________________
ત્રિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા
मुख्यवृत्त्या करणत्वानुपपत्तेः, नेत्रसहकारितया करणत्वोपचारात् । यथा चोपचारादर्थव्यवसितौ करणमयम्, तथा स्वव्यवसितावपि । न हि प्रदीपोपलम्भे प्रदीपान्तरान्वेषणमस्ति । किन्त्वात्मनैवात्मानमयं प्रकाशयतीति क्व व्यभिचारः ? तन्न सन्निकर्षस्यार्थव्यवसितावसाधकतमत्वमसिद्धम् ।
अनयैव दिशा कारकसाकल्यादेरप्यर्थव्यवसितावसाधकतमत्वं समर्थनीयम्, इति ફેન્ટેશાસિદ્ધિઃ | Iધ-દ્દા
તેથી જ્યાં જ્યાં સન્નિકર્ષનો અભાવ હોય ત્યાં ત્યાં અવશ્ય જ્ઞાનોદય થાય જ' એવો નિયમ નથી માટે સશિકર્ષ જ્ઞાનપ્રાપ્તિનું કારણ નથી એમ અન્વયવ્યાતિ દ્વારા સમજાવ્યું. હવે વ્યતિરેકવ્યાપ્તિથી સમજાવે છે કે “જ્યાં જ્યાં તે સક્સિકર્ષનો અભાવ છે. ત્યાં ત્યાં જ્ઞાનોદયનો પણ અભાવ જ હોય એવો નિયમ પણ નથી. કારણ કે - પ્રાતિભપ્રત્યક્ષજ્ઞાનો = પોતાના આત્માની પ્રતિભાથી જગત્નું યથાર્થ સાક્ષાત્ જ્ઞાન કરનારા સર્વજ્ઞ કેવલી ભગવંતોનાં પ્રત્યક્ષજ્ઞાનો, અને આર્ષઋષિમુનિઓને પોતાના યોગના પ્રાબલ્યથી ઉત્પન્ન થનારાં અવધિ અને મનઃ પર્યવ આદિ સંવેદનવિશેષો, અમર્યાદિતપણે અને મર્યાદિતપણે ત્રણે કાળના ભાવોને જાણે છે. ત્યાં ભૂતકાળના બની ચૂકેલા, અને ભાવિકાળના બનવાવાળા જે જે ભાવો છે કે જે વર્તમાનકાળમાં અવિદ્યમાન વસ્તુના વિષયવાળા છે. તે ભાવોને પણ આ જ્ઞાનો જાણતાં હોવાથી સજ્ઞિકર્ષના અભાવમાં પણ જ્ઞાનની ઉત્પત્તિ થાય જ છે. માટે વ્યતિરેક વ્યાપ્તિથી પણ સક્સિકર્ષ જ્ઞાનનું સાધકતમ કારણ નથી. તેથી સક્સિકર્ષને જ્ઞાનપ્રાપ્તિનું સાધકતમ કારણ કહેવું તે (સાધુત્વ) = સજ્જન = વિદ્વાન માણોસની, (સૌધ-મહેલ) સભામાં, (અધ્યાસ) બેસવાની, (ધય) = શોભાનો આશ્રય કરતું નથી. અર્થાત્ જે અસાધારણ કારણ નથી. તેને અસાધારણ કારણ કહેનારો પુરૂષ પંડિતોની સભામાં બેસવાની શોભાને પામતો નથી.
વળી તમે જે દીપકના ચેષ્ટાન્તની સાથે વ્યભિચાર દોષ બતાવ્યો તે પણ ચતુર માણસોના ચિત્તને ચમત્કાર કરવામાં (ચંચુ) સમર્થ નથી. એટલે કે પ્રદીપના દેખાનામાં ખરેખર વ્યભિચાર દોષ આવતો જ નથી. કારણ કે પ્રદીપ બાહ્યા સાધન હોવાથી મુખ્યવૃત્તિએ તેમાં કરણપણું જ ઘટતું નથી. માત્ર નેત્ર દ્વારા વસ્તુ જોવામાં સહકારિકારણ હોવાથી કરણપણાનો ઉપચાર કરાય છે. પ્રદીપ ન હોય અને ચક્ષુ હોય તો યત્કિંચિત્ પણ વસ્તુ જોઈ શકાય છે. પરંતુ નેત્ર ન હોય અને પ્રદીપ હોય તો વસ્તુ દેખી શકાતી નથી. માટે પ્રદીપ અસાધારણકારણ નથી. ફક્ત સહકારિકારણ હોવાથી તેમાં કરણત્વનો ઉપચાર જ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org