________________
વિપર્યયને બદલે વિવેકાખ્યાતિ માનનાર પ્રભાકરની ચર્ચા
૧ ૨ ૧
અહીં કદાચ જૈનો એવો બચાવ કરે કે ઉત્તરકાળમાં થનારાં સર્વે પણ ઉત્તરજ્ઞાનો પ્રાતન (પૂર્વકાલીન) જ્ઞાનની વિપરીતતા જણાવવામાં બધ્ધકક્ષાવાળાં (સામર્થ્યયુક્ત) નથી. પરંતુ ઉત્તરકાલીન એવું જે જ્ઞાન પૂર્વજ્ઞાનના બાધક તરીકે પ્રગટ થાય છે. તે જ ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનની વિપરીતતાને જણાવે છે, એવું અમે જૈનો કહીએ છીએ. જો આવો બચાવ જૈનો કરે તો અમે પ્રભાકરો તે જૈનોને પુછીએ છીએ કે આ ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનું બાધક થવું જોઈએ તેનો અર્થ શું ? તસ્ય = તે ઉત્તરજ્ઞાન તત્ = તે પૂર્વજ્ઞાનનું વાથત્વમ્ બાધક છે, તેનો અર્થ શું? તમે જૈનો બાધક કોને માનો છો? (૧) ત ત્વમ્ = તે પૂર્વશાનથી ઉત્તરજ્ઞાન અન્ય છે. ભિન્ન છે. અર્થાત્
ઉત્તરકાળમાં થનારૂં જ્ઞાન, પૂર્વજ્ઞાનથી ભિન્ન છે. તેથી તે પૂર્વજ્ઞાનનો બાધ
કરે છે ? (૨) તદુપમ્ = તે પૂર્વજ્ઞાનનો ઉપમર્દક (વિનાશક) વિનાશ કરનાર
ઉત્તરજ્ઞાન છે. જે ઉપમર્દક હોય તે બાધક કહેવાય છે. (૩) તસ્ય વિષે પ્રવર્તમાનર્સ પ્રતિહસ્તૃત્વમ્ = તે પૂર્વજ્ઞાનને પોતાના વિષયમાં
પ્રવૃત્તિ કરતાં રોકનારૂ-ઉત્તરજ્ઞાન છે. તેથી તે બાધક છે. (૪) પ્રવૃત્ત પનોત્યાપ્રતિબન્ધર્વ વ = પૂર્વજ્ઞાન પોતાના વિષયમાં
પ્રવૃત્તિ તો કરે, પરંતુ પ્રવર્તેલા એવા તે પૂર્વજ્ઞાનથી જે ફળપ્રાપ્તિ થવી જોઈએ તેનો પ્રતિબંધ કરનાર ઉત્તરજ્ઞાન છે. તેવું બાધકત્વ છે? આ ચાર પક્ષોમાંથી
કયું બાધત્વ તમે કહો છો ? જે કહો તે એક પણ પક્ષ યુક્તિસંગત નથી. જો “
તત્વ' એ પ્રથમપક્ષ કહો તો જેમ “શુક્તિમાં રજતનો ભ્રમ થયા પછી કાળાન્તરે તે જ શુક્તિમાં શુક્તિનું જ્ઞાન થાય” તો આ ઉત્તરકાલીન સમ્યજ્ઞાન પૂર્વકાલીન મિથ્યાજ્ઞાનને તરો હોવાથી બાધક થાય છે. એમ તમે કહો છો, તેવી જ રીતે ધારો કે પ્રથમ “શુક્તિમાં શક્તિનું યથાર્થ સમ્યજ્ઞાન થયું અને પછી અતિશય ચાચિકયતાના કારણે તે જ શુક્તિમાં રજતપણાનું મિથ્યાજ્ઞાન થયું.” તો આ ઉત્તરકાળમાં થનારું મિથ્યાજ્ઞાન પણ પૂર્વકાલીન સમ્યજ્ઞાન કરતાં “તચ” હોવાથી પૂર્વકાલીનસ જ્ઞાનનું પણ બાધક થવું જોઈએ, કારણ કે “તેનાથી અન્યપણું” આ હેતુ ઉભયર = બન્ને સ્થાને અવિશેષ જ છે. જેમ મિથ્યાજ્ઞાન પછી થનારૂં સમ્યજ્ઞાન ‘તદન્ય છે. તેમ સમ્યજ્ઞાન પછી થનારૂં મિથ્યાજ્ઞાન પણ “તચ" જ છે. માટે તે પણ પૂર્વના સમ્યજ્ઞાનનું બાધક થવું જોઈએ. પણ થતું નથી. માટે આ પક્ષ બરાબર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org