈનો) વાચ્યવાચકભાવના સંબંધનો આધાર તથા સંકેતનો વિષય કેવળ ‘સામાન્ય’ જ માનીએ તો દોષ આવે છે અને એવી જ રીતે જો કેવળ વિશેષ' જ સંબંધનો આધાર અને સંકેતનો વિષય માનીએ તો પણ દોષ આવે છે. પરંતુ અમે આ સંબંધનો આધાર અને સંકેતનો વિષય સામાન્ય-વિશેષ એમ ઉભય આધાર માનીશું. અને જગત્ના પદાર્થો ઉભયવાળા દેખાય છે. એટલે અમને (જૈનોને) કોઈ ઉપરોક્ત દોષો આવશે નહિ.
ઉત્તર :- ઉભયને સંબંધનો આધાર માનશો તો પણ તે જ દૂષણ આવશે. કારણ કે એકેક પક્ષમાં જે દૂષણો આવતાં હોય છે. તે જ દૂષણો બન્ને પક્ષોને ભેગા કરવાથી હંમેશાં ડબલ જ આવે છે. એકલા સામાન્યને આધાર માનવામાં અને એકલા વિશેષને આધાર માનવામાં જો દૂષણો આવે છે તો ઉભયને આધાર માનવાથી તો બન્ને પક્ષના દોષો ભેગા થવાથી ડબલ જ દોષો આવે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - એકેકમાં જે દોષ આવતો હોય તે બન્ને ભેગા થવામાં ડબલ દોષ કેમ ન આવે ?
પ્રશ્ન :- ‘ડબલ દોષ આવે' એવું જે તમે ઉપર કહ્યું એ કેમ ઘટે ? કારણ કે ન્યાયવૈશેષિક દર્શનકારોને માન્ય એવા સ્વતન્ત્ર, એકાન્તે ભિન્ન, પરસ્પર તદ્દન નિરપેક્ષ, એવા ‘સામાન્ય-વિશેષ’ને અમે જૈનો તે સંબંધનું અધિકરણ કહેતા નથી કે જેથી અમને ડબલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org