________________
વિપર્યયને બદલે વિવેકાખ્યાતિ માનનાર પ્રભાકરની ચર્ચા
૧૧૯
રહ્યું છતું રજતની વિપરીતતાને જણાવે. આવું કહો તો તે પક્ષ પણ વ્યાજબી નથી કારણ કે જો તેમ હોય તો વર્તમાનકાળમાં એક “ફર્વ નિતમ્' એવું જ્ઞાન, અને બીજું તેને વિપરીત જણાવનારૂં ભૂતકાલીન જ્ઞાન, એમ એક સાથે બે જ્ઞાનોનો ઉપયોગ હોવાનું સ્વીકારવું પડશે તે ઉચિત નથી. એક સાથે એકજીવને એક જ્ઞાન (ઉપયોગાત્મકપણે) હોઈ શકે છે. (ચિત્રમાંના ૪-૫-૬ આ પક્ષો કહ્યા.)
હવે ‘ઉત્તરાર' = ભાવિમાં થનારા (ઉત્તર) જ્ઞાનવડે આ રજતના જ્ઞાનની વિપરીતતા જણાય છે. એમ જો ત્રીજો પક્ષ કહો તો તે ઉત્તરજ્ઞાન શું વિજાતીય હોય કે સજાતીય હોય? હવે વિજાતીય હોય તો પણ શું એકસંતાનય હોય કે ભિન્નસંતાનીય હોય? જે વિષયનું પ્રથમજ્ઞાન થયું હોય તેનાથી ભિન્નવિષયનું આ ઉત્તરજ્ઞાન થાય તે વિજાતીય, અને પ્રથમ જે વિષયનું થયું હોય. તે જ વિષયનું ઉત્તરજ્ઞાન થાય તે સજાતીય કહેવાય છે. જે પુરૂષને પ્રથમજ્ઞાન થયું હોય તે જ પુરૂષને ઉત્તરજ્ઞાન થાય તે એકસતાનીય અને જે પુરૂષને પ્રથમજ્ઞાન થયું હોય તે જ્ઞાનને મિથ્યા જણાવનારૂં ઉત્તરજ્ઞાન ઈતરપુરૂષમાં થાય તો તે ભિન્નસત્તાનીય સારાંશ કે તેના તે જ વિષયનું જ્ઞાન થાય તે સજાતીય બીજા વિષયનું જ્ઞાન થાય તે વિજાતીય તેના તે જ પુરૂષને જ્ઞાન થાય તે એકસંતાનીય બીજા પુરૂષને જ્ઞાન થાય તે ભિન્નસંતાનીય કહેવાય છે.
હવે વિજાતીયજ્ઞાનના એકસંતાનય કે ભિન્નતાનીયમાંનો કોઈ પણ પક્ષ જો કહો તો આ બન્ને ભેદોમાં એકના એક સંતાનમાં (પુરૂષમાં) થયેલું કે ભિન્નસંતાનમાં (પુરૂષમાં) થયેલું જો ઈતરવિષયકજ્ઞાન પૂર્વના જ્ઞાનની વિપરીતતાને જણાવતું હોય તો તે જ પુરૂષમાં અથવા ભિન્નપુરૂષમાં ઉત્તરકાળે થયેલું ઘટનું જ્ઞાન પૂર્વકાલીન પટજ્ઞાનની વિપરીતતાને જણાવનારૂં બનવું જોઈએ. એટલે કે પૂર્વકાળમાં પટમાં પટજ્ઞાન” થયું, તે થયા પછી તેનું પ્રયોજન પૂર્ણ થવાથી આ આત્મા બીજા વિષયને જાણવાનો પ્રવર્યો ત્યારે ઘટમાં ઘટજ્ઞાન થયું. હવે બન્ને જ્ઞાનો યથાર્થ હોવા છતાં વિજાતીય હોવાથી તમારા મતે ઉત્તરમાં થનારૂં આ ઘટજ્ઞાન પૂર્વકાલીન પટજ્ઞાનની વિપરીતતાને જણાવનાર બનવું જોઈએ પરંતુ એમ બનતું નથી માટે આ પક્ષ પણ ઉચિત નથી.
હવે સજાતીયજ્ઞાન કહો તો તે પણ એકવિષયક કે ભિન્નવિષયક? જે છીપમાં આ રજત છે એવું પ્રથમજ્ઞાન થયું હોય તેની તે જ છીપમાં ફરી ફરી થનારૂં “આ રજત છે. આ રજત છે” એવું રજતવિષયક ઉત્તરજ્ઞાન તે એકવિષયક સજાતીય, આમાં રજતનું જ બન્ને કાળમાં જ્ઞાન છે માટે સજાતીય, અને એની એ જ છીપમાં છે માટે એક વિષયક કહેવાય છે અને પ્રથમ છીપમાં રજતનું જ્ઞાન થયું હોય અને પછી રજતમાં રજતનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org