________________
વિપર્યયને બદલે વિવેકાખ્યાતિ માનનાર પ્રભાકરની ચર્ચા
૧ ૨૩
જણાય છે એમ કહો તો હું તમને પૂછું છું કે તે રજત તવ = તે શક્તિમાં જ સત્ વિદ્યમાન છે અને જણાય છે કે અન્યત્ર અન્ય સ્થાને રાત = સત્ છે અને જણાય છે !
જો ત્યાં શક્તિમાં જ રજત સત્ છે. વિદ્યમાન છે અને જણાય છે એ પક્ષ જો કહો તો ત્યાં શુક્તિમાં રજત છે અને જણાય છે. જે જ્યાં હોય તે ત્યાં જણાય તો તે સમ્યજ્ઞાન કહેવાશે. પરંતુ વિપરીતખ્યાતિ-મિથ્યાજ્ઞાન કહેવાશે નહી. તેથી તે તથ્ય = યથાર્થ, પદાર્થખ્યાતિ જ કહેવાશે. હવે જો તે શુક્તિથી અન્યત્ર = બીજા સ્થાને (રજતાદિમાં) રજત સત્” છે અને તે અહીં શુક્તિમાં પ્રતિભાસિત થાય છે એમ જો કહો તો તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે અન્ય સ્થાને સત્ રહેલી વસ્તુ ત્યાં શુક્તિમાં કેમ પ્રતીત થાય ? કારણ કે પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. ઇન્દ્રિયો પદાર્થોની સાથે સશિકર્ષ પામે ત્યારે પદાર્થ જણાય છે. હવે જો રજતાદિ અન્ય સ્થાને સત્ હોય અને અહીં શુક્તિમાં જો રજનાદિ સતું ન હોય તો ત્યાં એટલે જ્યાં રજતાદિ સદ્ છે ત્યાં ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વ્યાપાર જ નથી, અને જ્યાં શુક્તિ આદિ પદાર્થો પુરસ્સર (સામે) છે. ત્યાં જ પુરસ્સર ગોચરમાં જ (સામે પડેલી શુક્તિ આદિ વિષયમાં જ) ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વ્યાપાર વર્તે છે. સારાંશ કે
જ્યાં (શુકિત આદિમાં) ચક્ષુરાદિનો વ્યાપાર પ્રવર્તે છે. ત્યાં રજત નથી, અને જ્યાં રજત છે ત્યાં ચક્ષુરાદિનો વિષય પ્રવર્તતો નથી. (ચિત્રમાં જણાવેલા ૧૭ થી ૧૯ પક્ષોના આ ઉત્તરો છે.)
હવે કદાચ તમે જેનો એવો બચાવ કરો કે ઇન્દ્રિયોમાં એવો દોષ છે કે જે દોષના માહાભ્યના પ્રભાવથી અન્ય સ્થાને સતું એવું પણ રજત તેનાથી અન્યત્ર એવા શુક્તિ સ્થાનમાં પણ પ્રતીત થાય છે. તો આવા પ્રકારનો આ બચાવ શોભાસ્પદ નથી. કારણ કે દોષો જો ઇન્દ્રિયોમાં હોય તો તે દોષો ઇન્દ્રિયોમાં રહેલા એવા વિષય જોવાના સામર્થ્યની કદર્થના કરવા માત્રમાં જ ચરિતાર્થ છે. એટલે કે તે દોષો જોવાના સામર્થ્ય માત્રને રોકી શકે છે. પરંતુ વિપરીત બોધ કરાવવાની શક્તિ ધરાવતા નથી. વિપરીત બોધ કરાવવામાં તો તે દોષો અકિંચિત્કર છે. તેથી આ પ્રમાણેની ચર્ચાથી તથા વિદ્યાર્થTUTી તાનપાદાનાનત્વા” વિચાર કરતાં તે વિપરીત ખ્યાતિ ઘટતી નથી એ અમારી વાત બરાબર સિદ્ધ થાય છે.
नापि व्यभिचारि, विपक्षादत्यन्तं व्यावृत्तेः । अत एव न विरुद्धमपि । ततः सत्यमेवैतत् संवेदनद्वयम् - इदमिति प्रत्यक्षम्, रजतमिति तु स्मरणम् । करणोद्भवदोषवशाच्छुक्तिरजतयोः प्रत्यक्षस्मरणयोश्च भेदाप्रतिभासाद् भेदाख्यातिरियमुच्यत इति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org